અક્કલ…..

  • નો મોર ..

    એક બસ માં કોલેજ ની બધી છોકરીઓ ચડી ગઈ અને બસ ફૂલ

    કંડકટર : નો મોર …,

    એક ગુજરાતી બાપા: કા નવરીના …! ઢેલ બધી ચડાવી દીધી અને અમે આવ્યા તો નો મોર ..

ગરમીમાં રાહત: અમદાવાદમાં ૩૭.૪ ડિગ્રી તાપમાન

201705Apr
ગરમીમાં રાહત: અમદાવાદમાં ૩૭.૪ ડિગ્રી તાપમાન

અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ગરમીમાં રાહતનો દોર જારી રહ્યો છે. સુરેન્દ્રનગરને બાદ કરતા રાજ્યના મોટાભાગના શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી નીચે રહ્યો હતો.

સુરેન્દ્રનગર ૪૦.૫ ડિગ્રી સાથે રાજ્યનું 'હોટેસ્ટ સિટી' બની રહ્યું હતું. આજે અમદાવાદમાં ૩૭.૪ ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં સોમવારે રાત્રે અને આજે વહેલી સવારે ઠંડો પવન ફૂંકાયો હતો. જોકે, હવે માત્ર બે-ત્રણ દિવસ ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારથી ગરમીનો પારો વધવા લાગશે.

આગામી સોમવારે ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચી શકે છે. જોકે, હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાના મતે ગરમીમાં ઘટાડાનો સિલસિલો હજુ ત્રણ દિવસ જારી રહેશે. શુક્રવારે સરેરાશ મહતમ તાપમાનનો પારો ૩૫ ડિગ્રીએ પહોંચી શકે છે.

આ પછી આગામી બુધવારે ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જશે અને ઉનાળો તેનો અસલ મિજાજ બતાવવાનું શરૃ કરી દેશે. વલસાડમાં વાતાવરણ પલટાતા સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૯.૧ ડિગ્રી નોંધાયો હતો.

રાજ્યના અન્ય શહેરમાંથી ગાંધીનગરમાં ૩૭.૮, વડોદરામાં ૩૭.૬, અમરેલીમાં ૩૮.૮, ભાવનગરમાં ૩૮, સુરતમાં ૩૨.૨, રાજકોટમાં ૩૯.૩ અને ભૂજમાં ૩૬.૫ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

 

source: gujaratsamachar

અહમદાબાદ/Ahmedabad,સુરેન્દ્રનગર/Surendranagar,ગાંધીનગર/Gandhinagar,વડોદરા/Vadodara,અમરેલી/Amreli,ભાવનગર/Bhavnagar,સુરત/Surat,રાજકોટ/Rajkot,View : 660

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.