અક્કલ…..

  • નો મોર ..

    એક બસ માં કોલેજ ની બધી છોકરીઓ ચડી ગઈ અને બસ ફૂલ

    કંડકટર : નો મોર …,

    એક ગુજરાતી બાપા: કા નવરીના …! ઢેલ બધી ચડાવી દીધી અને અમે આવ્યા તો નો મોર ..

ગરમીએ પ્રભુત્વ જમાવ્યું: ૧૧ શહેરમાં પારો ૪૧ ડિગ્રીને પાર

201703May
ગરમીએ પ્રભુત્વ જમાવ્યું: ૧૧ શહેરમાં પારો ૪૧ ડિગ્રીને પાર

મે મહિનાના પ્રારંભ સાથે જ ઉનાળાએ તેના અસલ મિજાજમાં આવવાનું શરૃ કરી દીધું છે. આજે અમદાવાદ સહિત રાજ્યના ૧૦ શહેરમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થઇ ગયો હતો. ૪૨.૮ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર, અમરેલી રાજ્યના 'હોટેસ્ટ સિટી' બની રહ્યા હતા. આજે અમદાવાદમાં સરેરાશ મહતમ તાપમાન ૪૧.૯ ડિગ્રી નોંધાયું હતું.

આ ઉપરાંત ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન પણ વધીને તેનો પારો ૨૭.૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. અમદાવાદમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગરમીનો પારો ૪૨ ડિગ્રીની આસપાસ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાના મતે આગામી ૧૩ મે સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર થઇ શકે છે. અમદાવાદમાં મે મહિનામાં પડતી સૌથી વધુ ગરમીની વાત કરવામાં આવે તો ગત વર્ષે ૨૦ મે ના પારો ૪૮ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જે અમદાવાદમાં મે મહિના દરમિયાન નોંધાયેલી સૌથી વધુ ગરમીનો રેકોર્ડ છે.

આ ઉપરાંત છેલ્લા ૧૦ વર્ષમાં મે મહિનામાં ગરમીનો પારો સરેરાશ ૪૪.૫ ડિગ્રીની આસપાસ રહ્યો જ છે. આ વખતે પણ ગત વર્ષની જેમ પારો ૪૮ ડિગ્રીએ પહોંચી શકે છે તેવી હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવેલી છે.

રાજ્યમાં ક્યાં વધારે ગરમી? 

અમરેલી ૪૨.૮

સુરેન્દ્રનગર ૪૨.૮

ગાંધીનગર ૪૨.૪

રાજકોટ ૪૨.૩

અમદાવાદ ૪૧.૯

વડોદરા ૪૧.૭

કંડલા એરપોર્ટ ૪૧.૫

ગાંધીનગર ૪૧.૪

ડીસા ૪૧.૪

વલ્લભવિદ્યાનગર ૪૧.૨

ભૂજ ૪૧.૦

ભાવનગર ૩૯.૦

સુરત ૩૬.૦

 

source: gujaratsamachar

અમરેલી/Amreli,સુરેન્દ્રનગર/Surendranagar,ગાંધીનગર/Gandhinagar,રાજકોટ/Rajkot,અહમદાબાદ/Ahmedabad,વડોદરા/Vadodara,ભાવનગર/Bhavnagar,સુરત/Surat,View : 516

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.