ગોંડલ તાલુકાના નાના એવા પાટખિલોરી ગામે તેમની માતા સાથે રહેતી 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી કરી દેવામાં આવી હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
જેમને લઈને સગીરાની જનેતા માતા સામે ફીટકારની લાગણી વ્યાપી જવા પામી છે ચોટીલાના શખ્સે વારંવાર દુષ્કર્મ આચર્યું પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ 15 વર્ષની સગીરા દયા પર(નામ બદલેલ છે) ચોટીલાના ચોરવાડ ગામના શંકર રતન ઠાકોર નામના શખ્સે દુષ્કર્મ આચર્યુ હતું.
બે માસ પહેલા શંકરે વારંવાર દુષ્કર્મ આચરતા દયાને ગર્ભવતી બની હતી. પોતાની માતાએ દયાને શંકર ઠાકોરના હવસનો શિકાર બનાવી હોવાની વિગતો બહાર આવી હતી.
માતાએ જ આરોપીની કરી હતી મદદ જેમને લઈને પોલીસે દુષ્કર્મનો ભોગ બનેલી દયાની ફરિયાદ લઈને દુષ્કર્મ આચરનાર શંકર ઠાકોર તેમને મદદગારી કરનાર માતા અને તેમના પ્રેમી સામે ગુનો નોંધી દયાને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ પોતાની જ પુત્રીને હવસનો શિકાર બનાવનાર દયાની માતા અને તેમનો પ્રેમી સહિતના શખ્સો ફરાર થઈ જતા તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
source: divyabhaskar