અક્કલ…..

 • બિચારો સંતા

  લેડીઝથી ભરેલી બસનું એક્સીડેંટ થતા બધી સ્ત્રીઓ મરી ગઈ.
  બધાના પતિ એક કલાક સુધી રડતા રહ્યા.
  સંતા એકલો એવો હતો જે બે કલાક સુધી રડતો રહ્યો છતા તેના આંસુ થમતા નહોતા..
  કારણ કે તેની પત્નીની બસ છૂટી ગઈ હતી

ગુજરાત યુનિ. UGC રેન્કિંગમાં થર્ડ કલાસ વિદ્યાર્થીઓ Ph.D નહીં કરી શકે

201719Jun
ગુજરાત યુનિ. UGC રેન્કિંગમાં થર્ડ કલાસ વિદ્યાર્થીઓ Ph.D નહીં કરી શકે

યુજીસીએ આ વર્ષે નવા પાંચ રેગ્યુલેશન્સ તૈયાર કર્યા છે અને જેમાં એક રેગ્યુલેશન કેટેગરાઈઝેશન ઓફ યુનિવર્સિટી ફોર ગ્રાન્ટ ઓફ ગ્રેડેડ ઓટોનમીનો છે.

જે અંતર્ગત દરેક યુનિ.ને ફર્સ્ટ,સેકન્ડ અને થર્ડ કેટેગરી આપવામા આવનાર છે ત્યારે ત્રીજી કેટેગરીમાં આવતી યુનિવર્સિટી ફરજીયાતપણે નેટ-સ્લેટ પાસ હોય તેવા જ વિદ્યાર્થીને પીએચડી પ્રવેશ આપી શકશે.આમ નવા રેગ્યુલેશન્સથી ગુજરાત યુનિ.થર્ડ કેટેગરીમાં આવતી હોઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ છે.કારણકે યુનિ.ને હવે પીએચડી વિદ્યાર્થી જ નહી મળી શકે.

યુજીસીના નવા રેગ્યુલેશન્સને લઈને રાજ્યની સૌથી મોટી અને જુની એવી ગુજરાત યુનિવર્સિટી મોટી મુશ્કેલીમાં મુકાઈ છે.કારણકે ગુજરાત યુનિ.પાસે નેકનો સ્કોર ૩ કરતા ઓછો છે છે અને સતત બે વર્ષ સુધી ટોપ ૧૦૦ યુનિ.માં પણ નથી આવતી .જેથી રાજ્યમાં નેટ-સ્લેટ પાસ હોય તેવા ઉમેદવારો ખૂબ જ ઓછા છે ત્યારે હવે યુનિ.આ વર્ષે ગુજરાત યુનિ.પીએચડી પ્રવેશ આપશે કે તે પણ પ્રશ્ન છે.

અત્યાર સુધી પીએચડી પ્રવેશ માટે એન્ટરન્સ ટેસ્ટ લેવાતી હતી પરંતુ હવે આ નવા નિયમ પ્રમાણે નેટ સ્લેટ પાસ ઉમેદવારને પ્રવેશ આપાવનો હોઈ ગુજરાત યુનિ.એ આ મુદ્દે યુજીસીને પત્ર લખીને રેન્કિંગ સુધારો કરવા આજીજી કરી છે.

ગુજરાત યુનિ.એ યુજીસી દ્વારા તમામ યુનિવર્સિટીઓ પાસે આ રેગ્યુલેશન્સ ડ્રાફ્ટને લઈને સૂચનો મંગાવ્યા હોઈ ગુજરાત યુનિ.એ સૂચનો મોકલવાની મુદ્દતના છેલ્લા દિવસે મોડે મોડે ૧૫મીએ યુજીસીને પત્ર લખીને રજૂઆત કરી છે કે ગુજરાત યુનિ.માં નેક ઈન્સપેકશન ૨૦૧૫મા આવ્યુ હતુ અને ૨૦૧૫માં જુની ફ્રીકશન પદ્ધતિ પ્રમાણે એટલે કે પોઈન્ટિંગને આધારે ગુજરાત યુનિ.ને ૨.૮૮ નેક સ્કોર મળ્યો છે.

જ્યારે ૨૦૧૬થી નેક દ્વારા હવે નવી પદ્ધતિ મુજબ સ્કોર ૧,૨ અને ૩ આપવામા આવે છે.તેથી યુજીસી દ્વારા આ નવી પદ્ધતિ પ્રમાણે ગુજરાત યુનિ.નો નેક સ્કોર ગણવામા આવે .જેથી ગુજરાત યુનિ.નો નેક સ્કોર ૩ ગણાય.

આ ઉપરાંત યુનિ.એ યુજીસીને આજીજી કરી છે કે દેશની ટોપ ૨૦૦ યુનિ.ઓને પીએચડી પ્રવેશ માટે નેટ-સ્લેટમાંથી મુક્તી આપવી જોઈએ.કારણકે હાલ દેશની ૧૫૦૦ યુનિ.માંથી ૧૪૦૦ યુનિ.પીએચડી વિદ્યાર્થીઓ નવા નિયમ પ્રમાણે નહી લઈ શકે.ગુજરાત યુનિ.ને નેશનલ રેન્કિંગ ટોપ ૨૦૦માં છે.

