જામનગર જિ.જેલમાં બે કેદી વચ્ચે બબાલ, એકનો આપઘાતનો પ્રયાસ

201703Jun
જામનગર જિ.જેલમાં બે કેદી વચ્ચે બબાલ, એકનો આપઘાતનો પ્રયાસ

જામનગર જિલ્લા જેલમાં હત્યા કેસના એક આરોપી અને તેની જ બેરેકમાં રહેલા પાસાના અટકાયતી વચ્ચે ઝઘડો થઈ જતાં જેલ સહાયકે બન્નેને વિડીયો કોન્ફરન્સ માટે બહાર કાઢતા, હત્યા કેસના આરોપીએ પોતાની જાતે ટાંકામાં માંથુ અથડાવીને લોહી કાઢીને આત્મહત્યાની કોશિષ કરી હતી.

આ અંગેની પોલીસને જાણ કરતા પોલીસે આરોપી સામેઆત્મ હત્યાની કોશિશનો ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી આરંભી છે. જામનગરની જેલમાં વર્ષ ર૦૧૩માં પંચકોશી-બી ડિવિઝનમાં નોંધાયેલા આઈપીસી ૩૦ર હેઠળના ગુન્હામાં સંડોવાયેલો હનીફ દાઉદ કુંગડા અને પાસાના અટકાયતી રસીક ભરતભાઈ પટ્ટણીને એક જ બેરેકમાં સાથે રાખવામાં આવ્યા હતાં.

ત્યારે આ બન્ને આરોપીઓ વચ્ચે ગઈકાલે સવારે કોઈ બાબતે ચડભડ થયા પછી બન્ને મારામારી પર ઉતરી આવ્યા હતાં. આથી મામલો કાબુમાં લેવા માટે જેલ સહાયક આર.પી.ડામોરે બન્નેને બહાર કાઢીને વિડિયો કોન્ફરન્સ માટે બહાર બેસાડયા હતા.

દરમ્યાન ગુસ્સામાં આવેલા હનીફે પોતાની જાતે ટાંકામાં માથું અથડાવી દીધું હતું. જેના પગલે તેના માથામાં ફુટ પડી હતી. પોલીસને જાણ કરાતા પીએસઆઈ ગગનિયા તેમના સ્ટાફ સાથે જેલ ખાતે દોડી ગયા હતાં.

તેઓએ જેલ સહાયક ની ફરીયાદ પરથી હનીફ દાઉદ કુંગડા સામે આત્મહત્યાની કોશિશનો ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી આરંભી છે. ઈજાગ્રસ્ત હત્યાના આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 

source: sandesh

જામનગર/Jamnagar,ગુનો/Crime,View : 669

  Comments

  • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
  • Supar21/10/2018Jaybhim
  • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.