અક્કલ…..

 • નિગ્રો અને એંજીલ

  નિગ્રો મરી ગયો અને સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં એંજીલે પૂછ્યુ
  તમે કોણ છો ?
  નિગ્રોએ એંજલને ઈમ્પ્રેસ કરવા કહ્યુ - હું ટાઈટેનિકનો હીરો છુ...
  એંજીલ - (આશ્ચર્યમાં) ટાઈટેનિક ડૂબી ગયુ હતુ કે બળી ગયુ હતુ (?)

ગીરમાં સિંહના અકુદરતી મૃત્યુને મુદ્દે પિટિશન ફાઈલ કરવામાં આવી

201601Oct
ગીરમાં સિંહના અકુદરતી મૃત્યુને મુદ્દે પિટિશન ફાઈલ કરવામાં આવી

ગીરના અભયારણ્યમાં સિંહ, સિંહણ અને દીપડાઓના થઈ રહેલા અકુદરતી મૃત્યુ અંગે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવા માટે આજે રજૂ કરવામાં આવી હતી. આ પીટીશન અંગે આગામી સોમવારે સુનાવણી હાથ ધરાવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાંચ વર્ષમાં ૨૫થી વધુ સિંહ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હોવાની પીટીશનમાં રજૂઆત કરવામાં આવી રહી છે. ખાસ કરીને નીલગાય ખેતરોમાં પ્રવેશી ન જાય તે માટે કરવામાં આવી રહેલી વીજળીના તારની વાડને પરિણામે સિંહના અકુદરતી મૃત્યુ થઈ રહ્યા છે.

આ બાબતમાં વન ખાતાના અધિકારીઓ યોગ્ય તપાસ ન કરતાં હોવાની રજૂઆત પણ પીટીશનમાં કરવામાં આવી છે. તેની સાથે જ આ પ્રકારના કેસમાં સીઆઈડી ક્રાઈમ કે પછી સીબીઆઈના માધ્યમથી તપાસ કરાવવાની પણ માગણી કરવામાં આવી છે.

નીલગાય પાકનું ભેલાણ ન કરે તે માટે ૧૦ વોટના કરન્ટ સાથેની કાંટાળી વાડ કરવાની મંજૂરીનો ગેરલાભ ઊઠાવીને તેને બદેલ હેવી કરન્ટવાળી વાડ રાખવામાં આવે છે. તેને પરિણામે આ દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. આ વિસ્તારમાં ૧૨૧ જેટલા દીપડાઓના પણ અકુદરતી મૃત્યુ નીપજ્યા છે.

 

source: sandesh

ગીર સોમનાથ/Gir Somnath,View : 726

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિવેકથી વિવેક જન્મે છે, અને તેનો વિનિયોગ અવિરત ચાલ્યા કરે તો પૃથ્વી પર સ્વર્ગ ઉતર્યા વિના ન રહે.