અક્કલ…..

  • બાપુ ગયા બેંક

    મેનેજર - નોટ ફાટેલી છે નહી ચાલે બીજી આપો
    બાપુ - હુ મારા ખાતામાં જમા કરાવું છુ એમા તારે શુ ?

ખેરગામ: પતિની નજર સામે જ પત્નીએ મોતની છલાંગ લગાવી, કલાકની શોધખોળ બાદ લાશ મળી

201614Oct
ખેરગામ: પતિની નજર સામે જ પત્નીએ મોતની છલાંગ લગાવી, કલાકની શોધખોળ બાદ લાશ મળી

નવસારી જિલ્લાના ખેરગામ નજીક આવેલા પેલાડભૈરવી ગામે આવેલા ઔરંગા નદીના પુલ પરથી બાઈક પર પતિ અને પત્ની ખેરગામ દવાખાને જઈ રહ્યા હતા.ત્યારે અચાનક પત્નીએ બાઈક થોભાવી ઉતરીને સીધી પુલ ઉપરથી નદીમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી હતી.

મળતી માહિતી પ્રમાણે ગુરૂવારે સવારે સાડા નવ કલાકે દંપતી બાઈક ઉપર મરબાથી ખેરગામ આવી રહ્યા હતા. તેઓ પેલાડભૈરવીથી પસાર થતી ઔરંગા નદીના પુલ ઉપરથી બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા.

તે વખતે અસ્મિતાએ પ્રિતમને બાઈક ઉભી રાખવા જણાવ્યું હતું. પ્રિતમે બાઈક ઉભી રાખી બાઈક ઉપરથી ઉતરે એ પહેલા જ અસ્મિતાએ પુલ ઉપરથી સીધો નદીમાં કૂદકો કાર્યો હતો. ગભરાયેલા પ્રિતમે બૂમાબૂમ કરતા લોકો તથા રસ્તે પસાર થતા રાહદારીઓ ભેગા થઈ ગયા હતા.

એક કલાકની શોધખોળ બાદ તેની લાશ નદીમાં મળી આવી હતી. આ બાબતે પોલીસને જાણ થતા ખેરગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
khergam-1

વલસાડ તાલુકાના મરબા ગામે ભગત ફળિયામાં રહેતા પ્રિતમ પ્રભુભાઈ પટેલના લગ્ન છ મહિના પૂર્વે અસ્મીતા જેન્તીભાઈ પટેલ (ઉ.વ. 22) સાથે થયા હતા.

 

source: sandesh

નવસારી/Navsari,વલસાડ/Valsad,View : 1203

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Happiness is in the heart, not in the circumstances.Unknown