અક્કલ…..

  • સપનામાં એક છોકરી આવી

    પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી
    પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી. એટલી સુંદર હતી કે કહી નથી શકતો.
    પત્નીઃ એકલી આવી હશે.
    પતિઃ તને કેવી રીતે ખબર?
    પત્નીઃ કારણ કે એનો પતિ મારા સપનામાં આવેલો.

ચોથી વન-ડેમાં હાર્યું ભારત, આ 5 પ્લેયર્સની ભૂલ પડી ભારે

201703Jul
ચોથી વન-ડેમાં હાર્યું ભારત, આ 5 પ્લેયર્સની ભૂલ પડી ભારે

વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ વન ડે સીરિઝની ચોથી મેચમાં ભારતીય ટીમ 11 રને મેચ હારી ગઇ હતી. આ મેચમાં ભારતીય બોલર્સે સારૂ પ્રદર્શન કર્યું પરંતુ બેટ્સમેનની લાપરવાહીને કારણે ટીમ મેચ હારી ગઇ હતી. એક સમયે ભારતને જીત માટે 18 બોલમાં 19 રનની જરૂર હતી અને ભારતની જીત નક્કી હતી પરંતુ થોડી વારમાં જ મેચ પલટાઇ ગઇ હતી.

પાંચ મેચની વન ડે સીરિઝમાં ભારત 2-1થી આગળ છે. સીરિઝની અંતિમ મેચ ગુરૂવારે કિંગ્સટનમાં રમાશે. આવો હતો મેચનો રોમાંચ - મેચમાં ટોસ જીતીને વિન્ડીઝની ટીમે પહેલા બેટિંગનો નિર્ણય કર્યો.

પ્રથમ વિકેટ માટે 57 રન જોડ્યા હતા. જો કે તે બાદ થોડી થોડી વારમાં વિકેટ પડતી ગઇ. - વિન્ડીઝની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 189 રન બનાવ્યા હતા. જેમાં લુર્ઇસ અને કાઇલ હોપે 35-35 રન બનાવ્યા હતા જ્યારે શાર્ઇ હોપે 25 રન જ્યારે રોસ્ટન ચેઝે 24 રનની ઇનિંગ રમી હતી. - ભારત તરફથી હાર્દિક પંડ્યા અને ઉમેશ યાદવે 3-3 વિકેટ ઝડપી હતી જ્યારે કુલદીપ યાદવને 2 સફળતા મળી હતી. - યજમાન ટીમે પ્રેશરમાં બેટિંગ કરી હતી. વિન્ડીઝની ઈનિંગ દરમિયાન અંતિમ 83 બોલ પર કોઇ બાઉન્ડ્રી લાગી નહતી.

વિન્ડીઝ તરફથી અંતિમ ફોર 36મી ઓવરમાં લાગી હતી.

- જવાબમાં પડકારનો પીછો કરતા ભારતની શરૂઆત સારી રહી નહતી અને 10 રનમાં જ પ્રથમ વિકેટ પડી હતી. ત્યારબાદ થોડા થોડા અંતરે વિકેટ પડતી રહી અને 49.4 ઓવરમાં 178 રનમાં આખી ભારતીય ટીમ ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતના ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેન માત્ર 10 રન જ બનાવી શક્યા હતા.

- વિન્ડીઝ માટે કેપ્ટન જેસન હોલ્ડરે 9.4 ઓવરમાં 27 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે અલ્જારી જોસેફે 2 વિકેટ ઝડપી હતી. હોલ્ડરને શાનદાર બોલિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

મહેન્દ્રસિંહ ધોની (114 બોલમાં 54 રન)

- મેચમાં એમએસ ધોનીએ ઘણી ધીમી બેટિંગ કરી હતી. તેને 114 બોલમાં માત્ર 54 રન બનાવી આઉટ થયો હતો, તેને પોતાના 50 રન 108 બોલમાં પૂરા કર્યા હતા જે તેના વન ડે કારકિર્દીની સૌથી ધીમી ફિફ્ટી હતી.

- મેચમાં ધોનીની સ્લો બેટિંગનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે તેને પોતાની ઇનિંગ દરમિયાન માત્ર એક જ બાઉન્ડ્રી ફટકારી હતી. - ધોનીએ રહાણે સાથે મળી ચોથી વિકેટ માટે ઘણી ધીમી બેટિંગ કરતા 109 બોલમાં 54 રનની ભાગીદારી કરી હતી. બન્ને બેટ્સમેને પ્રતિ ઓવર માત્ર 2.97 રન બનાવ્યા હતા. બીજી તરફ છઠ્ઠી વિકેટ માટે હાર્દિક પંડ્યા સાથે મળી 57 બોલમાં 43 રન જોડ્યા હતા. આ દરમિયાન રનરેટ 4.52નો રહ્યો હતો.

- અંતિમ બે ઓવરમાં ભારતને જીત માટે 16 રનની જરૂર હતી. આ દરમિયાન ક્રીઝ પર ધોની હતો, માટે લાગી નહતું રહ્યું કે ટીમ મેચ હારી જશે.

- જ્યારે અંતિમ ઓવરોમાં રન રેટ વધારવાનો વારો આવ્યો ત્યારે ધોની કેસરિક વિલિયમ્સના બોલ પર જોસેફના હાથે કેચ આઉટ થયો હતો. - મેચમાં ધોનીએ ODI કારકિર્દીની 64મી અડધી સદી ફટકારી હતી. જ્યારે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ તેની સાતમી અડધી સદી હતી.

 

source: divyabhaskar

 

રમત-જગત/Sports,View : 709

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The first step before anyone else in the world believes it is that you have to believe it.Will smith