અક્કલ…..

  • પાણીનુ કેમિકલ ફોર્મૂલા

    શિક્ષક : પાણીનું કેમિકલ ફોર્મૂલા શુ છે ?
    સંતા : HIJKLMNO
    શિક્ષક : ડોબા... આ તને કોણે શીખવાડ્યુ ?
    સંતા : તમે જ તો ગઈકાલે કહ્યુ હતુ કે પાણીનું કેમિકલ ફોર્મૂલા એચટુઓ છે

કુર્લા સ્ટેશન પાસે ગુડસ ટ્રેનની ટક્કર લાગ્યા પછી કિશોરીનો ચમત્કારિક બચાવ

201706Jun
કુર્લા સ્ટેશન પાસે ગુડસ ટ્રેનની ટક્કર લાગ્યા પછી કિશોરીનો ચમત્કારિક બચાવ

કુર્લા રેલ્વે સ્ટેશન પર ૧૪ વર્ષીય કિશોરી પ્લેટફોર્મ ઓળંગતી હતી એ વખતે અચાનક માલગાડી સામે આવી હતી. કુર્લા રેલ્વે સ્ટેશનના ઉપર એક ૧૪ વર્ષની કિશોરી કાનમાં ઈયર ફોન ભરાવી ટ્રેક પરથી ચાલી રહી હતી.

ટ્રેક ઓળંગતી વખતે સામેથી આવતી માલગાડી ઝડપભેર સીએસટી દિશામાં જઈ રહી હતી. કિશોરી ટ્રેક પર હોવાથી પ્રવાસીઓએ બૂમાબૂમ કરી હતી અને બાજુમાં ખસી જવાનું કહ્યું હતું.

પરંતુ કે ફોનમાં વાતો કરવામાં એટલી મગ્ન હોવાથી તે કંઈ સાંભળી શકી ન હતી અને ટક્કર લાગી હતી. ગાડી તેના પરથી પસાર થઈ હતી અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો.

રેલ્વે પોલીસે તત્કાળ ઘટના સ્થળે પહોંચી કિશોરીને ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં લઈ ગયા હતા તેને પ્રાથમિક ઉપચાર કર્યા બાદ છોડી દેવાઈ હતી. સમગ્ર ઘટના પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને લાંબી જીવાદોરી ધરાવતી કિશોરીની ઘટના જાણવા મળી હતી.

 

source: gujaratsamachar

મુંબઈ/Mumbai,અક્સમાત/Accident,View : 168

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સંયમ અને વિવેકથી બોલો , બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ધણી મોટી છે.