કાશ્મીરના બાંદીપોરામાં હિમપ્રપાતમાં ગુજરાતનો આર્મી જવાન ગુમ

201727Jan
કાશ્મીરના બાંદીપોરામાં હિમપ્રપાતમાં ગુજરાતનો આર્મી જવાન ગુમ

ગણતંત્રના દિવસે જ કાશ્મીરના બાંદીપોરામાં નિયંત્રણ રેખા નજીક સૈન્યની ચોકી હિમપ્રપાતની ઝપટમાં આવી છે. જેના કારણે 10 સૈનિકો ગુમ થયા છે, તેમાંથી એક ગુજરાતી જવાન છે.

તેમની શોધખોળ હાલ સેનાના જવાનો કરી રહ્યાં છે. હિમપ્રપાતમાં 51 રાષ્ટ્રીય રાયફલ્સના કેમ્પને અસર પહોંચી હતી. પંચમહાલના ગોધરામાં આવેલ ઓરવાડા ગામના જવાન સુનિલ તખ્તસિંહ પટેલ ગુમ થયાના સમાચાર મળતા પરિવારજનો ચિંતામાં મૂકાઈ ગયા છે.

જ્યારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય સેના માટે માઠા સમાચાર મળ્યા હતા. હિમપ્રપાતમાં દબાઈ જવાને કારણે 10 જવાન વીરગતિને વર્યા હતા. જ્યારે ‘અનેક’ ગુમ થઈ ગયા છે.

ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે, બુધવારે લાઈન ઓફ કંટ્રોલ પર આવેલ આર્મી કેમ્પ હિમપ્રપાતની ઝપટમાં આવી ગયો હતો. જેમાં 10 સૈનિક વીરગતિને વર્યા છે. જ્યારે અન્ય સાતને બચાવી લેવામાં આવ્યા છે.

ગાંદરબલ જિલ્લાના સોનાગઢ વિસ્તારમાં બુધવારે સૈન્યનો કેમ્પ હિમપ્રપાતની લપેટમાં આવી ગયો. એક મેજર સહિત આઠ જવાન ઝપટમાં આવી ગયા હતા. જવાનો બચી ગયા હતા પરંતુ મેજર શહીદ થઇ ગયા. સેનાની 115 ટીએની બટાલિયન સોનામઢ વિસ્તારમાં નિયુક્ત છે. જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરેઝમાં જવાનોની વીરગતિ અંગે શોક વ્યક્ત કર્યો હતો.

ટ્વિટર પર વડાપ્રધાને લખ્યું, “કાશ્મીરમાં હિમપ્રપાતને કારણે ભારતીય જવાનોના મોતથી દુખ થયું છે. તપાસ અને બચાવ અભિયાનમાં ગતિ લાવવા તંત્રને નિર્દેશ આપ્યા છે.”

 

source: sandesh

પંચમહાલ/Panchmahal,View : 426

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.