ગુજરાત-આબુના 40 હજાર થાપણદારોના રૂ.100 કરોડ ફસાયા

201720Feb
ગુજરાત-આબુના 40 હજાર થાપણદારોના રૂ.100 કરોડ ફસાયા

અર્બુદા ક્રેડિટ- અપની ક્રેડિટના નામે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, વિરમગામ, સાણંદ વિસ્તારના ૪૦ હજારથી વધુ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો સાથે છેતરપિંડી આચરનાર સંચાલકો ભાજપના પદાધિકારી અને સીધા લાભાર્થી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ ભાજપના નેતાઓ સાથે સધા સંપર્કમાં રહેતા આ કૌભાંડીઓને પકડવાની માગ કરી છે.

છેલ્લા ૧૫ વર્ષમાં ગુજરાત આર્થિક ગુનાઓમાં વાઈબ્રન્ટ ગુજરાત બન્યું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સ્સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અર્બુદા ક્રેડિટ – અપની ક્રેડિટના સંચાલકો રાકેશ અગ્રવાલ અને તેના પરિવારજનોને ઊંચા વ્યાજની વિવિધ બચત યોજના- લોભામણી જાહેરાતો દ્વારા ઉત્તરગુજરાતના અને અમદાવાદ જિલ્લામાં ૪૦ હજારથી વધ રોકાણકારો સાથે રૂ. ૧૦૦ કરોડથી વધુની છેતરપિંડી કરી છે.

અર્બુદા ક્રેડિટ- અપની ક્રેડિટના સંચાલકોનો ભાઈ રીન્કુ અગ્રવાલ માઉન્ટ આબુમાં વોર્ડ નં.૯નો ભાજપ પક્ષનો કોર્પોરેટર છે. મુખ્ય સંચાલક રાકેશ અગ્રવાલના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપના અગ્રણીઓ સાથે નીકટનો નાતો ધરાવતો હોવાનો ફોટોગ્રાફર હાલ જાહેર થઈ રહ્યા છે.

સાથોસાથ રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે પણ ઓળખા હોવાનો પણ સંચાલકો દાવો કરી રહ્યા છે અને દાવાને પુષ્ટિ મળે છે, કારણ કે છેલ્લા ૧૫ દિવસથી ફુલકું ફેરવનાર અર્બુદા ક્રેડિટ- અપની ક્રેડિટના સંચાલકો પર કોઈ પગલા ભરાતા નથી.

ગુજરાતમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં અર્બુદા ક્રેડિટ- અપની ક્રેડિટના સંચાલકો વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ હોવા છતાં રાજસ્થાનની ભાજપ સરકાર તેમના સાથીદાર રાકેશ અગ્રવાલ અને તેના પરિવારજનોને બચાવી રહ્યા છે.

રાકેશ અગ્રવાલ ભાજપના સહકાર સેલના અગત્યના પદાધિકારી છે. અર્બુદા ક્રેડિટ- અપની ક્રેડિટ ગુજરાતમાં ૪૩થી વધુ શાખા ધરાવે છે. જુદા-જુદા એજન્ટો નીમીને લોભામણી જાહેરાતો દ્વારા કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને છેતરપિંડી કરવામાં આવી છે.

ભાજપ પક્ષનો દરેક વ્યક્તિ ગુનાઓ, બળાત્કાર, છેતરપિંડી સહિતની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી આવી ગેરકાયદેસર, અસામાજિક અને ખાસ કરીને આર્થિક ગુનાખોરીમાં પકડાયેલા- સંડોવાયેલા લોકો ભાજપ પક્ષના પદાધિકારીઓ અને તેની સાથે સંકળાયેલા જ હોય છે! આવું કેમ ? નીતિ અને નિયતથી વેપાર જગતમાં આગવી ઓળખ ઊભી કરનાર ગુજરાત આર્િથક ગુનેગારો માટે સ્વર્ગસમાન બની ગયું છે.

એક સમયે ગુજરાતમાં મહાજન અને સહકાર પ્રવૃત્તિઓ દેશને દિશા અને માર્ગદર્શન આપતા હતા, પરંતુ આજે આ બંને પ્રવૃત્તિઓને ભાજપ સરકારની નીતિના કારણે લુણો લાગ્યો છે. છેલ્લા ૧૫ વર્ષમાં થયેલ આર્િથક ગુનાઓ અંગે શ્વેતપત્ર બહાર પાડવા કોંગ્રેસ પક્ષ માગણી કરે છે.

 

source: sandesh

ગુજરાત/Gujarat,બનાસકાંઠા/Banaskantha,સાબરકાંઠા/Sabarkantha,મહેસાણા/Mehsana,પાટણ/Patan,View : 434

    Comments

    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાનીવિનોબા ભાવે