જેથી જો યુજીસી તેના નેશનલ રેન્કિંગ અને નેક ગ્રેડની જોગવાઈઓમાં સુધારો કરે તો ગુજરાત યુનિ.ને પીએચડીના વિદ્યાર્થીઓ મળી શકશે.આ નવા રેગ્યુલેશન્સથી ગુજરાત યુનિ.નું ક્વોલિટી એજ્યુકેશન નબળુ પડી જશે અને ગુજરાત યુનિ.ઈમ્પ્રુવેન્ટ નહી કરી શકે.ગુજરાત યુનિ.આમ આ રીતે યુજીસીને આજીજી કરીને રેગ્યુલેશન્સની જોગવાઈઓમાં સુધારો કરીને ગુજરાત યુનિ.ને સેકન્ડ કેટેગરીમાં ગણી લેવા રજૂઆત તો કરી છે પરંતુ યુજીસી જો સુધારો નહી કરે અને આ જ રેગ્યુલેશન ડ્રાફટને ફાઈનલ મંજૂરી આપી દેશે તો ગુજરાત યુનિ.ને પીએચડી વિદ્યાર્થીઓ જ નહી મળે.

ઉપરાંત ૨૦૧૭-૧૮ના શૈક્ષણિક વર્ષ માટે હવે ગુજરાત યુનિ.એ પીએચડી પ્રવેશ પ્રક્રિયા પણ જાહેર કરવી પડે તેમ છે. કેટેગરીમાં રાજ્યની ચાર યુનિ.ઓ કરતા પણ ગુજરાત યુનિ.પાછળ યુજીસીએ નવા રેગ્યુલેશન હેઠળ જે યુનિ.કે કે કોલેજે ૩.૫ કે તેથી વધુનો નેક સ્કોર મેળવ્યો હોઈ અથવા નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્કમાં સતત બે વર્ષ સુધી ટોપ ૫૦માં જે યુનિવર્સિટી રહી હોઈ તે જ યુનિવર્સિટી પ્રથમ કેટેગરીમાં આવશે.

આ ઉપરાંત ૩.૦૧થી ૩.૪૯ સુધીનો નેક સ્કોર મેળવ્યો હોઈ અથવા સતત બે વર્ષ સુધી દેશની ટોપ ૧૦૦ યુનિ.માં રેન્કિંગ મેળવ્યુ હોઈ તેવી જ યુનિ.સેકન્ડ કેટેગરીમાં આવશે.આ બંને કેટેગરી ધરાવતી યુનિ.ને યુજીસીએ એમફીલ અને પીએચડી પ્રવેશ માટે રાહત આપી છે.

પરંતુ ત્રીજી કેટેગરીમાં આવતી એટલે કે ઉપરની બંને કેટગરીમાં ન આવતી હોય તેવી ત્રીજી કેટેગરીની યુનિ.ને ફરજીયાતપણે નેટ અને સ્લેટ પાસ હોય તેવા જ વિદ્યાર્થીને પીએચડીમા પ્રવેશ આપવાનો છે. ગુજરાત યુનિવર્સ્ટી આ રેગ્યુલેશન્સ પ્રમાણે ત્રીજી કેટેગરીમાં આવી છે અને રાજ્યની અન્ય ચાર યુનિ.ઓ કરતા પણ પાછળ આવી ગઈ છે.હાલ રાજ્યની ચાર યુનિ.ઓ જેવી કે ઉત્તર ગુજરાત યુનિ.,દણિણ ગુજરાત યુનિ.,એમ.એસ.યુનિ.અને સૌરાષ્ટ્ર યુનિ.નેકમાં એ ગ્રેડ ધરાવે છે.

જો કે દેશની ટોપ ૧૦૦ યુનિ.માં નથી આવતી.પરંતુ નેક સ્કોર પ્રમાણે આગળ રહેતા આ યુનિ.ઓ નેટ-સ્લેટ વગરના ઉમેદવારોને પીએચડી પ્રવેશઆ પી શકશે.મહત્વનું છે કે આ ચારેય યુનિ.ઓ ગુજરાત યુનિ.કરતા નાની છે અને ગુજરાત યુનિ.પછી અસ્તિત્વમાં આવી છે.

આ અંગે ગુજરાત યુનિ.ના સત્તાધીશો કહે છે કે નેક ઈન્સપેકશનમાં ગુરજાત યુનિ.એ નેકની ટીમને અન્ય યુનિ.ઓની જેમ સાચવી ન હતી અને ખાતેરદારી ન કરી હતી.પરંતુ ગુજરાત યુનિ.પ્રોફેસર સહિતના સ્ટાફ અને સ્ટાર્ટઅપ સહિતની અનેક બાબતોમાં અન્ય યુનિ.ઓ કરતા આગળ છે.

 

source: gujaratsamachar

શિક્ષણ/Education,અહમદાબાદ/Ahmedabad,View : 694

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સત્ય અને ન્યાયનું સમર્થન એ મનુષ્યની સજ્જનતા અને સભ્યતાનું એક અંગ છે.