જામનગરના દરેડ જીઆઇડીસીમાં આવેલા પ્લાન્ટમાં ઓઇલ ભરેલી ટેન્કમાં સાફસફાઇ માટે ઉતરેલા શ્રમિકનું ઓઇલમાં ગુંગળાઇ જતાં મોત નિપજ્યું હતું. જ્યારે બે શ્રમિકો બેભાન થઇ જતા સારવાર માટે ખસેડાયા હતા.
બનાવના પગલે દોડધામ મચી ગઇ હતી. જામનગર નજીક દરેડ જીઆઇડીસી ફૈઈઝ થ્રીમાં આજે બપોરે ઓઇલ ટેન્કની સફાઇ કામગીરી દરમ્યાન દુર્ઘટના સર્જાઇ હતી અને એક યુવાનનું ઓઇલ ટેન્કમાં પડી જતાં ગુંગળાઇને ઓઇલમાં ડુબી જવાથી મૃત્યુ નિપજ્યું છે.
જ્યારે તેને બચાવવા માટે ગયેલા અન્ય બે શ્રમિકો પણ બેશુદ્ધ થઇ ગયા હતા. જેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ મૃતદેહને બહાર કાઢયો હતો. આ ઘટનાથી કારખાનેદાર તથા કામદારોમાં ભાગદોડ મચી ગઇ હતી.
જામનગર નજીક દરેડ જીઆઇડીસી ફેસ થ્રીમાં આજે બપોરે ઓઇલ ટેન્કની સફાઇ કામગીરી દરમ્યાન દુર્ઘટના સર્જાઇ હતી અને એક યુવાનનું ઓઇલ ટેન્કમાં પડી જતા ગુંગળાઇને ઓઇલમાં ડુબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે તેને બચાવવા માટે ગયેલા અન્ય બે શ્રમિકો પણ બેશુદ્ધ થઇ ગયા હતા જેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયા છે.
ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ મૃતદેહને બહાર કાઢયો હતો. આ ઘટનાથી કારખાનેદાર તથા કામદારોમાં ભાગદોડ મચી ગઇ હતી. જામનગર નજીક દરેડ જીઆઇડીસી ફેસ થ્રીમાં પ્લોટ નં. ૪૫૯૯માં આવેલા જય એક્સટુજન નામના પ્લાન્ટમાં આજે બપોરે સાડા બારેક વાગ્યે ઓઇલ ટેન્કની સફાઇની કામગીરી દરમ્યાન મુળ બિહારનો વતની અને હાલ દરેડમાં રહેતો નંદકુમાર બીન દિવનાનાથ બીન (ઉ.વ.૩૩) નામનો યુવાન અકસ્માતે ઓઇલ ટેન્કની અંદર પડી ગયો હતો અને ગુંગળાઇ ગયો હતો.
જેને બચાવવા માટે મહેન્દ્ર બિહારી અને સુનિલ બિહારી નામના બે શ્રમિકો પણ ઓઇલ ટેન્કમાં ઉતર્યા હતા. પરંતુ તેઓ પણ બેશુદ્ધ બની ગયા હતા. આ ઘટનાની જાણ થતા કારખાનેદારો તથા અન્ય શ્રમિકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડ શાખાને જાણ કરવાથી ફાયરની રેસ્ક્યુ ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સૌ પ્રથમ બેશુદ્ધ બની ગયેલા બે શ્રમિકોને બહાર કાઢી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે પહોંચાડયા હતા.
ઓઇલ ટેન્કની અંદર નીચે ઉતરીને પ્રવાહી ઓઇલમાં ગુંગળાઇને ડૂબી જતા મૃત્યુ પામ્યો હતો. અને ફાયર બ્રિગેડના હાથે તેનો મૃતદેહ લાગ્યો હતો જેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડયો હતો. આ ઘટનાથી કારખાનેદારો તથા શ્રમિકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પંચકોશી બી ડીવીઝન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને બનાવ અંગે ઝીણવટભરી તપાસ શરૃ કરી છે.
source: gujaratsamachar