અક્કલ…..

  • શુ નજર છે !

    પત્ની :- પતિ ને અલા પેલો માનસ ક્યારનો મને જોયા કરે છે.
    પતિ :- પત્ની ને એ તો તને જોવાનોજ એમાં હું કસું કરી સકું તેમ નથી.
    પત્ની :- કેમ
    પતિ :- એ ભંગાર વાળો છે .

ગુજરાતમાં ભાદરવી મેઘાની જમાવટ: અમરેલીમાં 7 અને સોરઠમાં 5 ઇંચ વરસાદ

201619Sep
ગુજરાતમાં ભાદરવી મેઘાની જમાવટ: અમરેલીમાં 7 અને સોરઠમાં 5 ઇંચ વરસાદ

દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં અપર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે રવિવારે સમગ્ર રાજ્યમાં મેઘાએ ધડબડાટી બોલાવી દીધી હતી. અમરેલી જિલ્લામાં 2થી 7 ઈંચ, સોરઠમાં 1થી 5 ઈંચ તો રાજુલામાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગઇકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ-ગાંધીધામ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ. ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રની ઉપર અપર એર સાયક્લોનિક સરક્યુલેશન આકાર પામ્યું છે. તેની અસર હેઠળ આગામી 48 કલાકમાં દરિયાકાંઠો ધરાવતા સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં વરસાદ વરસાવનારી કદાચ આ છેલ્લી સિસ્ટમ સક્રિય છે.

ભાવનગરના રંધોળામાં 5 ઈંચ, માંગરોળ-ઉમરપાડામાં 3 ઈંચ, વાઘોડીયામાં અઢી ઈંચ, ગીર સોમનાથમાં સર્વત્ર 1થી 5 ઈંચ, ઉનામાં 4 ઇંચ, વેરાવળમાં 3.5 ઇંચ, તાલાલામાં 3 ઇંચ, સુત્રાપાડામાં 4 ઇંચ, બાંટવામાં 3 ઇંચ, માળિયામાં 3.5 ઇંચ, મેંદરડા- માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ ખાબકયો હતો.

અમરેલીના રાજુલા તાલુકાના ધાતરવડી ડેમના બે દરવાજા એક-એક ફૂટ ખોલાતા દારતડી ગામની નદી બે કાંઠે પહેતી થઈ હતી. જેના કારણે કાંઠાના નીચાણવાળા 10 ગામોને એલર્ટ રહેવાની સૂચવા આપવામાં આવી હતી. પરંતુ નદી બં કાંઠે વહેતા ત્રણ ભેંસો પાણીમાં તણાઈ હતી. જ્યારે વરસાદને કારણે દાતરડી-ચાંસબંદરનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં પાટણવાવના ઓસમ ડુંગર પર 5 ઈંચ અને જેતપુરમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ઉપલેટા, ગોંડલ, જસદણ, ધોરાજી,આટકોટ અને કલાણામાં 2થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.દક્ષિણ ગુજરાતમાં રવિવારે વલસાડ, વાપી, બારડોલી, નવસારી અને સુરત શહેર-જિલ્લામાં અડધોથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદે પધરામણી કરતાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ગઇ કાલથી સમગ્ર જિલ્લામાં વ્યાપક વરસાદ વરસવાનો આરંભ થયો છે. જેમાં આજે સવારે ભાવનગર શહેરમાં ગાજવીજ અને તોફાની પવન સાથે મેઘસવારી આવી પહોંચી હતી અને બપોર સુધીમાં જ શહેરમાં 68 મી.મી. વરસાદ વરસી જતા ચોતરફ ઠંડક પ્રસરી વળી હતી. બપોર બાદ પણ છૂટાછવાયા છાંટા અને હળવા ઝાપટા વરસવા શરૂ રહ્યાં હતા. આજના આ તોફાની વરસાદથી ઠેર ઠેર ગોઠણ સમાણા પાણી ભરાઇ ગયા હતા અને સાવ નીચાણવાળા વિસ્તારમાં તો વાહન ચલાવવા મુશ્કેલ બની ગયા હતા.

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ત્રણ સપ્તાહના વિરામ બાદ રવિવારે સાંજે ધમાકેદાર એન્ટ્રી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ સમયસર પડેલા વરસાદને કારણે મૂરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે.

મહેસાણામાં રવિવારે દિવસભર અસહ્ય ઉકળાટ બાદ રાત્રે નવેક વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદે વિરામ લીધા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો કહેર પણ વધ્યો હતો.

source: sandesh

રાજકોટ/Rajkot,જુનાગઢ/Junagadh,ભાવનગર/Bhavnagar,સાબરકાંઠા/Sabarkantha,અમરેલી/Amreli,ભારત/India,સુરત/Surat,અહમદાબાદ/Ahmedabad,View : 553

    Comments

    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.