અક્કલ…..

 • દયા અને માધવીનો ઝઘડો!

  એક વખત જેઠાલાલ અને ભીડે પરિવાર ટ્રેનમાં સફર કરવા નીકળ્યા. તો ટ્રેનમાં બારી પાસેની સીટ માટે દયા અને માધવી લડવા લાગી....
  .
  .દયા કહેતી કે તેને ગરમી લાગે છે, બારીનો કાંચ ખુલ્લો રહેવા દો....
  .
  માધવી કહેતી કે તેને ઠંડી લાગે છે, બારી બંધ રહેવી જોઇએ..
  .
  બન્ને ઝઘડો કરવા લાગી અને એક સમયે તો મારવા સુધી બન્ને એકબીજાના વાળ ખેંચવા લાગી...
  .
  ત્યાં જેઠાલાલ પાણીની બોટલ ભરીને આવી પહોંચે છે,...
  .
  અરે કેમ ઝઘડો છો (બન્ને નો જવાબ સાંભળીને)...???
  .
  દયા, પહેલા જોઇ તો લે.....બારીમાં કાંચ જ નથી...નોનસેન્સ.....!!!

ખેડાઃ રીક્ષા પર ઝાડ પડતા ત્રણ શિક્ષિકાઓના થયા મોત, વિસ્તારમાં શોકનો માહોલ

201619Sep
ખેડાઃ રીક્ષા પર ઝાડ પડતા ત્રણ શિક્ષિકાઓના થયા મોત, વિસ્તારમાં શોકનો માહોલ

ખેડાના નડિયાદ મહેમદાવાદ રોડ પર અરેરા પાટીયા પાસે રીક્ષા પર ઝાડ પડતા 3 શિક્ષિકાઓના મોત થયા છે. આ શિક્ષિકાઓમાં એક શિક્ષિકા અંધજ પ્રાથમીક શાળામાં તેમજ અન્ય બે શિક્ષિકાઓ પૈકી એક અરેરા ગામની પ્રાથમીક શાળા અને એક શિક્ષિકા આંગણવાડીમાં અભ્યાસ કરાવતી હતી.

આજે સ્કુલમાં જવા માટે ત્રણેય નડિયાદથી રીક્ષામાં બેસી મહેમદાવાદ રોડ પર જઇ રહ્યા હતા તે સમયે અરેરા પાટીયા પાસે રીક્ષા પર ઝાડ પડ્યું હતું. જેમાં રીક્ષાની પાછળ બેસેલી ત્રણેય મહિલા શિક્ષિકાઓના મોત નિપજ્યા છે.

ઘટના બાદ 108 અને પોલીસ તુરંત સ્થળ પર પહોચી ગયા હતા. જેની મદદથી રીક્ષાના ઘાયલ ડ્રાઇવરને સારવાર માટે તેમજ મૃતક શિક્ષિકાઓના પોસ્ટ મોર્ટમ માટે તમામને નડિયાદ સિવિલમાં ખસેડાયા હતા. આ ઘટના ની જાણ પોલીસ ને થતા ડીવાયએસપી સહીતના અધિકારી ઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અરેરાના સરપંચના જણાવ્યા પ્રમાણે આ મહિલાઓ આજે સવારના સમયે શાળાએ જવા રીક્ષામાં બેસી જઇ રહી હતી.

તે સમયે સુકો બાવળીયો રીક્ષા પર પડતા ત્રણે મહિલા શિક્ષિકાઓના સ્થળ પર મોત થયા છે. પોલીસ અને 108એ સારી કામગીરી બજાવી છે.

source: sandesh

ખેડા/Kheda,View : 716

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા વિનય થીજ શોભે છે. માનસમાં ગમે તેટલી બુદ્ધી હોય પણ વિવેક ના હોય તો શું કામની?