પ્રાંતિજના પોગલુ પાટીયા પાસે હિંમતનગર તરફથી આવતી વિદેશી દારૂ ભરેલી હોન્ડા સીટી કાર પલ્ટી ખાતાં દારૂ રસીકોનો દિવસ સુધર્યો હતો અને લોકો ઠંડાપીણાની બોટલ હોઇ તેમ દારૂ બોટલ તથા ટીન લઈને ભાગતાં થયાં હતાં.
પોલીસને આ વાતની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી. કારમાં દારૂ લઇને જતાં 3ની અટકાયત જોકે, ત્યાર સુધીમાં ઘટના સ્થળે ઉમટેલી ભીડે દારૂની ઉગાડી લૂંટ ચલાવી હતી.
અને કારમાંથી લગભગ અડધો દારૂ લઇ ગયા હતા. ત્યારે બે ભાઇઓ બીયરની બોટલ લઇને જતાં હતા ત્યાં જ પોલિસ આવતાં તેમને બીયરની બોટલ પરત મૂકાવી હતી.
પોલીસે કાર ચાલકની શોધ કરતાં બાજુના જ સંતાયેલા કાર ચાલક ભેરારામ કપુરારામ પ્રજાપતિ, છગનલાલ સોનાજી પ્રજાપતિ, રૂપારામ સબારામ પ્રજાપતિ (તમામ રહે.
શિરોહી રાજસ્થાનને પોલીસે ઝડપી લીધા હતા અને પોલીસે ઘટના સ્થળેથી 62,400નો દારૂ, 3 મોબાઇલ કિંમત 8500 તથા ગાડીની કિંમત 2,00,000 મળી કુલ 2,70,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
source: divyabhaskar