અક્કલ…..

 • ઓક્સફર્ડ

  શિક્ષક - ઓક્સફર્ડ મતલબ શુ છે ?
  વિદ્યાર્થી - ઓક્સ મતલબ બળદ, ફોર્ડ મતલબ ગાડી તેથી ઓક્સફર્ડ મતલબ બેલગાડી

કઠલાલમાં પત્ની સાથે ઝઘડો થતા પતિનો આપઘાતનો પ્રયાસ

201627Sep
કઠલાલમાં પત્ની સાથે ઝઘડો થતા પતિનો આપઘાતનો પ્રયાસ

કઠલાલમાં રહેતા દંપતી વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી.જેમાં પતિને મનમાં લાગી આવતા પતિએ પોતાના ઘરે ગળે ફાંસો ખાતા તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

નગરના જુની બેન્ક ઓફ ઇન્ડિયા પાછળ મેહુલભાઈ કાંતિભાઈ કિશ્ચિયન (ઉં.વ.ર૭) રહે છે.તેઓની પત્ની પાયલબેન સાથે આજે સવારે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી.જેમાં પાયલબેને પોતાની મોટી દિકરીને લેવા ડાકોર પોતાના પિયરમાં જાઉ તે બાબતે પોતાના પતિ મેહુલને કહ્યુ હતું.

જેમાં મેહુલ ના પાડી પોતાની પત્ની પાયલ સાથે ઝઘડા કર્યો હતો.ત્યાર બાદ મેહુલને મનમાં લાગી આવ્યુ હતું.તેથી મેહુલે સવારના સમયે પોતાના ઘરની છતના પંખા ઉપર રસ્સા વળે ગળે ફાંસો ખાધો હતો.

આ ઘટનાની જાણ તેઓના પત્ની પાયલબેનને થતા તેઓએ પોતાના પતિને તાત્કાલિક રસ્સા ઉપરથી નીચે ઉતારી મેહુલભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા.

જ્યાં મેહુલભાઈની હાલત ગંભીર બનતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ બનાવ અંગે પાયલબેને કઠલાલ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.

 

source: gujaratsamachar

ખેડા/Kheda,આણંદ/Anand,View : 787

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ક્ષમા અને માં બને એક છે કારણ કે માફ કરવા માં બંને નેક છે