અક્કલ…..

 • રાવણ કોણ?

   રાવણ કે સર :૧૦

  આખે :૨

  નઝર :સિર્ફ ૧ લડકી સીતા પર .!!!!!

  આજ કે લડકો કે સર :૧

  આખે :૨

  નઝર :હર એક લડકી પર…!!!!!!!!!!!!!!!!

  અબ બતાઓ અસલી રાવણ કોણ?????

   

કચ્છમાં વરસાદની ટકાવારી ૫૦ ટકા, પણ ડેમોમાં પાણી ૩૮ ટકા ભરાયું

201613Aug
કચ્છમાં વરસાદની ટકાવારી ૫૦ ટકા, પણ ડેમોમાં પાણી ૩૮ ટકા ભરાયું

ભુજ, શુક્રવાર

કચ્છમાં ગત અઠવાડિયે સચરાચર વરસાદથી પાણી - ઘાસચારાની અછતની સિૃથતીમાં ઘણે અંશે સુધારો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં નાની સિંચાઈના ડેમો તથા અન્ય જળાશયો ભરાઈ ગયા છે. જિલ્લામાં વરસાદની ટકાવારી ૫૦ ટકા સુધી પહોંચી છે ત્યારે ખેતી માટે સિંચાઈના પાણી પૂરતા મળી રહે તે માટે મધ્યમ કક્ષાની સિંચાઈના ડેમોમાં જળસંગ્રહની પરિસિૃથતિ સુધારવા વરસાદના વધુ એક રાઉન્ડની જરૃરિયાત વર્તાઈ રહી છે.

થોડા દિવસ પહેલા પાણીની તંગીને કારણે જિલ્લામાં ખેતી મરવાના વાંકે હતી ત્યારે વરસેલા વરસાદને કારણે ખેતીને હાલપૂરતી બચાવી  લીધી હોય તેવી સિૃથતિ જોવા મળી રહી છે. તમામ તાલુકામાં સરેરાશ ૬ થી ૮ ઈંચના વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના જળાશયો ભરાઈ ગયા છે, પણ મધ્યમ કક્ષાના ડેમ જોઈએ તેટલા ન ભરાવાથી ધરતીપુત્રો હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે. હાલ નાની સિંચાઈના ડેમ ભરાઈ જવાથી થોડા સમય પૂરતું ખેતી માટે પાણી મળી રહેશે, પણ પાકમાં સુધારા માટે મધ્યમ સિંચાઈના ડેમ ભરાઈ જાય તે જરૃરી છે. હાલ જિલ્લાનો કુલ વરસાદ ૫૦ ટકાની સરેરાશની નજીક પહોંચી ગયો છે.

આ વરસાદને કારણે જિલ્લામાં મધ્યમ કક્ષાની સિંચાઈના ડેમ સપાટીની રીતે ભરાયેલા જોવા મળી રહ્યા છે, પણ જળસંગ્રહની સિૃથતી જોઈએ તો આ ડેમ માત્ર ૩૮ ટકા જ ભરાયા છે. આ ૨૦ ડેમોમાં જળસંગ્રહની કુલ ક્ષમતા ૩૩૨.૦૨ મિલિયન ક્યુબિક મીટર છે, જે હાલમાં ૧૨૫.૬૧ એમ.સી.એમ. સુધી પહોંચી છે, જે કુલ ક્ષમતાના ૩૭.૮૧ ટકા છે. હાલ તો પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ દ્વારા આ ડેમોમાંથી પાણીચોરી રોકવાની વાત થઈ રહી છે, પરંતુ ખેતીવાડીની સિૃથતી સુધારવા હજુ વધુ વરસાદની જરૃર છે તેવું દેખાઈ રહ્યું છે.

કચ્છમાં વરસેલા વરસાદની ટકાવારી
કોઈ પણ જિલ્લામાં છેલ્લા ૨૦ વર્ષમાં વરસેલા વરસાદના આંક પ્રમાણે તેની વાર્ષિક સરેરાશ કાઢવામાં આવે છે. ભૂકંપ બાદના વર્ષો વરસાદની રીતે સારા ગયા હોવાથી કચ્છના વરસાદની વાર્ષિક સરેરાશમાં વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં કચ્છ જિલ્લાના તમામ તાલુકાનો સરેરાશ વરસાદ આ મુજબ છે.

તાલુકો

વાર્ષિક

હાલનો

ટકાવારી

-

સરેરાશ

વરસાદ

 

અબડાસા

૩૮૨

૨૧૦

૫૫.૦૨

અંજાર

૪૦૫

૧૪૪

૩૫.૫૬

ભચાઉ

૪૦૭

૧૩૫

૩૩.૧૯

ભુજ

૩૫૩

૧૬૨

૪૫.૮૪

ગાંધીધામ

૪૧૮

૧૧૦

૨૬.૩૪

લખપત

૩૪૨

૨૦૭

૬૦.૫૪

માંડવી

૪૧૫

૨૩૮

૫૭.૩૯

મુંદરા

૪૭૧

૨૧૪

૪૫.૪૦

નખત્રાણા

૩૯૧

૨૮૨

૭૨.૧૮

રાપર

૪૨૧

૨૩૩

૫૫.૩૩

સમગ્ર જિલ્લો

૩૯૨

૧૯૪

૪૯.૩૧


(નોંધ : તમામ આંકડા મી.મી. માં)

ડેમોની વર્તમાન સ્થિતિ

ડેમ

સ્ટોરેજ લેવલ

વર્તમાન લેવલ

જળસંગ્રહ ટકાવારી

મીઠ્ઠી

૧૮.૬૫

૧૮.૬૫

૧૦૦

જંગડિયા

૩૮.૬૦

૩૮.૬૦

૧૦૦

ગજણસર

૩૦.૦૦

૩૦.૦૦

૧૦૦

માૃથલ

૮૩.૧૮

૮૨.૯૫

૯૪.૦૬

ફતેહગઢ

૨૨.૭૦

૨૨.૦૦

૬૭.૩૪

કનકાવતી

૧૩૧.૬૭

૧૨૯.૮૦

૫૫.૬૨

નરા

૨૭.૪૩

૨૪.૮૦

૫૦.૫૯

બેરાચિયા

૭૦.૪૦

૬૭.૩૫

૪૦.૧૫

ડોણ

૪૭.૭૫

૪૦.૦૦

૩૯.૦૪

સાનાૃધ્રો

૫૯.૭૫

૫૬.૨૦

૩૩.૪૬

કાસવતી

૫૧.૨૦

૪૭.૩૦

૨૯.૧૫

નિરોણા

૪૩.૫૮

૩૬.૨૪

૨૫.૩૩

રૃદ્રમાતા

૬૬.૪૪

૫૭.૫૪

૨૩.૯૧

ગોાૃધાતડ

૨૩.૦૦

૧૮.૩૦

૨૩.૨૬

કાયલા

૭૯.૨૬

૭૩.૧૦

૨૩.૧૩

સુવઈ

૪૨.૬૭

૩૮.૫૦

૨૩.૦૪

કારાઘોઘા

૩૭.૦૦

૩૧.૪૮

૧૪.૪૬

ટપ્પર

૪૦.૧૫

૩૪.૦૦

૧૩.૫૬

ભુખી

૭૩.૦૦

૬૨.૯૦

૮.૬૬

ગજોડ

૯૦.૮૫

૮૨.૩૦

૪.૫૪

નોંધ - તમામ આંક મીટરમાં

Source : Gujarat Samachar 

 

કચ્છ/Kutch,View : 1058

  Comments

  • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
  • Supar21/10/2018Jaybhim
  • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.