અક્કલ…..

  • દીકરાની ચાલાકી…

    પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે

    રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.

    પપ્પા: કોડા મઝાક કરમાં

    રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.

ગુજરાતના આ ગામમાં આખુ ભારત સમાયું છે, તેની અનોખી વાત સાંભળી ગર્વ થઈ જશે

201625Sep
ગુજરાતના આ ગામમાં આખુ ભારત સમાયું છે, તેની અનોખી વાત સાંભળી ગર્વ થઈ જશે

નાની ગલીઓ મળીને ગામ બને છે, ગામ મળીને એક જિલ્લો અને જિલ્લા-શહેરોથી રાજ્ય અને ત્યાર બાદ દેશ બને છે. પણ ગુજરાતમાં એક ગામ એવું પણ છે જે ગામમાં આખો ભારત દેશ સમાયેલો છે. આ ગામના ફળિયાના નામો ભારતના વિવિધ રાજ્યો પરથી રાખવામાં આવ્યા છે. આમ આ નાનકડા એવા ગામમાં સમગ્ર ભારતનો સમાવેશ થાય છે. આ ગામનુ નામ છે વીરપુર.

virpur village of sabarkantha

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું વિરપુર ગામ સંપૂર્ણ ભારત તરીકે ઓળખાય છે. આમ તો મોટાભાગના ફળિયા, રસ્તા, રાજ્યના માર્ગ પ્રતિષ્ઠિત લોકોના નામ પરથી રાખવામાં આવે છે, પરંતુ આ ગામમાં દરેક ગલીઓના નામ દેશના વિવિધ રાજ્યના નામ સાથે જોડી દેવામાં આવ્યાં છે. આ ગામની એક ગલીમાં ગુજરાત, બીજી ગલીમાં રાજસ્થાન, તો ત્રીજી ગલીમાં કાશ્મીર એવા નામ જોવા મળે છે.

આ ગામને અનેક એવોર્ડ મળ્યા છે, જે અહી દર્શાવે છે
આ ગામને અનેક એવોર્ડ મળ્યા છે, જે અહી દર્શાવે છે

આમ તો આ ગામને રાજ્યમાં શ્રેષ્ઠ, જિલ્લામાં શ્રેષ્ઠ અને તાલુકા શ્રેષ્ઠ ગામનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સ્વર્ણિમ ગામનો એવોર્ડ પણ આ ગામને મળ્યો છે. આ ગામ 100 ટકા શૌચાલય ધરાવે છે અને સંપુર્ણ રીતે સ્વચ્છ ગામ છે.

virpur village of sabarkantha

આ ગામના રહેવાસી મુકેશભાઈ વણકરે જણાવ્યું કે, અમારા ગામમાં કોઈ પ્રકારના વિવાદ ભાગ્યે જ થાય છે. ભાગ્યે જ કોઈ ગામ એવુ હશે, જેમાં સંપૂર્ણ ભારત સમાયેલું હશે. પ્રાંતવાદ, ભાષાવાદ, જાતીવાદ, કોમવાદના કારણે આજે સમગ્ર દેશમાં સત્તાની ઉથલ પાથલ થઈ રહી છે. ત્યારે વીરપુરમાં રાજ્યના નામ ગલી સાથે જોડી દેતા ગામના લોકોએ વિવિધ વિવાદોને ત્યજી દીધા છે. આ ગામમાં તમામ લોકો એક સંપ થઈને રહે છે. હિન્દુ હોય કે મુસલમાન બધા જ ધર્મના લોકો સાથે મળીને ધાર્મિક પ્રસંગો ઉજવે છે, તો કોઈ દિવસ આ ગામમાં ઝઘડા પણ નથી થયા.

virpur village of sabarkantha

વિરપુર ગામની વાત કરીએ તો આ ગામમાં કચરો પણ ડોર ટુ ડોર ઉપાડવામાં આવે છે. ત્યાર બાદ તેને ગામથી દૂર લઈ જઈને તેનો નાશ કરાય છે. તો ગામના તમામ રસ્તાઓ એકદમ ચોખ્ખા અને સુંદર છે.

ગામમાં ગંદકીનુ નામોનિશાન નથી. આ ગામના ફળિયાના નામ રાજ્યના નામ પરથી પાડવાનો વિચાર વિરપુરના પૂર્વ સરપંચને આવ્યો હતો. ભુતકાળમાં અહી વિવાદો થયા હતા અને કેટલાક લોકો પર હુમલા થયા હતા. જેને લઈને સરપંચે આ ગામને એક સંપ રહેવા માટે ફળિયાના નામ રાજ્યના નામ પરથી પાડી દીધા. જેને લઈને તમામ લોકો એકબીજા ઘરે જઈ શકે. બધા જ એક સરખા છે. તે રીતે ભારતભરના રાજ્યોના નામ ફળીયાના નામ પરથી રાખી દીધા અને ત્યારથી આ ગામમાં બધા લોકો શાંતિથી રહે છે.

 

source: sandesh

સાબરકાંઠા/Sabarkantha,View : 576

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • અસત્ય અંધકારરૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલી વ્યક્તિ પ્રકાશ જોઈ શક્તી નથી.