અક્કલ…..

 • વરરાજા ના હાથમાં નાળીયેર

  વરરાજા ના હાથમાં નાળીયેર કેમ આપવામાં આવે છે?
  જવાબ: એને સતત યાદ રહે કે એની જેમ મારા પણ છોતરા નીકળી જવાના છે.

જલ્દી કરો, આવતીકાલે આધાર-પાનકાર્ડ લિંક કરવાનો છેલ્લો દિવસ

201730Aug
જલ્દી કરો, આવતીકાલે આધાર-પાનકાર્ડ લિંક કરવાનો છેલ્લો દિવસ

પાનકાર્ડને આધારકાર્ડથી લિંક કરવાની ડેડલાઇન 31મી ઑગસ્ટ 2017 એટલે કે ગુરૂવારના રોજ ખત્મ થઇ જશે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની સમયમર્યાદા 31મી ઑગસ્ટથી વધારે તેવી શકયતા ઓછી છે.

ડિપાર્ટમેન્ટે આ મહિને જ ખત્મ થઇ રહેલ સમય મર્યાદાને વધારીને 31મી ઑગસ્ટ કરી દીધી હતી. ત્યારથી તેમણે સ્પષ્ટ ચેતવણી આપી દીધી હતી કે આધાર-પાનકાર્ડને લિંક કર્યા વગર ઇનકમ ટેક્સ રિટર્ન્સ પ્રોસેસ થશે નહીં.

ડિપાર્ટમેન્ટે આધાર-પાનકાર્ડ લિંકની સમયમર્યાદા ત્યારે વધારી જ્યારે ટેક્સપેયર્સે બંને જગ્યાએ રજીસ્ટર્ડ નામમાં તફાવત હોવાથી લિંક નહીં થવાની ફરિયાદ નોંધાવી હતી. સૂત્રોએ કહ્યું કે ટેક્સ ડિપાર્ટમેન્ટ હવે નક્કી સમયમર્યાદા વધારવા પર કોઇ વિચાર કરી રહી નથી. કારણ કે ટેક્સપેયરોને પાન-આધારકાર્ડ લિંક કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. ટેક્સ ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારીએ પણ ડેડલાઇન વધારવાને લઇને પૂછેલા એક પ્રશ્ન પર કહ્યું કે જ્યાં સુધી મને ખબર છે સમયમર્યાદા વધવાની નથી.

સુપ્રીમ કોર્ટે પ્રાઇવસીને મૌલિક અધિકાર ગણાવ્યો. આધારના પરિપ્રેક્ષ્યમાં આ નિર્ણયની શું અસર થશે. તેના પર ઘણી ચર્ચા ચાલી રહી છે. એવામાં પાન-આધાર લિંક પર પણ અસર પડી શકે છે.

ઇન્ડિયન યુનિક આઇડેન્ટિફિકેશન નોટિફિકેશન (UIADI)ના સીઇઓ અજય ભૂષણ પાંડેયએ અગ્રણી મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે 31મી ઑગસ્ટ સુધીમાં પાન-આધાર લિંક કરાવું પડશે કારણ કે પ્રાઇવસીના અધિકાર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની તેના પર અસર પડવાની નથી.

જોકે વાત એમ છે કે સરકારને લાગે છે કે પાન અને આધાર પરસ્પર એકબીજા સાથે જોડાઇ જશે તો ટેક્સ ચોરી થઇ શકશે નહીં અને કાળા નાણાંને રોકી શકાશે.

વાત એમ છે કે તમે ઇચ્છો તો મતદાન કાર્ડને પણ આધારથી લિંક કરી શકો છો. SMSથી લિંક કરો વોટર આઇડી-આધાર જે લોકો એસએમએસ દ્વારા વોટર કાર્ડને આધારથી લિંક કરવા માંગે છે તેઓ ગમે ત્યાંથી પણ મેસેજ કરી શકે છે.

તેના માટે ECILINK ટાઇપ કરી સ્પેસ આપો. પછી વોટર આઇડીનો નંબર લખીને ફરી સ્પેસ બાદ આધાર નંબર લખો અને 51969 પર મોકલી દો. ત્યારબાદ તેનો આધાર અને વોટર આઇડી લિંક કરી દેવાશે.

વોટર આઇડી – આધારને ઑનલાઇન આવી રીતે લિંક કરો ઑનલાઇન વોટર-આધાર લિંક કરવા માટે nvsp.in વેબસાઇટ પર જઇને Feed your Aadhaar Number પર ક્લિક કરો.

અહીં નવું પેજ ખૂલશે, અહીં માંગવામાં આવેલ માહિતી ભર્યા બાદ રજીસ્ટ્રેશન કરાવું પડશે. તેમાં મેલ આઇડી ભરવું પડશે જેથી કરીને આધાર લિંક થયા બાદ કન્ફર્મેશન મોકલી શકાય.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 1013

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • બીજાનીઓની આપણે જે સેવા કરીએ છીએ તે ખરેખર તો આ પૃથ્વી ઉપરનાં આપણા રહેઠાણનું ભાડું છે.