કીમ નદીકાંઠાનાં નીચાણવાળા ૧૨થી વધુ ગામ એલર્ટ કરાયાં, ભૂખી ખાડી છલકાઈ

201719Jul
કીમ નદીકાંઠાનાં નીચાણવાળા ૧૨થી વધુ ગામ એલર્ટ કરાયાં, ભૂખી ખાડી છલકાઈ

માંગરોળ તાલુકા અને ઉપરવાસમાં સોમવાર રાતથી વરસી રહેલા ભારે વરસાદના પગલે કીમ નદીમાં પાણીનો સ્રોત વધતા જેની સીધી અસર માંગરોળ તાલુકાની ખાડીઓ ઉપર વર્તાય હતી.

મંગળવારે વહેલી સવારથી માંગરોળ તાલુકાના આમનડેરા ગામ નજીકથી વહેતી ભૂખી ખાડી બે કાંઠે થઇ છલકાઇ જતા જેના પાણીના પગલે વાંકલથી આંબાપારડી ગરનાળા ઉપર પાણી ફરી વળતાં બન્ને તરફનો વાહન-વ્યવહાર બંધ થયો હતો.

જ્યારે માંગરોળ-માંડવી તાલુકાના આંબાપારડી, વાંકલ, બોરીયા, ઓગણીસા, સરંદ્રા, પરવટ, ખોડંબા સહિત આઠ જેટલા ગામડાઓ નાળા ઉપર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બન્યા હતાં.

ભૂખી ખાડી કાંઠે આવેલા વાંકલ ગામના નીચાળવાળા વિસ્તારમાં આવેલા બજેટ ફળિયાના પાંચ મકાનોમાં વરસાદી પાણી ઘૂંટણસમા ભરાઈ જતાં તમામ પાંચ મકાનોના રહીશોને સંભવિત સ્થિતિ વણશે એ પૂર્વે સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા.

વહેલી સવારે આ મકાનોના રહીશોને ઊંઘતા રાખી ઘરમાં પ્રવેશેલા પાણીથી વહીવટી તંત્ર પણ દોડતું થઇ ગયું હતંુ. માંગરોળ મામલતદારની સૂચનાથી વાંકલ તલાટીએ અસરગ્રસ્ત પાંચેય મકાન માલિકો પૈકી શરીફ ઇબ્રાહીમ, નજીર શેખ, નરસિંહ ગામીત, મુકેશ ગામીત, ઇસાક બેકરીવાળા મકાન માલિકોને પરીવારના ૨૦થી વધુ લોકો સહિત ખસેડી લેવામાં આવ્યા હતા.

વહેલી સવારથી જ ભૂખી ખાડીમાં વધતા પાણી તેમજ વાંકલ-આંબાપારડી ગરનાળા ઉપર પાણી ફરી વળતા મામલતદાર મનીષ પટેલે સ્થળ નિરીક્ષણ કરી વહીવટી તંત્રને જરૃરી સૂચનો કર્યા હતા.

તેમજ કીમ નદીમાં પાણીનો પ્રવાહ વધતા મામલતદારે નદી કાંઠે આવેલા નીચાળવાળા ગામોના રહીશોને સતર્ક રહેવા તમામ તલાટીઓને સૂચના સાથે આદેશ જારી કર્યો હતો.

 

source: sandesh

સુરત/Surat,View : 664

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • શાંત સ્વભાવ હંમેશા સાચું અને સારું જ વિચારે છે…