અક્કલ…..

  • બહેન

    પતિ ફોન પર વાત કરી રહ્યો હતો
    પત્ની - કોનો ફોન છે ?
    પતિ - બહેનનો....
    પત્ની - તો આટલી ધીરે ધીરે વાત કેમ કરો છો ?
    પતિ - તારી છે એટલા માટે..

ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ, જાણો કંઇ રીતે કઠિન વ્રત કરે છે PM મોદી-CMયોગી

201728Mar
ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ, જાણો કંઇ રીતે કઠિન વ્રત કરે છે PM મોદી-CMયોગી

આજથી ચૈત્ર નવરાત્રિનો શુભઆરંભ થયો છે. ચૈત્ર નવરાત્રિ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપવાસ કરે છે.

મોદી અને યોગી બંને નવ દિવસ માતાની આરાધના કરી વ્રત કરી વિધિ વિધાનથી પૂજા કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષમાં બે નવરાત્રીમાં વ્રત કરે છે.

નવ દિવસ કંઇ પણ જમ્યા વગર પીએમ મોદી નવ દિવસ લીંબુ પાણી કે સાદું પાણી જ પીવે છે. મોદી દુર્ગા સપ્તશતીનો પાઠ નવ દિવસ કરે છે. છેલ્લાં 40 વર્ષમાં કયારેય પીએમ મોદીએ આ વ્રત તોડ્યું નથી.

એટલે સુદ્ધાં કે 2014ના વર્ષમાં અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે પણ પીએમ મોદીએ પોતાનું વ્રત તોડ્યું નહોતું. તત્કાલીન અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાની સાથે ડિનરમાં માત્ર સાદું પાણી જ પીધું હતું.

માત્ર પાણી પીને અને એક સમયે ફળ આરોગીને પણ પીએમ મોદીને એટલી જ એનર્જીમાં જોઇને ઓબામા પણ દ્વિધામાં મૂકાઈ ગયા હતા. ત્યારે મોદીએ તેમને યોગનો કમાલ બતાવ્યો હતો.

યુપીના CM યોગી પણ કરે છે નવરાત્રિનું વ્રત ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ નવરાત્રિમાં પૂજા અર્ચના કરીને માત્ર બે વખત ફળ આરોગે છે.

આદિત્યનાથ સવારે ઉઠીને માં નું પૂજન કરે છે. કહેવાય છે કે તેઓ સવારે વહેલા ઉઠે છે પરંતુ નવરાત્રિ દરમ્યાન તેઓ સવારે 3 વાગ્યે ઉઠી જાય છે. ત્યારબાદ પૂજા-અર્ચનાનો પ્રારંભ કરીને સાંજે માત્ર ફળાહાર કરે છે. આદિત્યનાથ ચૈત્ર નવરાત્રિ કરતાં વધુ શારદીય નવરાત્રિમાં તપ કરે છે.

શારદીય નવરાત્રિને તેઓ નાથ પરંપરા મુજબ ઉજવે છે. ગોરખનાથ મઠમાં રહેતા લોકો કહે છે કે આ દરમ્યાન યોગી પોતાના રૂમમાં જ રહે છે. મા ની પૂજા-અર્ચના કરે છે. અષ્ટમીના દિવસે પોતાના રૂમમાંથી બહાર નીકળે છે.

તેઓ આ સમયગાળા દરમ્યાન નાથ સંપ્રદાય મુજબ પૂજન કરે છે. આથી જ તેઓ પોતાના ગુરૂ જેવી એક ટોપી પણ પહેરે છે. અષ્ટમીના દિવસે કન્યા પૂજન કરે છે પછી દક્ષિણા આપીને હવન કરે છે. મંગળવારના રોજ નવરાત્રિની સાથે હિન્દુ નવવર્ષની પણ શરૂઆત થઇ રહી છે.

 

source: sandesh

આધ્યાત્મિક/Spiritual,View : 431

    Comments

    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સારા પુસ્તકો જેવા કોઈ કાયમી ના મિત્ર હોતા નથી……………….