ગોઝારો અકસ્માત: બસ-બાઇક વચ્ચે ટક્કર, દંપતિ સહિત ૩નાં મોત

201401Mar
ગોઝારો અકસ્માત: બસ-બાઇક વચ્ચે ટક્કર, દંપતિ સહિત ૩નાં મોત

રાજકોટ, 1 માર્ચ

સૌરાષ્ટ્રમાં અકસ્માતનાં બનાવોનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે આજે શનિવારે સવારે ગોંડલનાં ગોમટા ચોકડી પાસે સ્વરાજ મઝદા મીની બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બાઇક સવાર દંપતિ અને એક અજાણ્યા પુરૂષનું મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે જ આ ત્રોણેયનું મોત થયું હતું. વિસ્તારમાં બનેલી આ અરેરાટી ભરેલી ઘટનાથી અરેરાટી મચી ગઈ હતી.

હાઇવે પર અકસ્માત સર્જાતા ત્યાંથી પસાર થતાં વાહનોનાં પૈડા થંભી ગયા હતા અને ચક્કાજામ જેવી સ્થિતી સર્જાઇ હતી.

બનાવની જાણ થતાં પોલીસ કાફલો અને ૧૦૮ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. હાલમાં પોલીસે મૃતકની ઓળખ મેળવવવા તજવીજ હાથ ધરી છે. 

ગોંડલ/Gondal,View : 3273

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જે મારા ભાગ્યમાં છે એને દુનિયાની કોઈ તાકાત છીનવી નહી શકે આ શ્રદ્ધા જીવનને સફળ બનાવશે