અક્કલ…..

  • ટીચર

     ટીચર: બોલ પપુ તારી ચડ્ડી ના એક ખીસામાં ૫૦૦ની અને એક ખીસામાં ૧૦૦૦ રૂપિયાની નોટ હોય તો તું શું વિચારે?

    પપુ: સર હું પણ એજ વિચારું કે આ કોની ચડ્ડી પહેરાઈ ગઈ

કચ્છ આખાને ખળભળાવી મૂકે તેવું દુષ્કર્મ કૌભાંડઃ ૪૦ લોકોની સંડોવણી

201725Jan
કચ્છ આખાને ખળભળાવી મૂકે તેવું દુષ્કર્મ કૌભાંડઃ ૪૦ લોકોની સંડોવણી

સમગ્ર કચ્છને ખળભળાવી મૂકે અને અનેક મોટા માથા વધેરાય જાઈ તેવો એક યુવતીનાં શારીરિક શોષણનો કિસ્સો આમ તો નલિયા પોલીસ દફ્તરે અરજીરૃપે પહોંચી ચુક્યો છે, પરંતુ મોટા માથાઓ અને વગદાર લોકો સામે વિધિવત ફરિયાદ દાખલ કરવામાં હંમેશાં મુહૂર્તની રાહ જોતી પોલીસે હજુ એફ.આઈ.આર. દાખલ કરવાની તસ્દી લીધી નથી. જોકે, આ મામલો અગાઉ મહારાષ્ટ્ર પોલીસ દફ્તરે આવી ગયો છે.

હેવાનિયતની ચરમસીમા સમો આ મામલો રફેદફે કરવા એક નેતાજી પણ મેદાનમાં આવ્યા હોવાની ચર્ચા છે. આજથી ચારેક માસ પહેલાં પુણેની એક હોટલમાં કચ્છની એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદ્દનસીબે તેનો બચાવ થઈ ગયો હતો.

આત્મહત્યાનાં પ્રયાસ અગાઉ તેણે સોગંદનામું કર્યું હતું , જેમાં તેના પર શારીરિક અત્યાચાર કરી હેવાનિયતની ચરમસીમા પાર કરનારાનાં નામ સાથે આપવીતી લખી હોવાનું કહેવાય છે, તેમાં લગભગ ૪૦ લોકોનાં નામ છે. આ નામોમાં કેટલાય વગદાર અને મોટા માથાઓ પણ સામેલ છે.

તે બાબતે તેનંુ નિવેદન લેવાયા બાદ તપાસ શરૃ કરવામાં આવી હતી. તે તપાસમાં શું થયું? તેની કોઈજ હકીકત બહાર આવી નહોતી. કહેવાય છે કે, ત્યારબાદ તે યુવતી અચાનક જ ગાયબ થઈ ગઈ હતી કે, કરી દેવામાં આવી હતી અને ઝારખંડ બાજુ હોવાના વાવડ પણ હતા.

આજથી ચાર- પાંચ દિવસ પૂર્વે નરાધમોનાં અત્યાચારનો ભોગ બનેલી યુવતીએ આ મામલે ફરિયાદ દાખલ કરવા પોલીસને લેખિત ફરિયાદ પણ આપી છે.

માત્ર એક નહીં પણ અનેક અધિકારીઓને તેણે કોપી પણ મોકલી છે, પરંતુ આ બાબતે પોલીસે રાબેતા મુજબ ‘શાંતિ’ રાખી છે. અને ગુનો દાખલ કરવા કોઈ જ કાર્યવાહી કરી નથી.

આ બાબતે નલિયાનાં પી.એસ.આઈ ઝાલાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, હજુ સુધી ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. અરજી ક્યારે મળી? તેના જવાબમા એમ જણાવ્યું કે, એતો રેકર્ડમાં જોવું પડે , હું અત્યારે ૨૬ જાન્યુઆરીની પરેડનાં સંદર્ભે ગ્રાઉન્ડ પર છું આવતીકાલે ફોન કરો બધી માહિતી મળી જશે.

આ ફરિયાદ દાખલ થયા બાદ તેમાં અનેક જાણીતા અને વગદાર લોકો સામે પોલીસ શું કાર્યવાહી કરે છે? તે જોવું રહ્યું. યુવતીનું જે પ્રકારે શોષણ કરવામાં આવ્યું છે તે અધમતાની હદ બહારનું છે.

સમાજમાં મોટાભા થઈને ફરતા અનેક પ્રતિષ્ઠિત લોકોનાં નકાબ ચીરાઈને તેમનાં અસલી સ્વરૃપ જાહેર થશે કે કેમ? તે સમગ્ર બાબત પોલીસ તપાસ પર આધારીત છે.

કેવી રીતે થઈ શોષણની શરૃઆત? વિશ્વસનીય સૂત્રોમાંથી મળેલી વિગત મુજબ એક ગેસ એજન્સીમાં નોકરીએ રહ્યા બાદ યુવતીને પગાર લેવા ઘેર બોલાવવામાં આવી હતી. જ્યાં અગાઉથી જ તૈયારી અને પ્લાન મુજબ તેને ઘેનયુક્ત દવા પિવડાવવામાં આવી અને તે અર્ધબેભાન હાલતમાં આવી ગઈ હતી.

ત્યાર બાદ તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું અને તેનું વીડિયો રેર્કોિંડગ પણ કરી લેવાયું હતું. ત્યારબાદ તેને તે ક્લિપનાં આધારે બ્લેકમેઈલ કરી રીતસર તેને અન્ય મોટા માથાઓને ખુશ કરવાની ફરજ પાડવામાં આવતી, જ્યાં તેના પર હદ બહારનાં સિતમ થતા.

વિકૃત રીતે થયું અધમ કૃત્ય યુવતીને પૂરેપૂરી રીતે વશમાં કરી લેવાયા બાદ તેનો ઈચ્છા પ્રમાણે ઉપયોગ શરૃ કરવામાં આવ્યો. સૂત્રોનું માનીએ તો તેની સાથે થતા શોષણમાં વિકૃતિની હદ વટોળી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૪૦ લોકોના શોખનું રમકડું બનાવી દેવામાં આવી, તેના શારીરિક શોષણમાં કોઈ બ્લુ ફિલ્મને આંટી દે તે હદે વિકૃતિથી ભરપુર કૃત્ય થતું અને તેનું રેર્કોિંડગ પણ કરી લેવાતું હતું. પુનામા આત્મહત્યાના પ્રયાસનાં બનાવ બાદ કેસને રફેદફે કરવા કેટલાય મોટા માથા સક્રિય થયા હતા.

 

source: sandesh

કચ્છ/Kutch,View : 536

    Comments

    • જયમૈષ શાહ23/06/2018કન્યા રાશિમાં નવા નામ પુત્ર માટે જણવશો
    • સોલંકી દિલીપ23/06/2018તા.22/06/2018 રાશી જણાવજો
    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • દયા એવી ભાષા છે જે બેહરા સાંભળી શકે છે અને મુંગા પણ સમજી શકે છે.