અક્કલ…..

  • વિદ્યા

    ટીચર - રાજુ તુ કોલેજમાં કેમ આવે છે ?
    રાજુ - વિદ્યા માટે
    ટીચર - તો હવે ઉંઘી કેમ રહ્યો છે ?
    રાજુ - આજે વિદ્યા નથી આવી સર.

કોણ બનશે ટીમ ઇન્ડિયાના કોચ? આ 5 બાબતોના લીધે રવિ શાસ્ત્રીનું નામ લગભગ નક્કી

201710Jul
કોણ બનશે ટીમ ઇન્ડિયાના કોચ? આ 5 બાબતોના લીધે રવિ શાસ્ત્રીનું નામ લગભગ નક્કી

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની પસંદગીની પ્રક્રિયા પર આજે આખરી મ્હોર લાગી શકે છે. કોચ માટે આવેલ અરજીઓમાંથી માનવામાં આવી રહ્યું છે કે 6 ને ઇન્ટરવ્યુ માટે બોલાવાશે.

ટીમના પૂર્વ મેનેજર રવિ શાસ્ત્રીને આ પ્રક્રિયામાં સૌથી મજબૂત દાવેદાર મનાઇ રહ્યાં છે. કારણ કે કેપ્ટન વિરાટ કોહલીએ તેમના નામ પર સહમતિ વ્યક્ત કરાઇ છે. આપને જણાવી દઇએ કે પૂર્વ કોચ અનિલ કુંબલેના રાજીનામું આપીને હટાવ્યા બાદ રવિ શાસ્ત્રીના નામના પદ માટે પ્રમુખ ઉમેદવાર મનાય રહ્યાં છે.

સોમવારના રોજ મુંબઇમાં ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAC) ઉમેદવારોની તપાસ માટે બેઠક કરશે. આ રેસમાં રવિ શાસ્ત્રીનું નામ સૌથી આગળ મનાઇ રહ્યું છે.

અત્યારસુધી મુખ્ય કોચના પદ માટે બીસીસીઆઈને 10 અરજી મળી છે. રવિ શાસ્ત્રી, વીરેન્દ્ર સહેવાગ, ટૉમ મૂડી, રિચર્ડ પાયબસ, ડોડા ગણેશ, લાલચંદ રાજપૂત, લાંસ ક્લુજનર, રાકેશ શર્મા (ઓમાન નેશનલ ટીમ કોચ), ફિલ સિમંસ અને ઉપેન્દ્ર બ્રહ્મચારી (એન્જિનિયર, ક્રિકેટનું બેકગ્રાઉન્ડ નથી) એ આ પદ માટે અરજી કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે CAC આ 10માંથી 6નો ઇન્ટરવ્યૂ કરશે.

આ 6 લોકોમાં શાસ્ત્રી, સહેવાગ, મૂડી, સિમંસ, પાયબસ, અને રાજપૂતનું નામ સામેલ છે. કલ્ઝુનરને સ્ટેન્ડ બાય પર રાખ્યા છે. પરંતુ તેની પસંદગીની શકયતા ઓછી છે.

વેસ્ટ ઇન્ડીઝની સાથે સીરીઝ પહેલાં કેપ્ટન વિરાટ કોહલીથી કથિત અણબનના લીધે અનિલ કુંબલેએ પદ પરથી રાજીનામું આપતા મુખ્ય કોચની જગ્યા ખાલી છે.

નવા કોચ સાથે બે વર્ષનો કરાર કરાશે. શરૂઆતમાં શાસ્ત્રીએ આ પદ માટે અરજી કરી નહોતી, પરંતુ જ્યારે બીસીસીઆઈ એ અરજી સ્વીકારવાની તારીખ 9 જૂલાઈ (રવિવાર) સુધી વધારી દીધી, તો તેમણે પણ આ પદ માટે અરજી કરી. હાલ રવિશાસ્ત્રીને આ પદની રેસમાં સૌથી આગળ મનાય છે.

આ પાંચ વાતો રવિ શાસ્ત્રીના પક્ષમાં જાય છે

1. કોહલી સાથે સારી કેમિસ્ટ્રી

2. ટીમ મેનેજમેન્ટનો અનુભવ

3. ઑલરાઉન્ડર પર્ફોમન્સ પર ફોકસ

4. કોહલી-કુંબલે વિવાદની વચ્ચે કોચ-કેપ્ટનનો વિવાદ પણ અગત્યનો રહેશે

5. સચિને અરજી કરવાનું કહ્યું હતું.

 

source: sandesh

રમત-જગત/Sports,View : 325

    Comments

    • જયમૈષ શાહ23/06/2018કન્યા રાશિમાં નવા નામ પુત્ર માટે જણવશો
    • સોલંકી દિલીપ23/06/2018તા.22/06/2018 રાશી જણાવજો
    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • તમારી કોઈ નિંદા કરે તો સહન કરજો. તમારાં પાપ નીંદ્કને લાગશે ને તેનાં પુણ્ય તમને મળશે.