અક્કલ…..

 • પતિ પત્ની

  ડોક્ટર - તમારી પત્નીનું અને તમારું બ્લડગ્રુપ એક જ છે ....!
  પતિ - 15 વર્ષથી મારું લોહી પી રહી છે તો એક જ હોય ને સર....

કોડીનારમાં દે ધનાધન ૧૬ ઇંચ વરસાદ

201416Jun
 કોડીનારમાં દે ધનાધન ૧૬ ઇંચ વરસાદ

અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, સુરત, વડોદરા, તા. ૧૫

ગુજરાતનાં અનેક શહેરોમાં રવિવારે મેઘરાજાએ પગરવ માંડી દીધાં છે. સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ મુશળધાર વરસાદ પડયો હતો, જ્યારે અમદાવાદમાં સવારે છાંટા પડતાં લોકોમાં વરસાદની આશા ફેલાઇ ગઇ હતી. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતાં સ્થાનિકોને આગઝરતી ગરમીથી છૂટકારો મળ્યો હતો. ભરૃચ શહેર-જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ થતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા.

માલગામ વેળવામાં ૧૨, મેંદરડામાં ૧૦, ડોળાસા તાલાલામાં ૮ ઇંચ વરસાદ, સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ મૂશળધાર
જૂનાગઢમાં ૭.પ ઈંચ વરસાદ, ૭૫થી ૮૦ સોસાયટીઓમાં પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું
રાજકોટ જિલ્લામાં ધોરાજીનાં હડમતિયામાં ધોધમાર ૭ ઈંચ જ્યારે વાડોદરમાં ૮ ઇંચ ખાબક્યો
દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી, અઠવાડિયામાં ચોમાસું સમગ્ર રાજ્યમાં સક્રિય થવાની શક્યતા

રવિવારે કોડીનારમાં સવારે ૬ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીના ૧૪ કલાકમાં કુલ ૧૬ ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો. જયારે નજીકના માલગામ વેળવામાં ૧૨, મેંદરડામાં ૧૦, તાલાલા, ડોળાસામાં આઠ ઈંચ, ધોરાજી તાલુકાના હડમતીયામાં સાત, વાડોદરમાં આઠ, ઈંચ વરસાદ વરસી ગયો હતો. જૂનાગઢ શહેરમાં પ્રથમ વરસાદે જ સાડા સાત ઈંચ જેટલું પાણી વરસી જતા સર્વત્ર આંધાધૂંધી જેવો માહોલ સર્જાયો હતો. શહેરની ૭પ થી ૮૦ જેટલી સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા હતાં.

માળિયા હાટીનાના ખોરાસા ગીરમાં ધોધમાર ૩ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ વરસાદથી કેરીના પાક અને તલના પાકને નુકસાન થયું છે. અહી કેરીના બોકસના ભાવ ગગડી ગયા હતા અને ફકત પ રૃપિયાના ભાવે કેરી વેચાઈ હતી. રતાંગ (વિસાવદર), લીમધ્રા, લીલીયા, જાંબાળા, બરડીયા, દાદર, મીયાવડલા, ઈશ્વરિયા, ગુંદાળા, હરિપર, ગુંદાળા, મોટી ખોડીયાર ઈટાળી વગેરે વિસ્તારમાં બે કલાકમાં ૨ાા ઈંચ વરસાદ વરસી ગયો છે.

ધોરાજીમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. ભાદર ઈરીગેશન વિભાગ દ્વારા સિંચાઈ માટે અપાતુ કેનાલ મારફતનું પાણી આજથી બંધ કરી દીધું હતુ. જેતપુરમાં ભારે ઉકળાટ બાદ આજે બપોરે બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

મેદરડામાં બપોરના એક વાગ્યેથી સાંજે છ વાગ્યા સુધીમાં ૧૦ ઈંચ વરસી ગયો હતો. તાલુકાના સમઢિયાળા, અરણીયાણા, દાત્રાણા, ગીરવિસ્તારના ચાંદરાવાડી, ડેડકીયાળી, નાની ખોડીયાર, કેનેડી પુરમાં સાત ઈંચ વરસાદ વરસી ગયો હતો. અને વોકળાઓમાં

ઘોડાપુર આવ્યા હતા. આમોદરામાં ગરાળ સુલતાનપુર, મોઠા સંજવાપુરમાં ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો. માળિયા હાટીનામાં પ ઈંચ વરસાદ વરસી ગયો હતો. તાલુકાના માતરવાણીયા, તરસીંગડા, વીરડી આંબેચા ગડોદરમાં ૪ ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે ગડુંમા પણ ૪ ઈંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશ થઈ ગયા છે. મધુવંતી મેઘલ નદીમાં પાણી વહેતા થઈ ગયા હતા.

Source : Sandesh

ગીર સોમનાથ/Gir Somnath,View : 2895

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિવેકથી વિવેક જન્મે છે, અને તેનો વિનિયોગ અવિરત ચાલ્યા કરે તો પૃથ્વી પર સ્વર્ગ ઉતર્યા વિના ન રહે.