ગુજરાતના આ ગામના લોકો છે લકી, વર્ષે બે વાર ગરબે ઘૂમે છે

201628Sep
ગુજરાતના આ ગામના લોકો છે લકી, વર્ષે બે વાર ગરબે ઘૂમે છે

નવલા નોરતામાં ગુજરાતભરના ગામડાઓમાં નવ રાતો રળિયામણી બની રહે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં એક ગામ એવું છે કે જે સાવ કોરું હોય છે. અહી ન તો રાસની રમઝટ થાય છે કે, ન કોઈ રાત ગરબાથી ગુંજતી હોય છે. આવુ કેમ ચાલો જોઈએ.

હિંમતનગર તાલુકામા ગઢોડા ગામ આવેલું છે. અહી જૂની પરંપરા મુજબ આસો માસમાં નવરાત્રિ થતી નથી. અહી ચૈત્રી મહિનામાં જ નવરાત્રિ થાય છે. આ પાછળનુ કારણ એ છે કે, આ ગામની સ્થાપના 1962માં ચૈત્ર માસમાં થઈ હતી અને આ ગામનુ નામ પણ ગઢ ભવાની માતાજીના મંદિર પરથી પડ્યું હતું.

જેના કારણે અહિ આસોમાં નવરાત્રિ રમાતી નથી અને ગામના તમામ લોકો આસોની નવરાત્રીનિ મજા માણી શકતા નથી. તેથી આ સમય દરમિયાન તેઓ આજુબાજુના ગામમાં કે સ્વજનોને ત્યાં ગરબા રમવા જાય છે. તો બીજી બાજુ આ ગામના લોકો પોતાને નસીબદાર માને છે કે, તેમને વર્ષમાં બે વાર નવરાત્રિનો લાભ મળી રહે છે.

gathda village sabarkantha

ગામના વતની ભાવનાબહેને કહ્યું કે, નવરાત્રિ બે હોય છે અને અમે નસીબદાર છીએ કે અમને બે નવરાત્રિ રમવા મળે છે. આસો માસમાં અમે આજુબાજુના ગામમાં પણ નવરાત્રિ માણવા જઈએ છીએ. જ્યારે અન્ય સ્થાનિક મનીષા પરમારે કહ્યું કે, ગઢોડામાં ચૈત્ર માસમાં જ નવરાત્રિ થાય છે. કારણ કે અહિ વર્ષોથી નિયમ થઈ ગયો છે કે ચૈત્રમાં નવરાત્રિ રમવી.

ચિત્રા નક્ષત્રમાં ગરમીના પ્રકોપથી બચવા માટે અને તેની ઉપાસના કરવા માટે ચૈત્રી નવરાત્રિ અહિ છેલ્લા 50 વર્ષથી ઉજવાય છે. વડીલોનુ માનીએ તો, અહીં બ્રમ્હાની માતાજીની પૂજા કરાય છે. કારણ કે ખેડબ્રમ્હાથી માતાજીને અહિ લાવવામાં આવ્યા હતા. અહિ ગઢેશ્વર માતાજીની ટેકરી પર માતાજીનો દીવો મૂકવામાં આવ્યો અને ત્યારથી આ ગામમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. તો અહિ પાંડવો અને કૌરવોએ પણ મહાભારત કાળમાં પડાવ નાખેલો હતો અને તેમણે પણ અહિ પુજા કરી હોવાનું કહેવાય છે. ગામના વડી વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને આજે પણ જાળવી રાખી છે. ચૈત્રી માસે ચિત્રા નક્ષત્ર હોવાને કારણે નવરાત્રી યોજે છે.

ગઢોડા ગામમાં નવરાત્રિ પણ ચૈત્રમાં જ રમાય છે અને આસો માસમાં ગરબા રમાતા નથી તો સામે જેમને નવરાત્રિની મજા લેવી હોય તો ગામમાં નાના ગરબા મૂકીને કે પછી આજુબાજુના ગામમાં કે શહેરમાં જઈને ગરબાનો આનંદ લે છે. પણ ચૈત્રી માસમાં આ ગામના લોકો ધામધૂમથી ગરબા યોજે છે.

ગઢોડાના નવરાત્રિ મંડળના પ્રમુખ ધીરજ પટેલ કહે છે કે, ચિત્રા નક્ષત્રમાં ગરમીના પ્રકોપથી બચવા માટે અને તેની ઉપાસના કરવા માટે ચૈત્રી નવરાત્રિ અહિ વર્ષોથી ઉજવાય છે. ખેડબ્રમ્હાથી માતાજીને અહિ લાવવામાં આવ્યા હતા. અહિ ગઢેશ્વર માતાજીની ટેકરી પર માતાજીનો દિવો મુકવામાં આવ્યો અને ત્યારથી આ ગામમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે.

આ ગામના ખેલૈયાઓને ગામમાં આસો માસમાં નોરતા ન થતા હોવાનો જરા પણ રંજ નથી. કેમ કે ચૈત્રી માસમાં નોરતા હોવાના કારણે તેમને વર્ષમાં બે વખત એટલે કે 18 દિવસ સુધી ગરબાની મોજ માણવા મળે છે. જેને લઈને ખેલૈયાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે.

 

source: sandesh

સાબરકાંઠા/Sabarkantha,View : 596

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • એક હાથ કોઈને મદદ માટે ફેલાય તે પ્રાથના માટે જોડાયેલા બે હાથ કરતા વધારે મુલ્યવાન હોય છે.