અક્કલ…..

  • તને કોઇ ભુલી શકે ?

    એક બુઝુર્ગ પતિ-પત્ની કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. પત્ની ગાડી ચલાવી રહી હતી ત્યા સામે એક સિગ્નલ આવ્યુ જે વૃધ્ધ પત્નીને દેખાયુ નહી.

    આગળ પોલીસ કર્મચારીએ ગાડી ઉભી રાખી અને કહ્યુ,

    ''મેડમ, તમને ખયાલ છે તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે ?''

    પત્ની થોડુ ઉંચુ સાભળતી હતી તેથી તેણે પતિ સામે ફરીને પૂછ્યુ કે પોલીસ વાળો શું કહે છે..

    પતિએ કહ્યુ, ''એ કહે છે કે તેં ટ્રાફિકનો નિયમ તોડ્યો છે.''

    પોલીસ કર્મચારી, ''મેડમ, શું હું તમારુ લાઇસન્સ જોઇ શકુ ?''

    પત્ની ફરી તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે શું કહે છે પોલીસવાળો..

    પતિએ કહ્યુ કે પોલીસ કર્મચારી તેનુ લાઇસન્સ જોવા માગે છે..

    પત્નીએ પોલીસ કર્મચારીને લાઇસન્સ આપ્યુ..પોલીસ કર્મચારીએ લાઇસન્સ જોઇને કહ્યુ,

    ''અચ્છા તો તમે અમદાવાદના છો..હુ પણ ત્યાં ઘણો સમય નોકરી કરતો હતો. અને એક દિવસ અત્યંત બદસુરત મહિલા સાથે ડેટ પર ગયો હતો..આજ સુધી તેના જેવી ભયંકર અને કદરૂપી બાઇ મેં જોઇ નથી..!!!''

    પત્ની તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે પોસીલવાળો શું કહેતો હતો..

    પતિએ કહ્યુ, ''કહે છે કે તને ઓળખે છે !!!''

ગીર પંથકમાં મેઘાની સટાસટી, આંબળાશમાં છ કલાકમાં મુશળધાર 8 ઇંચ વરસાદ

201721Jul
ગીર પંથકમાં મેઘાની સટાસટી, આંબળાશમાં છ કલાકમાં મુશળધાર 8 ઇંચ વરસાદ

તાલાલા સહિત ગીર પંથકમાં આજે બપોરથી મેઘરાજાએ જમાવટ કરી વરસવાનું ચાલુ કરતા આંબળાશ ગામ અને આસપાસનાં વિસ્તારોમાં બે કલાકમાં ધમાકેદાર ચાર ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી - પાણી થઇ ગયેલ. જયારે તાલાલામાં સાંજે પાંચ થી છ એક કલાકમાં મુશળધાર બે ઇંચ વરસાદ ખાબકતા સ્વયંભુ કર્ફયુ થઇ ગયો હતો.

તાલાલા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો તેમજ સાસણ ગીર જંગલમાં પણ વરસાદ પડી ગયો હતો. આ લખાય છે ત્યારે પણ ઘોધમાર વરસાદ વરસવાનું ચાલુ હોય મેઘરાજાની જમાવટથી ગીર પંથકનાં લોકો ખુશ ખુશાલ બન્યાં છે.

સુત્રાપાડા - ધામળેજ પંથકમાં ત્રણ ઇંચ વરસાદ સુત્રાપાડા સહિત ધામળેજ અને ગ્રામ્ય પંથકોમાં ગુરૂવારે બપોરનાં ત્રણ વાગ્યાથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સાંજનાં 6 સુધીમાં ત્રણ ઇંચ જેવું પાણી વરસાવી દીધુ હતું.

દરિયામાં પણ કરંટ જોવા મળેલ અને ઉંચા મોજાઓ ઉછળી રહયાં હતાં. તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. વેરાવળમાં મોડી રાત્રીનાં બે ઈંચ પાણી વરસ્યું વેરાવળ શહેરમાં ગુરૂવારે રાત્રીનાં મેઘરાજાએ આગમન કરી બે ઈંચ જેવું પાણી વરસાવી દીધું હતું. તાલુકાનાં ગ્રામ્ય પંથકોમાં પણ સારો વરસાદ પડી ગયાનાં અહેવાલ મળી રહ્યાં હતા.

કોડીનાર અને ગ્રામ્ય પંથકમાં 1 ઈંચ વરસાદ કોડીનાર અને ગ્રામ્ય પંથકમાં પણ ગુરૂવારે રાત્રીનાં સમયે એક ઈંચ જેવું પાણી પડી ગયું હતું.

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી સારો વરસાદ પડી રહ્યો હોય ખેતી પાકનું ચિત્ર વધુ ઉજળું બન્યું છે. જ્યારે નાઘેર ગણાતા ઉના-ગીરગઢડા પંથકમાં મેઘરાજાએ ગુરૂવારે વિરામ લીધો હતો. લોકોમાં વરસાદથી રાહતની લાગણી પ્રસરી છે.

 

source: divyabhaskar

ગીર સોમનાથ/Gir Somnath,View : 502

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ખીલખીલાટ હસતું બાળક મોટું થતાજ હસવા નું ભૂલી જાય છે, નક્કી આપણી સમાજ વ્યવસ્થા માં કઈક ખામી રહેલ છે.