અક્કલ…..

 • ભગવાન વિષ્ણુ


  એક વાર ભગવાન વિષ્ણુ પેટ્રોલ પુરાવવા ગયા.

  પેટ્રોલ પંપ પર જઈ ને ભગવાન વિષ્ણુ ઉભા રહ્યા.

  તો પેલો પેટ્રોલ પુરવા વાળો બોલ્યો ભગવાન વિષ્ણુ (વીસનું?)…

  તો ભગવાન બોલ્યા: ના તીસ નું નાખ….

   

ઘઉંનું મબલક ઉત્પાદન છતાંય વિઘે ઓછો ઉતારો બેસતા નાના ખેડૂતો બેહાલ

201717Apr
ઘઉંનું મબલક ઉત્પાદન છતાંય વિઘે ઓછો ઉતારો બેસતા નાના ખેડૂતો બેહાલ

શિયાળુ ઘઉં બજારમાં આવી જતા હાલમાં દરેક ઘરમાં બાર માસ ચાલે તેટલા ઘઉં ભરવાની સિઝન પુરજોશમાં ચાલી રહી છે. પિયત ઘઉં જેવા કે લોકવન અને ટૂકડી જેવા ઘઉં નો મણનો ભાવ હાલમાં ૩૫૦ થી ૪૦૦ રૃપિયા જેટલો ચાલી રહ્યો છે.

જ્યારે બિન પિયત ઘઉં હાલમાં બજારમાં ૮૨૫ થી ૮૫૦ રૃપિયે મણના ભાવે વેચાઇ રહ્યા છે. વિઘે ઘઉંનો ઉતારો ઓછો બેસતો હોવાથી નાના ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે. તેઓએ માર્કેટયાર્ડ સુધી જવાનું પોષાતું ન હોવાથી તેઓ સ્થાનિક વેપારીઓને જ માલ વેચી દે છે.

વેપારીઓ મણે ૩૨૦ રૃપિયા ખેડૂતોને આપે છે. જ્યારે આ ઘઉં ગ્રાહકોને ૪૦૦ રૃપિયાની આસપાસ પડે છે. ચાલુ વર્ષે નવેમ્બર માસમાં શિયાળુ ઘઉંનું વાવેતર શરૃ થયું હતું.

જે માર્ચ એન્ડિંગ સુધી ચાલ્યું હતું. હાલમાં ઘઉંને લણીને તેને બજારમાં ઠાલવવામાં આવી રહ્યા છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે રાજ્યમાં ૭૪,૯૦૦ હેક્ટરમાં વધુ ઘઉં વવાયા હતા. ગત વર્ષે રાજ્યમાં કુલ ૮,૮૧,૭૦૦ હેક્ટરમાં પિયત ઘઉં વવાયા હતા.

જ્યારે ચાલુ વર્ષે ૯,૫૬,૬૦૦ હેક્ટરમાં પિયત ઘઉંનું વાવેતર થવા પામ્યું હતું. જે કુલ વાવેતર વિસ્તારના ૮૪ ટકા વાવેતર સુચવે છે. બોર અને સિંચાઇના પાણીથી પાકતા પિયત ઘઉં કરતા હવે ખેડૂતોનો ઝોક બિન પિયત ઘઉં તરફ વધવા માંડયો છે.

રાજ્યમાં ગત વર્ષે ૧૯,૫૦૦ હેક્ટરમાં બિન પિયત ઘઉં વવાયા હતા. જે ચાલુ વર્ષે બમણા થઇને ૩૯,૨૦૦ હેક્ટરમાં વવાયા હતા. આમ બમણાથી પણ વધુ કહી શકાય તેમ ચાલુ વર્ષે ૧૯,૭૦૦ હેક્ટરમાં બિન પિયત ઘઉં વધુ વવાયા હતા.

ગ્રાહકોની માંગ અને મણે ૮૦૦ રૃપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોને તેમાં વધુ નફો દેખાતા હવે રાજ્યમાં અમદાવાદ બાદ પાટણ, દાહોદ, સુરેન્દ્રનગર, ભાવનગર અને ભરૃચમાં પણ ખેડૂતોએ બિન પિયત ઘઉંના વાવેતર તરફ વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ઘઉંનું વાવેતર થાય છે.

ત્યારે આ અંગે ઘઉં પકવતા ખેડૂતોના મતે આ વર્ષે સિંચાઇના પાણીથી પકવેલા ઘઉં વિઘે ૧૫ થી ૨૦ મણ જ ઉતર્યા છે. બોરના પાણીથી પકવેલા ઘઉં વિઘે ૩૦ થી ૩૫ મણ ઉતર્યા છે.

જે ખેડૂતોને આર્થિક રીતે પોષાય તેમ નથી. વિઘે ૪૦ મણથી વધુ ઉત્પાદન થાય તો જ ખેડૂતોને નફો મળી રહે તેમ હોવાનું તેઓનું માનવું છે. ખેડૂતોના મતે નાના ખેડૂતોને તો ઉત્પાદન ન મળતા ખેડ, ખાતર, યુરિયા, પાણી અને મજૂરી નો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ છે.

હાલમાં બજારમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ ઘઉં ઠલવાઇ રહ્યા છે. જે સારી ગુણવત્તાવાળા છે. તેમજ મણે ૪૦૦ રૃપિયાની આસપાસ ભાવ બોલાઇ રહ્યો છે. હાલમાં લોકોએ બારમાસી ઘઉં ભરવાના શરૃ કરી દીધા છે.

ઓછા ઉતારાના કારણે નાના ખેડૂતો બેહાલ છે તેમજ ભાવ થોડા વધુ હોવાથી ગરીબ અને મધ્યમવર્ગ પણ પરેશાન છે. આ વર્ષે શિયાળુ ઘઉંનું રાજ્યમાં થયેલું વાવેતર (હેક્ટરમાં

 

source: gujaratsamachar

ધંધો, વ્યવસાય/Business,અહમદાબાદ/Ahmedabad,ભાવનગર/Bhavnagar,જુનાગઢ/Junagadh,રાજકોટ/Rajkot,View : 641

  Comments

  • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
  • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
  • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
  • Niravbhai 14/12/2018Please new name
  • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
  • Kalubha14/12/2018Dhan rasi
  • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
  • 12/12/2018Dhan rashi
  • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
  • Nayana Mehta10/12/2018Nice story
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • If you can dream it, you can achieve itZig Ziglar