અક્કલ…..

 • ચોર

  એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
  પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
  બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

ખેડૂતોનો રોષ ખાળવા તુવેર, મગ, અડદ જેવા કઠોળના ટેકાના ભાવમાં વધારો

201719Jun
ખેડૂતોનો રોષ ખાળવા તુવેર, મગ, અડદ જેવા કઠોળના ટેકાના ભાવમાં વધારો

મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે ભાવોમાં ધીમો ચમકારો જોવા મળ્યા હતો. સરકારે સોયાબીન સીડના ટેકાના ભાવો રૃ.૨૭૭૫થી વધારી રૃ.૩૦૫૦ કર્યાના સમાચારો હતા.

આના પગલે તેલિ-બિયાં બજારમાં આજે ઘટયા મથાળે આંતરપ્રવાહો મક્કમ બતાવાતા હતા. સોયાતેલ વાયદો ટેકાના ભાવો વધ્યા પછી રૃ.૬૪૦ થઈ છેલ્લે રૃ.૬૩૬.૭૦ બોલાતો હતો. સરકારે તૂવેર, મગ, અડદ વિ. કઠોળના ટેકાના ભાવો પણ વધાર્યા છે.

બોનસ સાથે ભાવો ગણતાં તૂવેરના ટેકાના ભાવો રૃ.૫૦૫૦થી વધી રૃ.૫૪૫૦, મગના ટેકાના ભાવો રૃ.૫૨૨૫થી વધી રૃ.૫૫૭૫ તથા અડદના ટેકાના ભાવો રૃ.૫૦૦૦થી વધી રૃ.૫૪૦૦ કરાયાના સમાચારો હતા. વિશ્વબજારના સમાચારો પ્રોત્સાહક હતા.

અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૩૭થી ૪૧ પોઈન્ટ વધ્યાના સમાચારો હતા જ્યારે ત્યાં સોયાખોળના ભાવો પણ વધ્યા છે. ઉપરાંત ત્યાં સોયાબીનના ભાવો વાયદાના ઓવરનાઈટ ૪૨થી ૬૦ પોઈન્ટ ઉછળ્યાના સમાચારો હતા. દરમિયાન, ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ માઈન્સમાં બોલાઈ રહ્યો હતો.

મુંબઈમાં આજે પામતેલના ભાવો ૧૦ કિલોના હવાલા રિસેલના રૃ.૫૪૬ વાળા રૃ.૫૪૭ જ્યારે જેએનપીટીના ભાવો રૃ.૫૪૨ રહ્યા હતા. રૃ.૫૪૩માં ૫થી ૧૫ જુલાઈની ડિલીવરીની શરતે આજે આશરે ૫૦૦થી ૧૦૦૦ ટનના વેપારો થયા હતા. ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવો જે તાજેતરમાં રૃ.૫૦૦ની અંદર જતા રહ્યા હતા તે આજે ફરી રૃ.૫૦૦ને આંબી ગયા હતા.

સિંગતેલના ભાવો રૃ.૯૪૦, કપાસીયા તેલના રૃ.૬૪૦, સનફલાવરના ભાવો રૃ.૫૯૫ તથા રિફાઈન્ડના રૃ.૬૫૨, સોયાતેલના ભાવો ડિગમના રૃ.૫૮૫ તથા રિફાઈનરીના રૃ.૬૨૫ બોલાતા હતા. ભાવો એકંદરે ઉંચા બોલાઈ રહ્યા હતા. કોપરેલ નરમ હતું.

ભાવો ૧૦ કિલોના રૃ.૧૨૩૦ વાળા રૃ.૧૨૨૦ રહ્યા હતા. દરમિયાન, રાજકોટ બાજુ આજે ભાવો સિંગતેલના રૃ.૯૦૦ તથા ૧૫ કિલોના રૃ.૧૪૨૦થી ૧૪૩૦ રહ્યા હતા જ્યારે ત્યાં કોટન વોશ્ડના ભાવો રૃ.૬૦૫ રહ્યા હતા.

દિવેલના ભાવો એફએસજી કંડલાના રૃ.૯૧૮ વાળા રૃ.૯૧૬ રહ્યા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવો તથા ખોળ બજારમાં ભાવો આજે શાંત રહ્યા હતા. દેશમાં તાજેતરમાં વિવિધ ખાદ્યતેલોની આયાતમાં વૃધ્ધિ નોંધાઈ છે.

દરમિયાન, દેશમાં હવે વરસાદની ચાલ પર બજારોની નજર રહી છે. જોકે વિવિધ રાજ્યોમાં વરસાદ ખેંચાતા કૃષી બજારો તથા કૃષી જગતમાં હાલ ચિંતાની લાગણી દેખાઈ છે.

ઘરઆંગણે મગફળીની આવકો ગોંડલ યાર્ડમાં આશરે નવ હજાર ગુણી આવી હતી તથા ત્યાં ભાવો ૨૦ કિલોના જાતવાર રૃ.૭૦૦થી ૮૩૦ રહ્યા હતા. રાજકોટ બાજુ ભાવો રૃ.૬૮૦થી ૮૭૫ રહ્યા હતા. સિંગદાણાની ઓલ મિડિયા આવકો હાલ દૈનિક સરેરાશ બેથી અઢી લાખ ગુણી આવી રહી છે.

આર્જેન્ટીનામાં હડતાલના પગલે પોર્ટ પર આશરે ૩૦ જહાજો અટવાયા છે. ભારતમાં વિવિધ ખાદ્યતેલો પર આયાત જકાત વધારવા તાજેતરમાં માગણી વધી છે પરંતુ સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ હાલ તુરત આયાત જકાત વધારવાની કોઈ દરખાસ્ત નથી.

 

source: gujaratsamachar

ધંધો, વ્યવસાય/Business,મુંબઈ/Mumbai,View : 224

  Comments

  • Sanjay bhaji Rasik bhai Ratoja26/04/2018મારી છોકરી નો જન્મ 23/4/2018 સમય 11:10PM છે તો નામ જણાવો
  • 24/04/2018
  • modasiya Gunvantray H 24/04/2018મારા બાબાનો જન્મ તારીખ 20-4-18 શુક્રવાર ના ટાઇમ 2:05 pm ના થયો છે રાશી તથા નામ જણાવશો
  • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
  • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
  • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
  • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
  • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
  • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
  • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • તમારી કોઈ નિંદા કરે તો સહન કરજો. તમારાં પાપ નીંદ્કને લાગશે ને તેનાં પુણ્ય તમને મળશે.