અક્કલ…..

 • બીએમડબલ્યુ

  એક વાર છગન પોતાની પ્રેમિકા લીલીને બીએમડબલ્યુમાં બેસાડીને લોંગ ડ્રાઈવ લઈ ગયો.. એક સ્થળ પર તેણે ગાડી રોકીને કહ્યુ - આજ સુધી મેં તારાથી એકવાત સંતાડી છે.
  લીલી (ગભરાઈને) બોલી - કંઈ વાત ?
  છગન - .. કે હું પરણેલો છુ......
  લીલી - તે તો મારો શ્વાસ જ અધ્ધર કરી નાંખ્યો હતો.. મને લાગ્યુ કે બીએમડબલ્યુ કાર તારી નથી.

ગિરસોમનાથ જિલ્લામાં ખનીજ દ્રવ્યોની થતી બેફામ ચોરીઓ

201711Mar
ગિરસોમનાથ જિલ્લામાં ખનીજ દ્રવ્યોની થતી બેફામ ચોરીઓ

ગુજરાતમાં મૂડીરોકાણ કરવાને નામે ખેડૂતોની જમીન મેળવી લઈને તેના પર ઔદ્યોગિક એકમો નાખ્યા વિના તેના પર બૅન્કમાંથી લોન લઈને ઔદ્યોગિક સાહસિકો ખેડૂતોને અન્યાય કરી રહ્યા છે.

આ ઔદ્યોગિક સાહસિકો તે જમીન પર ઔદ્યોગિક એકમો ચાલુ ન કરે તો તેમની પાસેથી તે જમીન પરત લઈને ખેડૂતોને પાછી આપી દેવાની કાર્યવાહી કરવી જોઈએ.

સિમેન્ટનું ઉત્પાદન કરતાં એકમો દ્વારા અને ખાણખનીજ માફિયાઓ દ્વારા ગિરસોમનાથ જિલ્લામાં ખનીજની બેફામ ચોરીઓ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ આજે ગુજરાત વિધાનસભામાં કરવામાં આવ્યો હતો.

ઉદ્યોગ અને ખાણખનીજ વિભાગની માગણીઓ પર બોલતા કોન્ગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે જણાવ્યું હતું કે એસઈઝેડના અનુસંધાનમાં હસ્તગત કરવામાં આવી રહેલી જમીનના સંદર્ભમાં આ પ્રકારની ઘટનાઓ ખાસ્સી બની રહી છે.

તેમણે કહ્યું હતું કે સરકાર નાના ઉદ્યોગોને ભોગે મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે. મોટા ઉદ્યોગો ગુજરાતમાં એકમો નાખે છે, પરંતુ તેની સાથે તેમણે ૮૦ ટકા સ્થાનિકોને રોજગારી આપવાની સરકારે મૂકેલી શરતોનું પાલન જ કરતાં નથી.

આમ ગુજરાતમાં આવેલા મોટા ઔદ્યોગિક એકમોએ વાસ્તવમાં કેટલા સ્થાનિકોને રોજગારી આપી છે તેના આંકડાઓ સરકારે જ જાહેર કરવા જોઈએ. સરકાર આ આંકડાઓ જાહેર કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. નાના ઉદ્યોગો માટે નવી જીઆઈડીસી સ્થાપીને તેમને પ્રોત્સાહન આપવાની માગણી પણ આજે વિધાનસભામાં કરવામાં આવી હતી.

મોટા ઉદ્યોગોને લાવવાના સરકારના અતિરેકને પરિણામે નાના ઉદ્યોગો તૂટી રહ્યા છે. નાના ઉદ્યોગો તેમને કારણે જ માંદા પણ પડી રહ્યા છે. આ સંજોગોમાં સરકારે નાના ઉદ્યોગને મદદ કરવી જોઈએ તેવી માગણી પણ ઉદ્યોગ અને ખાણખનીજ વિભાગની માગણીઓ અંગેની ચર્ચામાં કરવામાં આવી હતી.

મોટા ઉદ્યોગો દ્વારા અને ખાણખનીજ માફિયાઓ દ્વારા ગિરસોમનાથ જિલ્લામાં ખનીજનું બેફામ ઉત્ખનન કરીને સતત ચોરી કરવામાં આવી રહી છે. નિરંકુશ બનેલા ખાણ માફિયાઓ પાસેથી ગિરસોમનાથ જિલ્લામાં કરોડોની વસૂલી કરવાની બાકી છે.

તેમના વિરુદ્ધ ફરિયાદ અને રજૂઆતો કરવામાં આવ્યા બાદ પણ સરકાર તરફથી કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. સરકારી તંત્ર દરોડા પાડવાનો દેખાવ કરે છે. પાંચ પંદર દિવસ શાંતિ જળવાય છે, પછી જૈસે થે કારોબાર ચાલુ થઈ જાય છે.

ખનીજ ચોરી કરતાં ખાનગી ઉદ્યોગને રૃા.૧,૮૨,૪૨,૪૦૦નો દંડ ન ભરવો પડે તે માટે સરકારી અધિકારીઓએ ગોચરની જમીન તેને નામે કરી આપી છે. આ ગોચરની જમીનમાંથી જ તેણે બેફામ ખનીજ ચોરી કરી છે. કોઈપણ નિયમ હેટળ આ રીતે જમીન એક્સચેન્જ થઈ શકતી નથી. છતાંય ભાજપ સરકારમાં આ ગરબડ ચાલી રહી છે.

 

source: gujaratsamachar

ગુજરાત/Gujarat,ગીર સોમનાથ/Gir Somnath,View : 855

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે.