અક્કલ…..

  • દયા અને માધવીનો ઝઘડો!

    એક વખત જેઠાલાલ અને ભીડે પરિવાર ટ્રેનમાં સફર કરવા નીકળ્યા. તો ટ્રેનમાં બારી પાસેની સીટ માટે દયા અને માધવી લડવા લાગી....
    .
    .દયા કહેતી કે તેને ગરમી લાગે છે, બારીનો કાંચ ખુલ્લો રહેવા દો....
    .
    માધવી કહેતી કે તેને ઠંડી લાગે છે, બારી બંધ રહેવી જોઇએ..
    .
    બન્ને ઝઘડો કરવા લાગી અને એક સમયે તો મારવા સુધી બન્ને એકબીજાના વાળ ખેંચવા લાગી...
    .
    ત્યાં જેઠાલાલ પાણીની બોટલ ભરીને આવી પહોંચે છે,...
    .
    અરે કેમ ઝઘડો છો (બન્ને નો જવાબ સાંભળીને)...???
    .
    દયા, પહેલા જોઇ તો લે.....બારીમાં કાંચ જ નથી...નોનસેન્સ.....!!!

ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યાં જમીનમાં આડું છે શિવલિંગ, જાણો અન્ય ખાસિયતો

201631Aug
ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યાં જમીનમાં આડું છે શિવલિંગ, જાણો અન્ય ખાસિયતો

આ શિવાલયનું નિર્માણ પાંડવોએ કર્યું હોવાની માન્યતા છે. કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર ખાતે આવેલા શિવજીના દર્શન સાક્ષાત હિમાલયમાં શિવજીના દર્શન કર્યાની અનુભૂતિ ભક્તો કરે છે. શિવલિંગનો જળાભિષેક મંદિરમાંથી ખળખળ વહેતું પાણી કરે છે.

આ ઉત્કંઠેશ્વર મંદિરને લઇ એક લોકવાયકા પણ છે, જે અનુસાર વર્ષો પહેલા અહીં જાંબલી ઋષિનો વસવાટ હતો ત્યારે વાત્રક નદીના કાંઠે તેમને એક મહાયજ્ઞ કર્યો અને ભંડારમાંથી ભોજન જમવા મહંતોને આમંત્રણ આપ્યું. પરંતુ ભોજન માટે આવેલા સાધુઓએ જણાવ્યું કે તેઓ શિવજીના દર્શન કર્યા વિના ભોજન ગ્રહણ કરતાં નથી. ત્યારે ઋષિ જાંબલીએ પોતાની ઉત્કંઠાથી શિવલિંગ ઉત્પન્ન કર્યુ. આ શિવલિંગનો જળાભિષેક કરી અને સાધુઓએ ભોજન ગ્રહણ કર્યુ. ત્યારથી આ શિવજી ઉત્કંઠેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત થયા.

શ્રાવણ માસમાં દર સોમવારે અને રવિવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરની મુલાકાતે આવે છે. જ્યારે અમાસના દિવસે ઉત્કંઠેશ્વર મહાદેવના મંદિરે મેળો ભરાય છે. જેમાં રાજ્યભરમાંથી શિવભક્તો ઉમટી પડે છે. આ મંદિરની ખાસ વાત એ છે તે તેમાં શિવલિંગ જમીનમાં આડું છે, જે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ નથી. અહીં શ્રાવણ માસમાં લોકો અલગ અલગ ધાર્મિક વિધિ માટે પણ આવે છે.

source: sandesh

આધ્યાત્મિક/Spiritual,View : 733

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા વિનય થીજ શોભે છે. માનસમાં ગમે તેટલી બુદ્ધી હોય પણ વિવેક ના હોય તો શું કામની?