અક્કલ…..

  • સેંટ મેસેજ

    પહેલો સરદાર : યાર આ સેંટ મેસેજ મતલબ શુ હોય છે.. ?
    બીજો સરદાર : સાલા ગોંચુ, બેવકૂફ... અક્કલના ઓથમીર તે જ સરદારોનું નામ ખરાબ કરી મુક્યુ છે.. એટલુ પણ નથી જાણતો કે સેંટ મેસેજ એટલે સુગંધવાળો મેસેજ.

ગુજરાતમાં 9 લાખ કુંવારાઓ રાહ જોઇને બેઠા છે લગ્નની

201623Sep
ગુજરાતમાં 9 લાખ કુંવારાઓ રાહ જોઇને બેઠા છે લગ્નની

ગુજરાતમાં કેટલાંય કુંવારાઓ લગ્નની રાહ જોઇને બેઠા છે તેનું એક ઉદાહરણ આપણી સમક્ષ છે. પોરબંદરનો રમેશ પટેલ નામનો 34 વર્ષનો ખેડૂત કેટલાંય સમયથી લગ્ન કરવા માટે વાટ જોઇને બેઠો છે.

આ અંગે પટેલ જણાવે છે કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને છોકરીઓ ગામડાંમાં લગ્ન કરવા માંગતી નથી. અમને એક છોકરી પસંદ આવી હતી પરંતુ એનો પરિવાર અમને પોરબંદર શહેરમાં શિફ્ટ થવાની માંગણી કરતો હતો. પરંતુ હું મારા માતા-પિતાનું એક માત્ર સંતાન છું અને ખેતીવાડીની સંપૂર્ણ જવાબદારી મારી છે એટલે મેં એને ના પાડી દીધી.

2011ની વસતી ગણતરીના ડેટા જણાવે છે કે રાજ્યમાં 25-34 વર્ષની ઉંમરના 11.83 લાખ યુવાનો લગ્નની રાહ જોઇ રહ્યાં છે. તેમાંથી 9.16 લાખ પુરુષ અને 2.67 લાખ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. એટલે દર બે કુંવારી સ્ત્રી સામે 7 કુંવારા પુરુષો છે અને આ બધા વચ્ચે 25 વર્ષની ઉંમર સુધીન કુલ 17.75 લાખ કુંવારા યુવક-યુવતીઓ ગુજરાતમાં રહે છે. આ આંકડા ગુજરાતમાં સેક્સ રેશિયોમાં વધી રહેલા અંતરને દર્શાવે છે.

1981ની સાલમાં રાજ્યમાં આ અંતર દર 1000 છોકરાઓ સામે 947 છોકરીઓનો હતો. જે 2011ની વસતી ગણતરી અનુસાર વધીને 886એ પહોંચી ગયો છે. આ ડેટા પરથી એવું જાણવા મળે છે કે પોરબંદરમાં સૌથી વધુ કુંવારા પુરુષો અને સ્ત્રીઓ 7.48 ટકા છે. ત્યારબાદ નવસારીમાં 7.22 ટકા, જૂનાગઢમાં 6.7 ટકા, ભરૂચમાં 6.61 ટકા, અને અમદાવાદ 6.93 ટકાનો સમાવેશ થાય છે.

source: sandesh

ભરૂચ/Bharuch,જુનાગઢ/Junagadh,પોરબંદર/Porbandar,અહમદાબાદ/Ahmedabad,નવસારી/Navsari,View : 580

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિજ્ઞાન કહે છે,જીભ પર થયેલી ઈજા જલ્દી થી માટે છે, જયારે જ્ઞાન કહે છે, જીભ થી થયેલી ઈજા ક્યારેય મટતી નથી..