અક્કલ…..

 • ટીચર

   ટીચર: બોલ પપુ તારી ચડ્ડી ના એક ખીસામાં ૫૦૦ની અને એક ખીસામાં ૧૦૦૦ રૂપિયાની નોટ હોય તો તું શું વિચારે?

  પપુ: સર હું પણ એજ વિચારું કે આ કોની ચડ્ડી પહેરાઈ ગઈ

કાશ્મીરમાં બાળકોને મ્હોરું બનાવીને હિંસા કરનારાએ જવાબ આપવો પડશે : મોદી

201629Aug
કાશ્મીરમાં બાળકોને મ્હોરું બનાવીને હિંસા કરનારાએ જવાબ આપવો પડશે : મોદી

 - વડાપ્રધાને ૨૩મી 'મન કી બાત'માં કાશ્મીર હિંસાનો ઉલ્લેખ કર્યો

- કાશ્મીર હિંસા, પૂર અને જીએસટી મુદ્દે એકજૂટ થઈ શકવાનો શ્રેય તમામ પક્ષોને આપતા મોદી : રિયો

- ઓલિમ્પિકમાં મેડલ અપાવવા બદલ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતની બેટીઓનો આભાર માન્યો

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૮
કાશ્મીર સમસ્યા ઉકેલવાનો એકમાત્ર મંત્ર એકતા અને મમતા છે. અત્યારે કાશ્મીરમાં કેટલાક લોકો માસુમ બાળકોને આગળ ધરીને હિંસા કરી રહ્યા છે. એક દિવસ તેમણે આ બાળકોને જવાબ આપવો પડશે. કાશ્મીરમાં કોઈ યુવાનનું મૃત્યુ થાય કે કોઈ સુરક્ષાકર્મીનું, એ આપણા દેશનું નુકસાન છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં આ વાત કરી હતી.

આજે 'મન કી બાત'ના ૨૩મા રેડિયો કાર્યક્રમમાં વડાપ્રધાને કાશ્મીર હિંસાનો મુદ્દો છેડતા કહ્યું હતું કે, આ મુશ્કેલીઓ સામે લડવા તમામ રાજકીય પક્ષોનો સાથ મળ્યો છે એ આવકાર્ય છે. ખાસ કરીને કાશ્મીર હિંસા મુદ્દે તમામ પક્ષો સાથે કરેલા સંવાદમાં એક વાત સામે આવી છે, જેને સરળ શબ્દોમાં એકતા અને મમતા કહી શકાય. આ મુદ્દે બધા રાજકીય પક્ષોએ એકસૂરમાં વાત કરતા વિશ્વને, અલગતાવાદીઓને અને કાશ્મીરના લોકોને એક ચોક્કસ સંદેશ મળ્યો છે.

એવી જ રીતે, વડાપ્રધાને રેડિયો કાર્યક્રમમાં જીએસટી અને પૂરનો મુદ્દો પણ છેડયો હતો. મોદીએ કહ્યું હતું કે, આ બંને મુદ્દે પણ તમામ પક્ષો એકમત થયા છે. આ પ્રકારની એકમતિમાં ગામના પ્રધાનથી માંડીને પ્રધાનમંત્રી સુધીના ૧૨૫ લોકો સામેલ હોય છે. આપણો દેશ ખૂબ જ મોટો અને વૈવિધ્યસભર છે. આ વૈવિધ્યતામાં એકતા ટકાવી રાખવી એ આપણા સૌની જવાબદારી છે.

આ દરમિયાન 'ભારતની પુત્રીઓએ' રિયો ઓલિમ્પિકમાં કરેલા પ્રદર્શન મુદ્દે મોદી સમરકંદ બુખારા ઓવારી ગયા હતા. મોદીએ પી. વી. સિંધુ, દીપા કર્માકર અને સાક્ષી મલિકને શુભેચ્છા આપતા કહ્યું હતું કે, આપણી પુત્રીઓએ સાબિત કર્યું છે તેઓ કોઈનાથી કમ નથી. એક બેટી ઉત્તર, એક પૂર્વ અને એક દક્ષિણથી છે. આ સ્થિતિમાં એવું લાગે છે કે, ભારતની બેટીઓએ મેડલ જીતવાનું જાણે બીડું ઝડપ્યું છે. મેડલ નહીં મેળવી શકનારા રમતવીરોએ પણ સારું પ્રદર્શન કર્યું છે. શૂટિંગમાં સાનિયા અને બોપન્નાએ તો એથ્લેટિક્સમાં લલિતા બાબરે સારું પ્રદર્શન કર્યું છે.

જોકે હજુ આપણે ઘણું બધું કરવાનું બાકી છે એમ કહીને મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૮ સુધીના ઓલિમ્પિકનો રોડમેપ તૈયાર કરવા એક સમિતિની રચના કરી છે.

Source : Gujarat Samachar

અન્ય/Other,View : 709

  Comments

  • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
  • Supar21/10/2018Jaybhim
  • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જેનામાં શાંતિનો નિવાસ નથી, તેના બધાં જ સદગુણ વ્યર્થ છે.