અક્કલ…..

  • હોઠ સોજી ગયા

    એક દિવસ સન્ટા બન્ટાના ઘરે આવ્યો. તે ભયંકર લાગતો હતો. કારણ કે તેના ચહેરા પર ખુશી હતી પણ તેના હોઠ સોજીને દડા જેવા થઇ ગયા હતા..
    બન્ટાએ આશ્વર્ય સાથે પૂછ્ય,
    ''યાર સન્ટા, આ તારા હોઠને શું થયુ...?''
    .
    .
    સન્ટાએ કહ્ય, ''અરે કાંઇ નહી, એ તો મારી વાઇફ તેના પિયર ગઇ એટલે..''
    બન્ટાને સમજાયુ નહીં તેથી પૂછ્યુ, ''પણ ખુશીથી કાંઇ હોઠ થોડા સોજી જાય, શું થયુ એ તો કહે ?''
    .
    સન્ટાએ કહ્યુ, ''અરે કાંઇ નહી યાર..કાલે હું મારી વાઇફને રેલ્વેસ્ટેશન મુકવા ગયો. ત્યારે ટ્રેનમાં બેસાડીને મારી ખુશી સમાતી ન હતી. તેથી ખુશીમાં મેં ટ્રેનના એન્જીનને ચૂમી લીધુ....!!''

ગોંડલ: નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં પસંદગી પામી આ ચિત્રકારની કૃતિ, કોણ છે જાણો

201713Jul
ગોંડલ: નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં પસંદગી પામી આ ચિત્રકારની કૃતિ, કોણ છે જાણો

ગોંડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર ખાતે 106 ચિત્રકારોએ 662 ચિત્રો દોર્યા હતાં. જેમાંથી 25 ચિત્રને વડાપ્રધાન કાર્યાલય દિલ્હીમાં રાખવામાં આવ્યા છે. 25 ચિત્રો પૈકીનું ગોંડલના ચિત્રકાર ભરત તલસાણીયાનું એક ચિત્ર પસંદગી પામ્યું હતું. આ માટે તેમને સન્માનિત કરાયા હતાં.

તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં તેનું ચિત્ર પસંદગી પામતા ને જણાવે છે કે, મને ખૂબ ખુશી છે, મારી વર્ષોની મહેનત ફળી છે. સુરતની સંસ્થા દ્વારા વડનગરમાં આયોજન કરાયું હતું ગુજરાતના કલા પ્રતિષ્ઠાન સુરત દ્વારા 11મી નેશનલ આર્ટ કેમ્પનું આયોજન વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનના 106 ચિત્રકારોએ ૬૬ર ચિત્રો વોટર કલરમાં દોર્યા હતાં. જેમાં ગોંડલના ચિત્રકાર ભરત તલસાણીયાનું ચિત્ર બેસ્ટ લેન્ડસ્કેપ, તરીકે પસંદગી પામ્યું હતું. કોણ છે ભરત તલસાણીયા ગોંડલના કોલેજ ચોક પાસે આવેલા સ્ટેશન પ્લોટ ખાતે ભરત તલસાણીયાનો પરિવાર વસે છે.

તેઓ ડિપ્લોમા એન્જિનિયર છે અને કન્સલ્ટિંગ ઓફ કન્ટ્રસ્ટ્રક્શન એન્ડ ઈન્ટિરિયરનું કામ કરે છે. પરિવારમાં પત્ની અને એક દીકરો એક દીકરી છે, દીકરીના લગ્ન થઈ ગયા છે. જ્યારે દીકરો અમદાવાદ ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે.

શું હતું ચિત્ર વડનગર ખાતે ગયા માર્ચ મહિનામાં 8થી 11 એમ ચાર દિવસ માટે વડાપ્રધાનના વતનને લઈને આર્ટ કેમ્પ થયો હતો. જેમાં શહેરમાં આવેલી જૂની ઈમારતો અને જૂના સમયની કોઈ ચીજ હોય તેને લગતા ચિત્રો દોરવાના હતા. આ કેમ્પમાં ભરતભાઈએ વડનગરના એક વિસ્તારના જૂના મકાનની કૃતિ તૈયારી કરી હતી.

જૂના સમયના ઘરના દરવાજા અને તેની પાસેનો નાનો દરવાજો, તેમજ ઘર પર પતરાંની છત હોય તેની કૃતિ તેમણે બનાવી હતી. ક્યારથી ચિત્રો દોરવાનો શોખ વ્યવસાયે કન્સલ્ટિંગનું કામ કરતાં કન્ટ્રસ્ટ્રક્શન એન્ડ ઈન્ટિરિયરનું કામ કરતાં ભરતભાઈને નાનપણથી જ ચિત્રો દોરવાનો શોખ હતો. તેમના પિતા આર્ટિટેક હોવાથી તેમને ચિત્રકળામાં રસ ઉદભવ્યો હોવાનું તેઓ જણાવે છે.

તેઓ એસએસસીમાં હતા ત્યારે ગુજરાત કલા શિક્ષક સંધને એક ચિત્ર મોકલ્યું હતું જે સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યું હતું. અન્યને પણ શીખવે છે ચિત્રકળા ભરતભાઈને નાનપણથી ચિત્ર દોરવાનો શોખ હતો. જેને લઈને તેમના જેવો શોખ ધરાવતાં કેટલાક બાળકોને તેઓ રોજ સાંજે એક કલાકનો સમય ફાળવીને શીખવે છે.

તેઓ ચિત્રકળામાં બાળકો રસ લેતા થાય તેવો ઉદ્દેશ્ય છે પરંતુ સાથેસાથે તેમની શરત એ છે કે શીખનારમાં મેચ્યોરીટિ હોવી જોઈએ. સુરત મેયરે સન્માનિત કર્યા ગોંડલના ચિત્રકારની આ સિધ્ધિ બદલ તેમને સુરત ખાતે શહેરના મેયરના હાથે ધ સર્ટીફિકેટ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

source: divyabhaskar

ગોંડલ/Gondal,રાજકોટ/Rajkot,View : 371

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • શાંતિ પોતાની મર્યાદાઓની સ્વીકતિ છે. શાંતિ મનુષ્યની સુખદ અને સ્વાભાવિક સ્થિતિ છે.