અક્કલ…..

 • ઓક્સફર્ડ

  શિક્ષક - ઓક્સફર્ડ મતલબ શુ છે ?
  વિદ્યાર્થી - ઓક્સ મતલબ બળદ, ફોર્ડ મતલબ ગાડી તેથી ઓક્સફર્ડ મતલબ બેલગાડી

ગણેશ વિસર્જન દરમ્યાન મહુધા અને કપડવંજમાં મૂશળધાર વરસાદ

201616Sep
ગણેશ વિસર્જન દરમ્યાન મહુધા અને કપડવંજમાં મૂશળધાર વરસાદ

ગુરૃવારે વિઘ્નહર્તાના વિસર્જન પ્રસંગે ખેડા જિલ્લામાં કેટલાક સ્થળોએ વરસાદનું વિઘ્ન સર્જાયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીવાળા વાતાવરણ વચ્ચે આજે એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.

દરમ્યાન જિલ્લાના મહુધા પંથકમાં એક ઈંચથી પણ વધારે જ્યારે કપડવંજ પંથકમાં અડધા ઈંચ ઉપરાંત વરસાદ પડયો હતો. એટલું જ નહીં પણ મહેમદાવાદ નજીક સિહુંજ ચોકડીથી મહુધા વીજ કંપનીની કચેરી તથા નજીકમાં મહુધા ચોકડી પાસે મળી સાતથી આઠ જેટલ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જેના કારણે મહુધાથી મહેમદાવાદ વચ્ચેનો રસ્તો બ્લોક થઈ ગયો હતો અને મહેમદાવાદ તથા અમદાવાદ તરફ જતા ટ્રાફિકને ડાયવર્ટ કરવો પડયો હતો.

છેલ્લા ત્રણ અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. સાર્વજનિક ગણેશ મહોત્સવ દરમ્યાન જિલ્લામાં ક્યાય વરસાદ વરસ્યો નહોતો. બાદમાં આજે ગણેશ વિસર્જન પ્રસંગે ખેડા જિલ્લામાં કેટલીક જગ્યાએ આકાશમાં વાદળો અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જેમાં મહુધા અને મહેમદાવાદ વચ્ચે તેમજ કપડવંજ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

જેના કારણે આ માર્ગો પરથી ગણેશ વિસર્જન માટે થઈ રહેલા ભક્તોને થોડો સમય મુશ્કેલીમાં મૂકાવવું પડયું હતું. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મહુધા તાલુકામાં આજે સાંજે ૪થી ૬માં ર૭ મી.મી. તથા કપડવંજ પંથકમાં ૧૬ મી.મી. મળી કુલ ૪૩ મી.મી. વરસાદ પડયો હતો.

એટલું જ નહીં સિહુંજ પાસે મહુધા નજીક કેટલાક વૃક્ષો તૂટી પડયા હતા. જેના કારણે મહુધાથી મહેમદાવાદનો રસ્તો બ્લોક થઈ ગયો હતો. જેના કારણે મહુધાથી મહેમદાવાદ અને અમવાદાવાદ તરફ જતા વાહનોને બીજા રસ્તે ડાયવર્ટ થવું પડયું હતું. જ્યારે મહુધા ચોકડી પાસે પણ એક કેબિન પર વૃક્ષ ધરાશાયી થયું હોવાના અહેવાલો મળ્યા છે.

જોકે, આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી. પણ આ ઘટનાના પગલે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. તેમજ મહેમદાવાદ અને અમદાવાદ તરફ જતા વાહનચાલકોને ડાયવર્ઝનના કારણે વધુ અંતર કાપવું પડયું હતું. આજે બપોરે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં વાદળો છવાઈ જતા વાતાવરણ વાદળછાયું બન્યું હતું.

આ સ્થિતિમાં મહુધા અને કપડવંજ પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જ્યારે મહેમદાવાદ સહિત જિલ્લામાં અન્ય કેટલાક સ્થળોએ નહિવત્ વરસાદ પડયો હતો. નડિયાદમાં પણ નમતી બપોરે આકાશમાં વાદળો છવાતા વાતાવરણ ધૂંધળું બન્યું હતું.

પવનોના કારણે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. વાતાવરણમાં એકાએક આવેલા પલ્ટાના કારણે હવે વરસાદનું ઝાપટું પડવાની લોકોમાં ભીતિ ઊભી થઈ હતી.

source: gujaratsamachar

ખેડા/Kheda,આણંદ/Anand,View : 924

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ક્ષમા અને માં બને એક છે કારણ કે માફ કરવા માં બંને નેક છે