અક્કલ…..

  • નિગ્રો અને એંજીલ

    નિગ્રો મરી ગયો અને સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં એંજીલે પૂછ્યુ
    તમે કોણ છો ?
    નિગ્રોએ એંજલને ઈમ્પ્રેસ કરવા કહ્યુ - હું ટાઈટેનિકનો હીરો છુ...
    એંજીલ - (આશ્ચર્યમાં) ટાઈટેનિક ડૂબી ગયુ હતુ કે બળી ગયુ હતુ (?)

ખેડાના ઢૂંડી ગામે વિશ્વની પ્રથમ સૌરઉર્જા ઉત્પાદક મંડળી રચાઇ

201629Aug
ખેડાના ઢૂંડી ગામે વિશ્વની પ્રથમ સૌરઉર્જા ઉત્પાદક મંડળી રચાઇ

 - ખેડૂતોએ ૫૦૯૭ યુનિટ સૌરઉર્જા પેદા કરી મ.ગુ.વિજકંપનીને વેચી
- ઢૂંડીના ખેડૂતોએ MGVCL સાથે ૨૫ વર્ષના કરાર કર્યા

- ખેડૂતો વર્ષે ૮૫ હજાર સૌરઉર્જી વેચી રૃા.૩.૨ લાખ મેળવશે

- ગુજરાતનું એવુ ગામ જયાં સૌરઉર્જાથી ખેડૂતો ખેતી કરે છે અને વિજળી પેદા કરે છે

- ખેડૂતોએ ડિઝલપંપને અલવિદા કહી

અમદાવાદ ,રવિવાર
મધ્ય ગુજરાતના ખેડા જીલ્લામાં ઢૂંડી નામના ખેડૂતોએ ગ્રીડ વિદ્યુતને અલવિદા કહી છે અને સૌરઉર્જાના સહારે ખેતી શરૃ કરી છે. ખોબા જેવડા ઢૂંડી ગામના ખેડૂતોએ સૌરઉર્જા પેદા કરીને વેચાણ કરી વધારાની આવક મેળવવાનો સ્ત્રોત ઉભો કર્યો છે. ખેડૂતોએ ૫૦૯૭ યુનિટ મધ્ય ગુજરાત વિજ કંપનીને વેચી છે જેના પેટે વિજકંપની યુનિટ દીઠ રૃા.૪.૬૩ ચૂકવશે. ઢૂંડીમાં વિશ્વની પ્રથમ સૌરઉર્જા ઉત્પાદક મંડળી રચાઇ છે.

સૌરઉર્જા આધારિત પંપ ભારતમાં કે ગુજરાતમાં નવી વાત નથી પણ ખેડૂતોની સૌરઉર્જા ઉત્પાદક મંડળી પ્રથમવાર રચાઇ છે. ૫૬.૪ કિલો કિલોવોટની ક્ષમતા ધરાવતા ૬ ટયુબવેલ માલિક ખેડૂતોએ સૌરઉર્જા ઉત્પન્ન કરી રહ્યાં છે. આ ખેડૂતો વર્ષે અંદાજે ૮૫ હજાર યુનિટ સૌરઉર્જા પેદા કરશે જે પૈકી ૪૦ હજાર યુનિટ સિંચાઇમાં ઉપયોગમાં લેશે જયારે ૪૫ હજાર યુનિટ સૌરઉર્જા મધ્ય ગુજરાત વિજકંપનીને વેચી વાર્ષિક રૃા.૩.૨ લાખની આવક મેળવશે. આ ખેડૂતોએ એમજીવીસીએલ સાથે ૨૫ વર્ષના કરાર કર્યાં છે. એટલું જ નહીં, ૨૫ વર્ષ સુધી ગ્રીડ વિદ્યૃત મેળવવાનો ખેડૂત તરીકેનો હક જતો કર્યો છે.

આજે ઢૂંડી ગામના ખેડૂતો ખેતરમાં ૨-૩ ગુંઠા જમીનમાં સોલર પેનલ નાંખી એક તરફ સૌર ઉર્જા પેદા કરી રહ્યાં છે જયારે બીજી તરફ, પેનલના નીચેના ભાગમાં કોથમીર, પાલક,રિંગણ, લસણ અને ગાજર જેવા પાકો ઉગાડે છે. દિવસભર સૌરઉર્જા મળી રહેતાં ખેડૂતોને વિજળી જતી રહેવાનો ડર નથી.

આજે આખાયે દેશમાં ૧.૪ કરોડ સિંચાઇના ટયૂબવેલ કાર્યરત છે. કુલ વિજ ઉત્પાદનનો ૧-૪ ભાગ ટયૂબવેલ પાછળ ખર્ચાઇ જાય છે. આમ, નાના ખેડૂતોના જીવનનિર્વાહ સુધારવામાં ઢૂંડી સૌરઉર્જા ઉત્પાદક મંડળી મહત્વની ભૂમિકા ભજવશે. સૌરઉર્જા ઉત્પાદક મંડળી એમજીવીએસએલ અને રાજ્ય સરકાર દ્વારા ચૂકવાતી ખેડુત સબસિડીમાંથી પણ મુક્તિ અપાવશે.

આજે ઢૂંડીના ખેડૂતોને સૌરઉર્જાના વેચાણ બદલ મધ્ય ગુજરાત વિજકંપની ચેક સુપરત કરશે.

Source : Gujarat Samachar

અન્ય/Other,View : 696

    Comments

    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
    • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
    • raju desai 04/06/201829/05/2018 time 12:50 my new babe konsi rashi ayegi
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.