કિર્તીદાનના ડાયરામાં 2000ની નોટો ઉડાવવા મામલે સાધ્વીના ઘરે રેડ!

201727Jan
કિર્તીદાનના ડાયરામાં 2000ની નોટો ઉડાવવા મામલે સાધ્વીના ઘરે રેડ!

નોટબંધી પછી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકગાયક કિર્તીદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ દરમિયાન કિર્તીદાન રમઝટ બોલાવી રહ્યા હતા ત્યારે ચાહકોએ તેમની ઉપર નવી નવી રૂપિયા 2000ની ચલણી નોટોની ધનવર્ષા કરી હતી. આ ડાયરાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. આ વિડીયોમાં દેખાતા મુક્તેશ્વર જયશ્રીકાનંદ દીદી તરીકે જાણીતા સાધ્વીના ઘરે દરોડા પાડવામાં આવ્યાં છે.

મુક્તેશ્વર સાધ્વીના પાલનપુર ખાતે આવેલા ગૌરી પાર્કના મકાનમાં દરોડા પડ્યા છે. એલસીબી,એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. હજી આ દરોડા પડવા પાછળનું કારણ અકબંધ છે.

શું કહ્યું હતું ત્યારે કિર્તીદાન ગઢવીએ? આ અવસર નિમિતે કિર્તીદાને પણ ચાલુ ગીતમાં જણાવ્યુ હતુ કે દિલદારી તો જુઓ સાહેબ 2000ની નોટ માટે લોકો આઠ કલાક લાઈનમાં ઉભા રહે છે અને અહીં એની વર્ષા થાય છે.

આ વિડીયો સોશિયલ મિડીયામાં ખુબજ વાયરલ થયો હતો. ત્યારે સામાન્ય જનતાએ આક્રોષ ઢાલવતા પણ કહ્યું હતું કે લોકો કલાકો બેંકની લાઈનમાં ઉભા રહે છે તો પણ રૂપિયા મળતા નથી ત્યારે અહીંયા ઉડાવવા માટે 2000ની નોટો આવી કયાંથી.

જેની સામે લોકગાયક કિર્તીદાને મિડીયા ને જણાવ્યુ હતુ કે ધર્મના માધ્યમથી સારી જગ્યા એ પૈસા વાપરવામાં ગુજરાતનું નામ મોખરે છે અને લોકડાયરામાં ચાહકો કલાકરો ઉપર રૂપિયા ઉડાવતા હોય તે કોઈ નવી વાત નથી.આ બધા જ રૂપિયા સારા કામ માટે વપરાવવાના છે.

 

source: sandesh

પાટણ/Patan,બનાસકાંઠા/Banaskantha,View : 520

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.