અક્કલ…..

 • ઓક્સફર્ડ

  શિક્ષક - ઓક્સફર્ડ મતલબ શુ છે ?
  વિદ્યાર્થી - ઓક્સ મતલબ બળદ, ફોર્ડ મતલબ ગાડી તેથી ઓક્સફર્ડ મતલબ બેલગાડી

ખેડા જિલ્લામાં વાવાઝોડાના કારણે અકસ્માતોના બે બનાવમાં ત્રણનાં મોત

201723May
ખેડા જિલ્લામાં વાવાઝોડાના કારણે અકસ્માતોના બે બનાવમાં ત્રણનાં મોત

ખેડા જીલ્લામાં રવિવારની રાત્રીએ ત્રાટકેલ વાવાઝોડામાં અકસ્માતોેની વણઝાર સર્જાઈ હતી.આ વાવાઝોડામાં ઠાસરા નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર બેઠેલ બાળકનું મોત નિપજ્યું હતું.

જ્યારે ખેડા પાસે બનેલ અન્ય એક બનાવમાં રોડ ઉપરથી પસાર થતી ગાડી ઉપર તોતીંગ વૃક્ષ પડતા ગાડીમાં બેઠેલા એક શ્રમીક મહિલા અને ગાડી ચાલકનું મોત નિપજ્યું હતું.

આ બન્ને બનાવો અંગે હદ ધરાવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પહેલા બનાવની વિગતો પ્રમાણે ઠાસરાના બાદરપુરા ગામે બાબુભાઈ મોહનભાઈ પરમાર રહે છે.તેઓ ગઈકાલે પોતાનું મોટર સાયકલ નં.જી.જે. ૭ સી.એફ.૯૧૮૦ને લઈને પોતાની પત્ની રીન્કુબેન અને ૮ વર્ષના દિકરા રવિરાજ સાથે પોતાના ગામમાં લગ્ન હતા ત્યાં જતાં હતા.

દરમ્યાન સેવાલીયા-બાદરપુરા રોડ ઉપરના ફાટક પાસેથી બાબુભાઈ પોતાના મોટર સાયકલ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે સેવાલીયા તરફથી આવતી ટ્રક નં.જી.જે.૭ વાય. ૬૬૭૪ના ચાલકે બાબુભાઈના મોટર સાયકલ સાથે પોતાની ટ્રક અથડાવી હતી.

આથી બાબુભાઈએ બાઈક સાથે રોડ ઉપર પટકાયા હતા.આ બનાવમાં બાઈક પાછળ બેઠેલા તેમના ૮ વર્ષીય દિકરા રવિરાજનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું.

જ્યારે બાબુભાઈ અને તેમની પત્નીને શરીરે ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.આ બનાવ અંગે વસંત મોહનભાઈ પરમારે ઉપરોક્ત ટ્રક ચાલક વિરૃધ્ધ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે આઠ વાગ્યાની આસપાસ ત્રાટકેલ વાવાઝોડામાં ટ્રકે પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સાથે પોતાની ટ્રક અથડાવી હોવાનું જણાવ્યું છે.

બીજા બનાવમાં ખેડા પાસે ગાડી ઉપર ઘટાદાર વૃક્ષ પડતાં ગાડી ચાલક સહિત એક શ્રમીક મહિલાનું મોત નિપજ્યું છે.સંજલી તાલુકાના કરમ્બા ગામે મનીષાબેન મિનેશભાઈ નિનામા (ઉં.વ.૨૫) રહેતા હતા.

તેઓ છેલ્લા કેટલાય સમયથી મજૂરી અર્થે ખેડાના નવાગામમાં આવેલ કંપનીમાં કામ કરતા હતા.મનીષાબેન પોતાના બે બાળકો સાથે ગઈકાલે રાત્રે ગાડીમાં બેસી નવાગામથી બારેજા તરફ જતાં હતા, ત્યારે આઠ વાગ્યાની આસપાસ ફુંકાયેલ પવનમાં આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમ્યાન અચાનક પીપળાનું ઘટાદાર વૃક્ષ આ પસાર થતી ગાડી ઉપર પડયું હતું. આથી ગાડીનો લોચો વળી ગયો હતો.

આ ઘટનામાં ગાડીમાં બેઠેલા મનીષાબેન અને ગાડી ચાલક અનુન સિરાજભાઈ મીર્ઝા (ઉં.વ.૪૫)ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેથી બન્નેને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં બન્નેને ર્ડાક્ટરે મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે ર્ડાક્ટરની ફરિયાદના આધારે ખેડા પોલીસે આકસ્મિક મોત અનવ્યે ગુનાની નોંધ કરી છે.પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બનાવમાં ઉપરોક્ત શ્રમીક મહિલાના બે બાળકોનો આબાદ બચાવ થયો છે.

 

source: gujaratsamachar

ખેડા/Kheda,View : 619

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ક્ષમા અને માં બને એક છે કારણ કે માફ કરવા માં બંને નેક છે