અક્કલ…..

  • ગામડિયો નોકર

    એકવાર એક શેઠે એક ગામડિયાને નોકર તરીકે ઘરમાં રાખી લીધો
    અને તેને થોડા મેનર્સ શીખવાડતાં કહ્યુ કે તુ કોઈની પણ સાથે વાત કરે તો તેમના નામ આગળ જી લગાવીને વાત કરજે.
    એક દિવસ શેઠ ઘરમાં બેસ્યા હતા.
    તેટલામાં નોકર દોડતો-દોડતો આવીને બોલ્યો - શેઠજી, કૂતરાજીએ મરઘીજીને પકડી લીધી છે.....

ગુજરાતમાં બનશે દેશનું પહેલું અલ્ટ્રા મોર્ડન યાર્ડ, જાણો ખેડૂતો માટે હશે આ સુવિધાઓ

201708Jun
ગુજરાતમાં બનશે દેશનું પહેલું અલ્ટ્રા મોર્ડન યાર્ડ, જાણો ખેડૂતો માટે હશે આ સુવિધાઓ

અમરેલી દેશભરમા હાલમા ખેડૂતોની સમસ્યા પર કાગારોળ મચી છે ત્યારે અમરેલી માર્કેટ યાર્ડ દેશનુ એવુ પહેલુ યાર્ડ બનવા જઇ રહ્યું છે. જયાં માલ લઇને આવતા તમામ ખેડૂતો, વેપારીઓને યાર્ડ દ્વારા વિનામુલ્યે ભોજનની પણ સુવિધા પુરી પાડવામા આવશે.

વેપારીઓ, ખેડૂતોને સરળતાથી માહિતી મળી રહે તે માટે યાર્ડ દ્વારા એક વેબસાઇટ પણ લોંચ કરવામા આવી છે. ખેડૂતો, વેપારીઓ માટે અલ્ટ્રા મોર્ડન ડાઇનિંગ હોલ અમરેલી માર્કેટીંગયાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રાએ આજે યાર્ડ ખાતે એક પત્રકાર પરિષદમા આ જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતુ કે અમરેલી બહાર આકાર લઇ રહેલા અદ્યતન માર્કેટીંગયાર્ડનુ કામ હાલ પુર્ણતાના આરે છે. આ નવા માર્કેટીંગયાર્ડમા ખેડૂતો, વેપારીઓ માટે અલ્ટ્રા મોર્ડન ડાઇનીંગ હોલ બનાવવામા આવી રહ્યો છે.

અહી ખેત જણસો લઇ આવનાર તમામ ખેડૂતો તથા વેપારીઓને વિનામુલ્યે ભરપેટ ભોજન પુરૂ પાડવામા આવશે. તમામ લોકોને બે શાક, રોટલી, રોટલા, દાળભાત, છાશ સહીતની ફુલ ડિશ આપવામા આવશે.

એસએમએસથી મળશે ખેડૂતોને રોજેરોજના બજારભાવ તેમણે અહી પત્રકારોને જણાવ્યું હતુ કે અહી ખેડૂતોને રાત્રી રોકાણ માટે હોટેલ પણ બનાવવામા આવી છે. જેમા ખેડૂતો, વેપારીઓને રહેવાની વિનામુલ્યે સુવિધા પુરી પાડવામા આવશે. અમરેલી માર્કેટીંગયાર્ડ આમપણ ખેડૂતોની સુવિધા માટે કોઇને કોઇ નવી પહેલ કરતુ રહે છે.

હાલમા ખેડૂતો, વેપારીઓ સહિત તમામ લોકોને અને રાજય બહારના લોકોને પણ અમરેલી માર્કેટીંગયાર્ડ અંગે તમામ માહિતી સરળતાથી મળી રહે તે માટે વેબસાઇટ પણ લોંચ કરવામા આવી છે.

સાઇટ પરથી લોકોને સરળતાથી યાર્ડ અંગેની માહિતી રોજેરોજના બજારભાવ, વેપારીઓની માહિતી, બજાર વિસ્તારના ગામો, ખેડૂતોની સુવિધાઓ વિગેરે અંગે માહિતી મળી રહેશે.

 

source: divyabhaskar

અમરેલી/Amreli,View : 581

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • If you can dream it, you can achieve itZig Ziglar