કેશ ન મળતા બનાસકાંઠામાં બેંક પર પથ્થરમારો, જામનગર હાઇવે ચક્કાજામ

201707Jan
કેશ ન મળતા બનાસકાંઠામાં બેંક પર પથ્થરમારો, જામનગર હાઇવે ચક્કાજામ

નોટબંધીના બે મહિના થવા આવ્યા છે ત્યારે રોકડની અછત ચાલુ રહેતા લોકોમાં રો બહાર આવ્યો છે. શનિવારે પોરબંદર, જામનગર તેમજ બનાસકાંઠા, જામનગર જિલ્લામાં બેંકમાંથી પૈસા ન મળતા ઉગ્ર દેખાવો કર્યા છે.

લોકોએ જામનગર-રાજકોટ હાઇવે ચક્કાજામ કર્યો છે. જ્યારે પોરબંદરના મોઢવાડા ગામે કેશ ન મળતાં ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ બેંકને તાળા મારી દીધા હતા.

જોકે, પોલીસે કેટલાક લોકોની અટકાયત કરતા ગ્રામજનોએ ગાંધી ચિંદ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરી બેંકની બહાર બેસીને રામધૂન શરૂ કરી દીધી હતી. જ્યારે બનાસકાંઠામાં કેશ ન મળતા ઉશ્કેરાયેલા લોકોએ બેંક ઉપર પથ્થરમારો કર્યો હતો.

જ્યારે પોલીસે લાઠીચાર્જ કરી ટોળાંને વિખેરી સ્થિતિ કાબૂમાં લીધી હતી. dhrol 16 ગામના 600થી વધુ લોકોએ કર્યો ચક્કાજામ જામનગર-રાજકોટ હાઇવે ઉપર ખારવા ચોકરડી પાસે બેંકોમાંથી પૂરતા નાણા ન મળતા લોકોએ ચક્કાજામ કર્યો છે.

વધુ મળતી માહિતી પ્રમાણે 16 ગામના આશરે 600થી વધારે લોકોએ હાઇવે ઉપર ઉતરી આવીને વાહનો રોક્યા હતા. dhrol-chakkajam મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી નોટબંધીના પગલે લોકો પાસે પોતાના પૈસા હોવા છતાં બેંકમાંથી પૈસા ન મળવાથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.

જામનગર જિલ્લાના 16 ગામના લોકોએ આખરે નોટબંધીથી કંટાળીને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. 600થી વધારે લોકોના ટોળાએ જામનગર હાઇવે ચક્કાજામ કર્યો હોવાની ઘટના મળતા જ સ્થાનિક મામલદાર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ઉત્તરાણ બાદ ફરી મેરેજ સિઝન નીકળતા કેશની ડિમાન્ડ વધી ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં સ્થિતિ લગભગ સામાન્ય બની ગઈ છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને હજી કેશ માટે હાડમારી ભોગવવી પડી છે.

ખેડૂતો ખેતી માટે રોકડા પૈસા ઉપાડવા માટે બેંકોના ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ તેમને કેશ નથી મળતી. બીજી તરફ ઉત્તરાણ બાદ ફરી મેરેજ સિઝન શરૂ થઈ રહી છે ત્યારે કેશની ડિમાન્ડ પણ વધી રહી છે.

હજી કેશ ઉપાડવા લગાવાયેલી પાબંધીઓ ન હટવાના કારણે લોકોને પરેશાની થઈ રહી છે. સત્તાપક્ષના નેતાઓએ દત્તક લીધેલા ગામોની પણ સ્થિતિ દયનીય છે.

ગ્રામીણ વિસ્તારોમાં વધારે દયનીય સ્થિતિ રાજ્યની કેટલીક ડેરીઓએ દૂધ જમા કરાવનારા પશુપાલનકોને આપવાના થતાં નાણાં સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે પરંતુ સ્થિતિ એ છે કે લોકોના એકાઉન્ટમાં પૈસા તો જમા થાય છે પરંતુ પૈસા ઉપાડી શકાતા નથી. જેના કારણે ગ્રામીણ અર્થતંત્ર ઉપર પણ ગંભીર અસર પડી છે.

 

source: sandesh

બનાસકાંઠા/Banaskantha,જામનગર/Jamnagar,View : 491

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • હસી તકલીફ દુર કરે છે, જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે