અક્કલ…..

  • તને કોઇ ભુલી શકે ?

    એક બુઝુર્ગ પતિ-પત્ની કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. પત્ની ગાડી ચલાવી રહી હતી ત્યા સામે એક સિગ્નલ આવ્યુ જે વૃધ્ધ પત્નીને દેખાયુ નહી.

    આગળ પોલીસ કર્મચારીએ ગાડી ઉભી રાખી અને કહ્યુ,

    ''મેડમ, તમને ખયાલ છે તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે ?''

    પત્ની થોડુ ઉંચુ સાભળતી હતી તેથી તેણે પતિ સામે ફરીને પૂછ્યુ કે પોલીસ વાળો શું કહે છે..

    પતિએ કહ્યુ, ''એ કહે છે કે તેં ટ્રાફિકનો નિયમ તોડ્યો છે.''

    પોલીસ કર્મચારી, ''મેડમ, શું હું તમારુ લાઇસન્સ જોઇ શકુ ?''

    પત્ની ફરી તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે શું કહે છે પોલીસવાળો..

    પતિએ કહ્યુ કે પોલીસ કર્મચારી તેનુ લાઇસન્સ જોવા માગે છે..

    પત્નીએ પોલીસ કર્મચારીને લાઇસન્સ આપ્યુ..પોલીસ કર્મચારીએ લાઇસન્સ જોઇને કહ્યુ,

    ''અચ્છા તો તમે અમદાવાદના છો..હુ પણ ત્યાં ઘણો સમય નોકરી કરતો હતો. અને એક દિવસ અત્યંત બદસુરત મહિલા સાથે ડેટ પર ગયો હતો..આજ સુધી તેના જેવી ભયંકર અને કદરૂપી બાઇ મેં જોઇ નથી..!!!''

    પત્ની તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે પોસીલવાળો શું કહેતો હતો..

    પતિએ કહ્યુ, ''કહે છે કે તને ઓળખે છે !!!''

કોવિંદ કે મીરા? દેશને મળશે બીજા દલિત રાષ્ટ્રપતિ, સંસદમાં મતગણતરી શરૂ

201720Jul
કોવિંદ કે મીરા? દેશને મળશે બીજા દલિત રાષ્ટ્રપતિ, સંસદમાં મતગણતરી શરૂ

દેશમાં 14માં રાષ્ટ્રપતિ કોણ થશે તે અંગે આજે નિર્ણય લેવાઈ જશે. તે માટે સાંસદ ભવનમાં કાઉન્ટિંગ કરવામાં આવશે. એનડીએ કેન્ડિડેટ રામનાથ કોવિંદ અને યુપીએ મીરા કુમારમાંથી એક દેશના આગામી રાષ્ટ્રપતિ બનશે.

બંને માંથી કોઈ પણ જીતે પરંતુ દેશને કે.આર. નારાયણ પછી બીજા દલિત રાષ્ટ્રપતિ મળશે તે નક્કી છે. તેઓ 1997માં ચૂંટાયા હતા.આ વખતે ચૂંટણીમાં કોવિંદ જીતે તેવી શક્યતાઓ વધારે જોવા મળી રહી છે. વોટિંગ પહેલા તેમને 63% વોટનો સપોર્ટ હતો પરંતુ અપેક્ષા કરતા વધારે અંદાજે 70% મત તેમને મળ્યા હોવાનો અંદાજ છે.

નોંધનીય છે કે વોટિંગ સોમવારે થયું હતું. આ દરમિયાન 65 વર્ષમાં સૌથી વધારે 99% વોટિંગ થયું હતું. 11 વાગે શરૂ થશે ગણતરી - લોકસભાના સેક્રેટરી જનરલ અને આ ઈલેક્શનના રિટર્નિંગ ઓફિસર અનુપ મિશ્રાના જણાવ્યા પ્રમાણે વોટોની ગણતરી 11 વાગે શરૂ થશે.

કોવિંદના ગામ પરૌંખમાં તેઓ જીતેતે માટે બુધવારે સાંજથી જ હવન અને પૂજા શરૂ કરી દેવામાં આવી છે. તેમના પરિવારજનો અને સંબંધીઓ પણ દિલ્હી પહોંચી ગયા છે. કેવી રીતે થશે ગણતરી ?

સૌથી પહેલા પાર્લામેન્ટના બેલેટ બોક્સ ખોલવામાં આવશે. ત્યારપછી બીજા રાજ્યોમાંથી આવેલા બેલેટ બોક્સ ખોલવામાં આવશે. રાજ્યોના વોટનું કાઉન્ટિંગ આલ્ફાબેટના આધારે કરવામાં આવશે.

વોટની ગણતરી ચાર અલગ અલગ ટેબલ પર કરવામાં આવશે. અંદાજે 8 રાઉન્ડમાં ગણતરી પૂરી કરવામાં આવશે. ક્યારે થશે પરિણામની જાહેરાત ? - છેલ્લી બે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાજર રહેલા ઈલેક્શન કમિશનના ઓફિસરે જમાવ્યું કે, રિઝલ્ટ સામાન્ય રીતે સાંજે પાંચ વાગે જાહેર કરવામાં આવે છે.

 

source: divyabhaskar

રાજકીય/Political,View : 724

    Comments

    • સુમિત25/05/2020મીન રાશિ પર છોકરા નું નામ આપો
    • Harendrakumar24/05/2020Rasi
    • Vishnubhai Patel 24/05/2020અ ઊપર નામ આપો
    • Aniruddhsinh 22/05/2020ગ પર નામ આપો
    • Ganava bhavesh kumar k.20/05/2020મ.ટ પર થી છોકરા નુ નામ
    • Kaushik17/05/2020જ ....પરથી નામ આપો
    • Chavda karshan17/05/2020Muthun rashi
    • Mitesh15/05/2020ખ પરથી નામ નથી આવતા
    • Sahil12/05/2020M t par aavata name
    • Sanjay 09/05/2020સિંહ રાશિ પર છોકરી ના નામ
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Happiness makes you smile; sorrow can crush you.Proverbs