અક્કલ…..

  • બાપુ ગયા બેંક

    મેનેજર - નોટ ફાટેલી છે નહી ચાલે બીજી આપો
    બાપુ - હુ મારા ખાતામાં જમા કરાવું છુ એમા તારે શુ ?

ગોધરામાં દુષ્કર્મ પિડીતાને ગર્ભપાત કરવાનો હાઇકોર્ટનો ઇન્કાર

201712Jul
ગોધરામાં દુષ્કર્મ પિડીતાને ગર્ભપાત કરવાનો હાઇકોર્ટનો ઇન્કાર

ગોધરાની દુષ્કર્મની પિડીતાને મેડીકલ રિપોર્ટના આધારે ગર્ભપાત કરવાનો હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. કોર્ટે તેના ચુકાદામાં ઠેરવ્યુ છે કે પીડિતાના બાળક અને તેની સારવાર માટે તે રાજય સરકારની યોજનાનો લાભ મેળવવા અરજી કરી શકે છે.

ચાર તબીબોની પેનલે મેડીકલ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમા એવી રજુઆત કરાઇ હતી કે પિડીતા અને તેના ઉદરમાં રહેલું બાળક બન્ને સ્વસ્થ છે,આવા સંજોગોમાં ગર્ભપાત કરાય તો પીડિતાના જીવને જોખમ થઇ શકે છે.

તપાસમાં બાળક ૬ મહિનાનું અને સંપુર્ણ વિકસીત હોવાથી ગર્ભપાત કરી શકાય નહી. મેડીકલ રિપોર્ટના આધારે હાઇકોર્ટે ગર્ભપાત કરવાનો ઇન્કાર કર્યો હતો. જો કે કોર્ટે પીડિતાને સરકારમાં અરજી કરીને સરકારી યોજનાનો લાભ લઇ શકે છે તેવી સલાહ આપી હતી.

 

source: sandesh

ગોધરા/Godhra,ગુનો/Crime,View : 195

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The first step before anyone else in the world believes it is that you have to believe it.Will smith