અક્કલ…..

 • શાદી…

  એકવાર ૧ વિદેશી ૧ સરદારજી ને કહે હમારે યહા તો શાદી ઈ-મૈલ સે હોતી હે….

  તો સરદારજી કહે હમારે યહા તો શાદી ફીમૈલ સે હોતી હે

   

   

ગોધરાના ધારાસભ્યને ડોન રવિ પૂજારીના નામથી આવી મારી નાખવાની ધમકી

201707Mar
ગોધરાના ધારાસભ્યને ડોન રવિ પૂજારીના નામથી આવી મારી નાખવાની ધમકી

ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીને જાનથી મારી નાંખવાની ધમકી આપી દશ કરોડની ખંડણીની માગણી કરતો ડોન રવિ પૂજારીના નામથી મેસેજ અને ફોન આવતા ચકચાર મચી જવા પામી છે.

આણંદના કાઉન્સિલર પ્રગ્નેશ પટેલની જેમ ગોળી મારી દેવાની ધમકી ઉચ્ચારવામાં આવતા ધારાસભ્ય દ્વારા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

ગોધરા ધારાસભ્ય સી. કે. રાઉલજીના મોબાઇલ ફોન ઉપર શુક્રવારથી વિદેશના નંબરો ઉપરથી ૧૦ કરોડ રૃ. આપી દે નહીં તો આણંદના કાઉન્સિલર પ્રગ્નેશ પટેલને જેવી રીતે ગોળી મારી એવી રીતે તમને પણ ગોળી મારી દઇશું તેમ જણાવી ડોન રવિ પૂજારીના નામથી મેસેજ અને ફોન આવવાનો પ્રારંભ થયો હતો.

શરૃઆતમાં ત્રણથી ચાર ફોન આવતા ધારાસભ્યે વિદેશી કંપનીઓ દ્વારા કરોડો રૃપિયાની લોભામણી જાહેરાત માટેનો કોલ હશે એમ સમજી આ બાબતને નજર અંદાજ કરી હતી.

જેના બાદ ઉપરોકત લખાણવાળા મેસેજો વિદેશના વિવિધ નંબરો ઉપરથી ૧૫ થી ૨૦ વાર આવ્યા હતા. જેને લઇ ધારાસભ્ય ચોંકી ઉઠયા હતા. ધારાસભ્યના પુત્ર માલવદીપ રાઉલજીએ આ બાબતને ગંભીરતાપૂર્વક લઇ સોમવારની મોડી સાંજ બાદ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઇ વિગતવાર જાણ કરી છે.

જો કે આ સંદર્ભે હજી પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી મંગળવારે હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ હતું. ઉપરા છાપરી મેસેજો આવતા ધારાસભ્યનો પરિવાર ચિંતાતુર બન્યો છે.

પદાધિકારીઓને ધમકીભર્યા ફોન અને મેસેજો શરૃ થતા સુરક્ષા અંગે અનેક સવાલો ખડા થઇ રહ્યા છે. એક નંબર અનનોન કોલર આઇડીનો ગોધરા ધારાસભ્યને ડોન રવિ પૂજારીના નામથી દશ કરોડ જમા નહીં કરાવે તો મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. જેમાં લંડન, યુએસ, થાઇલેન્ડ, અલ્જેરીયા, ભૂતાન, લાઓન, બુલેદીયા, ક્રોટીયા વગેરે વિદેશના નંબરોનો ઉપયોગ કરાયો છે.

એક નંબર અનનોન કોલર આઇડીવાળો પણ સમાવેશ થાય છે. હિન્દી ભાષાને અંગ્રેજીમાં લખવામાં આવી છે ગોધરા ધારાસભ્ય સી. કે. રાઉલજી પાસે ૧૦ કરોડની માગણી કરી મારી નાંખવાની ધમકી આપતા મેસેજમાં હિન્દી ભાષાને અંગ્રેજીમાં લખવામાં આવી છે. જેમાં કાઉન્સિલરની ઘટનાનો જે ઉલ્લેખ કરાયો છે તે આણંદની ઘટનાને ટાંકવામાં આવી હોવાનું જણાઇ રહ્યુ છે.

સુરક્ષાની માગણી કરવામાં આવી છે ૧૦ કરોડની માગણી કરી જાનથી મારી નાંખવા અંગેના મેસેજ અને ફોન આવતા પોલીસને ફરિયાદ નોંધવા જાણ કરી સુરક્ષાની માગણી કરવામાં આવી છે.

 

source: snadesh

ગોધરા/Godhra,આણંદ/Anand,ગુનો/Crime,View : 771

  Comments

  • જ ખ18/04/2019જ ખ રાશી નામ
  • Kak18/04/2019Kak
  • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
  • Alpesh 16/04/20199979987025
  • Olakiya Amit14/04/2019Hii
  • Bhara11/04/2019Uuu
  • Kailesh. N05/04/2019મીન રાશિ name
  • અંકિત 03/04/2019💯 યયાતિ
  • અંતિમ 01/04/2019મીન રાશિ છોકરીઓના નામ જણાવો
  • Vicky Bodana01/04/2019ધન રાશિ પર નામ છોકરી ના નવા લેટેસ્ટ
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મને તો ચાહનારી આખી દુનિયા નજર સામે પડી છે મારે તને ચાહવી હતી, ઍટલે ભગવાને તને ઘડી છે