અક્કલ…..

  • ડોનની દિકરી

    ડોનની પુત્રીનુ મેરેજ થયુ. બીજા દિવસે તે ઘરે આવી અને પોતાના પિતાજીને બોલી - ડેડ, મારી તેની સાથે લડાઈ થઈ ગઈ છે.
    ડોન - લગ્ન પછી નાની મોટી લડાઈ તો થતી રહે છે... તુ ચિંતા ન કરીશ.
    પુત્રી - એ તો ઠીક છે પણ લાશનું શુ કરુ ?

કોંગ્રેસી નેતાઓના જ રાહુલને સવાલ, ખબર હતી કે નીતિશ ગઠબંધન તોડશે તો કર્યું શું તમે?

201728Jul
કોંગ્રેસી નેતાઓના જ રાહુલને સવાલ, ખબર હતી કે નીતિશ ગઠબંધન તોડશે તો કર્યું શું તમે?

બિહારમાં મહાગઠબંધન તૂટ્યા બાદ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીની સાથે બિહાર કોંગ્રેસને પણ મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના નેતાઓ નીતિશકુમારથી તો નારાજ છે જ પરંતુ સાથે સાથે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે પણ એટલો જ આક્રોશ છે.

ભાજપના પક્ષમાં જઈ બેઠેલા નીતિશકુમાર માટે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને આ અંગે પહેલેથી જ ખબર હતી. રાહુલ ગાંધીના આ નિવેદનથી કોંગ્રેસના જ નેતાઓમાં ખળભળાટ મચી ગયો છે.

તેમણે સવાલ કર્યો છે કે જો તેમને ખબર જ હતી તો કોંગ્રેસે કશું કર્યુ કેમ નહીં? અનેક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું રાહુલ ગાંધીને બિહાર કોંગ્રેસના નેતૃત્વએ ખોટી માહિતી આપતા કહ્યું હતું કે નીતિશકુમાર નારાજ જરૂર છે પરંતુ તેઓ એનડીએ સાથે જવા જેવું મોટું પગલું નહીં ભરે.

રાહુલ ગાંધીએ ગુરુવારે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની આકરી ટીકા કરતા તેમના ઉપર મહાગઠબંધનને દગો દેવાનો અને અંગત સ્વાર્થ માટે ભાજપ સાથે હાથ મિલાવવાના આરોપ લગાવ્યાં હતાં.

રાહુલે સંસદ બહાર પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અમને ખબર હતી કે છેલ્લા ત્રણ ચાર મહિનાઓથી શું ચાલતું હતું. ભારતીય રાજકારણની આ જ સમસ્યા છે.

સત્તા અને રાજનીતિક સ્વાર્થ માટે લોકો કોઈ પણ વસ્તુ સાથે સમાધાન કરી લે છે. રાહુલનું આ નિવેદન નીતિશકુમારની શપથવિધિ બાદ આવ્યું હતું. આ બાજુ એક ખાનગી ચેનલના અહેવાલ મુજબ એક સૂત્રએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટીના બિહાર નેતાઓની સલાહ પર કોઈ ધ્યાન અપાયું નહતું.

આવા જ આરોપો રાહુલ ગાંધી પર અસમમાં પણ લાગ્યાં હતાં જ્યાં કોંગ્રેસે પોતાની સત્તા ગુમાવી પડી હતી. સૂત્રના જણાવ્યાં મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચૌધરી રાહુલ ગાંધીને મળવા માટે ત્રણ દિવસ સુધી રાહ જોતા રહ્યાં હતાં.

 

source: sandesh

રાજકીય/Political,View : 302

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Life is 10% what happens to me and 90% of how I react to it.John Maxwell