અક્કલ…..

 • દીકરાની ચાલાકી…

  પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે

  રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.

  પપ્પા: કોડા મઝાક કરમાં

  રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.

ખરેખર રેર કહી શકાય એવી તસવીરો, સચવાયેલો છે ગાંધી સમયનો એક યુગ

201716Jun
ખરેખર રેર કહી શકાય એવી તસવીરો, સચવાયેલો છે ગાંધી સમયનો એક યુગ

ખરેખર રેર કહી શકાય એવી તસવીરો, સચવાયેલો છે ગાંધી સમયનો એક યુગ divyabhaskar.com | Jun 16, 2017, 10:12AM IST +11ખરેખર રેર કહી શકાય એવી તસવીરો, સચવાયેલો છે ગાંધી સમયનો એક યુગ મુંબઇ બિરલા હાઉસ ખાતે વજન કરાવી રહેલાં ગાંધીજી અમદાવાદ : 17મી જુને સાબરમતી આશ્રમની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે.

જો તમે આજે સાબરમતી આશ્રમની મુલાકાતે જાઓ તો એક ખાસ બાબત તમારું ધ્યાન ખેંચે. KANU’S GANDHI ગેલેરી. એવી તસવીરો જે તમને બાગ-બાગ કરી દે. ખરેખર રેર કહી શકાય એવી તસવીરોનો ખજાનો છે KANU’S GANDHI ગેલેરી. કનુ ગાંધીના ફોટોમાં ગાંધી સમયનો એક યુગ સચવાયેલો જોવા મળે છે. એકમાત્ર તેમને જ કોઇપણ પ્રકારની રોકટોક વિના ગાંધીજીની તસવીરો લેવાની છૂટ હતી.

તેમણે ગાંધીજીની અંદાજે 2 હજાર જેટલાં ફોટો લીધા હતા. બાપુના હનુમાન તરીકેની ઓળખાણ ગાંધીજીના ભત્રીજા નારાયણદાસ ગાંધીના દીકરા હતા કનુ ગાંધી. 1917માં જન્મેલા કનુ ગાંધીના પિતા સાબરમતી આશ્રમમાં મેનેજર પણ હતા. તેમનાં માતા જમુનાબેન ગાંધી પણ જ્યારે કનુ ગાંધી બે વરસના હતા ત્યારે આશ્રમમાં આવી ગયા હતા.

1934માં કનુ ગાંધી ગાંધીજી સાથે સેવાગ્રામ, વર્ધા ગયા હતા. તેઓ ગાંધીજીની મદદમાં રહેતા હતા. આશ્રમમાં તેમની ઓળખાણ બાપુના હનુમાન તરીકેની પણ થઇ ગઇ હતી.

આપણને આપણા ગાંધી સાથે મેળવી આપ્યા કનુ ગાંધીને ફોટોગ્રાફીનો બહુ શોખ હતો. શરૂઆતમાં તો ગાંધીજીએ તેમને ના જ પાડી દીધી હતી. પછી શોખને પુરો કરવા ગાંધીજીએ ઘનશ્યામદાસ બિરલાને કેમેરો લેવા પૈસા આપવાની ભલામણ કરી હતી.

એ વખતે તેમણે ૧૦૦ રૃપિયામાં Rolleiflex કેમેરા અપાવ્યો હતો. તે જમાનામાં ટેકનોલોજી ઓછી હોવા છતાં સુંદર કમ્પોઝિશનમાં બ્લેક એન્ડ વાઈટ ફોટોગ્રાફી કરી છે. તેમણે આપણને આપણા ગાંધી સાથે મેળવી આપ્યા છે.

ગાંધી પ્રેમીઓ માટે આ અદ્દભૂત તસવીરો ગાંધી આશ્રમમાં મુકાઈ છે. ગાંધીજીએ ત્રણ શરત મુકી હતી કેમેરા અપાવતી વખતે ગાંધીજીએ ત્રણ શરત મુકી હતી.

મારી તસવીર લેતી વખતે ક્યારેય કેમેરામાં ફ્લેશનો ઉપયોગ નહીં કરે, ક્યારેય મને પોઝ આપવાનું નહીં કહે અને છેલ્લી શરત કે આશ્રમની કરેલી ફોટોગ્રાફીના ક્યારેય પૈસા નહીં મળે. આ શરતોને આધિન કનુ ગાંધીએ ગાંધીજીના છેલ્લા દાયકાની સુંદર તસવીરો ક્લિક કરી હતી. દિલ્હીના નઝર ફાઉન્ડેશને પણ આ રેર ફોટોગ્રાફ પબ્લિશ કર્યા હતા.

 

source: divyabhaskar

અહમદાબાદ/Ahmedabad,મુંબઈ/Mumbai,View : 643

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ધરતી એના ખોદનાર ને પાણી આપે છે તો આપને તો માણસ છીએ, આપણું “ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ ..???