અક્કલ…..

 • તમે મારી પત્ની જેવા

  રમેશ વિમાનમાં પ્રવાસ કરી રહ્યો હતો.
  સામેથી આવતી એર હોસ્ટેસને જોઈને તે બોલ્યો
  તમે બિલકુલ મારી પત્ની જેવા જ લાગો છો !!
  આ સાંભળીને એરહોસ્ટેસે તેને એક થપ્પડ લગાવી.
  રમેશ ગાલ પંપાળતો બોલ્યો - તમારો ચહેરો જ નહી તમારી આદત પણ મારી પત્ની જેવી જ છે.....

જળસંચયમાં 200 કરોડ વપરાયા તો 2400 કરોડનું કૌભાંડ કેવી રીતે?

201828May
જળસંચયમાં 200 કરોડ વપરાયા તો 2400 કરોડનું કૌભાંડ કેવી રીતે?

વાપી: 1 મેથી જળસંચયના અભિયાનનો પ્રારંભ થયો હતો. આજે લોક ભાગીદારીથી ચાલેલા આ અભિયાનને સમગ્ર રાજયમાં પ્રતિસાદ મળ્યો છે. ઘણાં વર્ષો પછી ગુજરાતમાં વરસાદ પડતાં જ સારો પાણીનો સંગ્રહ થવાનો છે. પરંતુ વિરોધીઓના પેટમાં તેલ રડાઇ રહ્યું છે. કહે છે કે ચૂંટણીલક્ષી કામગીરી ચાલી રહી છે. જળસંચયમાં તો 2400 કરોડનો ભષ્ટ્રાચાર કરાયો છે, સમગ્ર જળસંચય અભિયાનમાં 200 કરોડ વપરાયા છે તો 2400 કરોડનું કૌભાડ કેવી રીતે થાય. આ શબ્દો વાપી નજીક કરાયા ગામે રવિવારે જળસંચયના કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યા હતાં. વાપી નજીક કરાયા ગામમાં રવિવારે સુજલામ સુફલામ જળસંચય હેઠળ તળાવો ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો.

ભાષણની અધવચ્ચે જ માઈક બંધ..
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સંબોધનની શરૂઆતને માત્ર 10 જ મિનિટ થઇ હતી. તેમના ચાલુ પ્રવચને અચાનક માઇક બંધ થઇ ગયું હતુ, માઇક બંધ થતાં જ સૌની નજર માઇક પર ખેંચાઇ હતી. સાંસદ ડો.કે.સી.પટેલ અને વિવેકભાઇ પટેલ સ્ટેજ પરથી નીચે આવી માઇક ઝડપથી ચાલુ કરવા અનુરોધ કર્યો હતો. માઇક બંધ થતાં અધિકારીઓમાં પણ દોડધામ મચી હતી. ખુદ મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં માઇક બંધ થતાં ભારે આશ્વર્ય ફેલાયું હતું.

ગુજરાત/Gujarat,View : 212

  Comments

  • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
  • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
  • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
  • Niravbhai 14/12/2018Please new name
  • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
  • Kalubha14/12/2018Dhan rasi
  • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
  • 12/12/2018Dhan rashi
  • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
  • Nayana Mehta10/12/2018Nice story
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જ્યાં ક્ષમા નથી ત્યાં માત્ર વિડંબના જ છે.