અક્કલ…..

 • કુંવારો


  સંતા 25 માળની બિલ્ડિંગની છત પર જઈ ઉભો હોય છે ત્યારે તેને ફોન આવ્યો
  સંતાજી તમારી પત્ની મરી ગઈ છે.
  સંતા દુ:ખી થઈને ત્યાંથી જ કુદકો મારી દે છે.
  ઉપરથી નીચે પડતા પહેલા વચ્ચે જ તેને યાદ આવે છે કે હજુ તો તે કુંવારો છે.
   

ગુજરાતમાં છેલ્લા ૧૧ દિવસમાં જ ૭,૭૧૯ લોકોને હિટવેવની અસર

201713May
ગુજરાતમાં છેલ્લા ૧૧ દિવસમાં જ ૭,૭૧૯ લોકોને હિટવેવની અસર

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઉત્તરોતર વધી રહ્યો છે. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ૪૩.૩ ડિગ્રી રહ્યું હતું.

ગરમીના કારણે ચાલુ માસમાં ૧૧ તારીખ સુધીમાં રાજ્યમાં ૭,૭૧૯ લોકો હિટવેવની ઝપટે ચઢ્યા હતા. જેમાં અમદાવાદમાં જ ૧,૭૮૯ લોકોને ૧૦૮ની મદદથી સારવાર આપાવની ફરજ પડી હતી.

નોંધપાત્ર છેકે ગત એપ્રિલ માસમાં અમદાવાદમાં ૪,૬૪૯ લોકો અને રાજ્યભરમાં ૧૯,૩૫૬ લોકોને હિટવેવની અસર થવા પામી છે. જેમાં અસહ્ય ગરમીના કારણે ચક્કર આવવા અને મૂર્છીત થઇને ઢળી પડવાના જ કુલ ૪,૯૦૯ કેસો સામે આવ્યા હતા. અમદાવાદ શહેરમાં ચાલુ માસમાં ૧૧ તારીખ સુધીમાં જ ૫૨૪ લોકો ગરમીના કારણે મૂર્છીત થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.

સવારે ૮ વાગ્યાથી જ દેહ દઝાડતી ગરમી પડતી હોવાથી દિવસ દરમિયાન ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. જેમાં પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની જવા પામી છે.

ગરમી ખાસ તકેદારી રાખવાની પણ સુચનાઓ જારી કરી દેવામાં આવી છે. હજુ આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઉંચો રહેવાની શક્યતા જોવાઇ રહી છે.

ગરમીના કારણે બ્લેક આઇબીસ પક્ષી આકાશમાંથી પટકાતા મોત ! અમદાવાદ શહેરમાં નિકોલ વોર્ડના ભગવતીનગર પાસે અમદાવાદ-ઇન્દોર એક્સપ્રેસ વે પર ગરમીના કારણે બપોરે બ્લોક આઇબીસ( કાંકણસર) નામનું પક્ષી આકાશમાંથી રોડ પર પટકાતા તેનું મોત થયું હતું.

આ અંગે વન ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ આ મૃત પક્ષી માદા કાંકણસર છે. હાલમાં આ પક્ષીઓનો બ્રિડીંગ પિરીયડ ચલતો હોય છે. આઇબીસ પ્રકારના કુલ ત્રણ જાતના પક્ષીઓ જોવા મળતા હોય છે જેમાં ગ્લોસી આઇબીસ, વાઇટ આઇબીસ અને બ્લોક આઇબીશ હોય છે.

જેમાં બ્લેક આઇબીસ પક્ષી મોટું હોય છે. આ પક્ષી નળસરોવરમાં સવિશેષ જોવા મળતા હોય છે. પક્ષી આકાશમાંથી પટકાયું હોવાથી ગરમીના કારણે લૂ લાગવાથી પક્ષીનું મોત થયું હોવાની શક્યતા છે.

 

source: gujaratsamachar

અહમદાબાદ/Ahmedabad,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,View : 344

  Comments

  • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
  • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
  • Vgd19/06/2018Eh
  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
  • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • આત્મવિશ્વાસ એજ પ્રવ્રુત્તીનો પાયો છે, આત્મવિશ્વાસ વીના પ્રવ્રુત્તીનુ સાચુ પરીણામ ન મળે.