અક્કલ…..

  • ચોર

    એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
    પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
    બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

ગુજરાતમાં 150 પ્લસ બેઠક જીતીને PMને ભેટ આપીશું: અમિત શાહ

201708Jul
ગુજરાતમાં 150 પ્લસ બેઠક જીતીને PMને ભેટ આપીશું: અમિત શાહ

ભારતીય જનતાપાર્ટી દ્વારા દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓ અને નગરોના પેજ પ્રમુખોના વિજય વિશ્વાસ સંમેલનમાં ઊમટેલા દોઢ લાખથી વધુ કાર્યકરોને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે દક્ષિણ ગુજરાતની વિધાનસભાની તમામ બેઠકો સહિત રાજ્યમાં 150 પ્લસ બેઠક જીતવાના સંકલ્પને પૂર્ણ કરી વિજય વિશ્વાસની ભેટ વડાપ્રધાન મોદીને ધરવા આહવાન કર્યુ હતું.

અમિત શાહે ભારે આક્રોશ સાથે કાર્યકરોને જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીએ કોંગ્રેસને મૂળ સહિત ઉખાડી ફેંકવાની ચૂંટણી બની રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ પણ કાર્યકરોને જોમ પૂરતું ઉદ્બોધન કર્યુ હતું.

મહુવા તાલુકાના અનાવલ ખાતેના પાંચકાકડા મેદાન પર ભારતીય જનતા પાર્ટી દ્વારા દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓ અને નગરોના પેજ પ્રમુખોના બોલાવેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ઊમટેલી દોઢ લાખથી વધુની મેદની ઉમટી હતી.

સભામાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે જણાવ્યું કે, આ કાર્યકર્તાઓનો મહાસાગર ઊમટેલો જોઈને એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ગુજરાતની જનતા આગામી ચૂંટણીમાં 150 પ્લસ કરીને આપશે.

આગામી વિધાનસભાની ચૂંટણીએ કોંગ્રેસને મૂળ સહિત ઉખાડી ફેંકવાની ચૂંટણી બની રહેશે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, આસામ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણીપુર વગેરે રાજ્યોમાં ભાજપે શાસન અંકે કર્યુ છે.

 

source: sandesh

ગુજરાત/Gujarat,View : 161

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • We are not human beings on a spiritual journey. We are spiritual beings on a human journey.Stephen Covey