અક્કલ…..

 • નો મોર ..

  એક બસ માં કોલેજ ની બધી છોકરીઓ ચડી ગઈ અને બસ ફૂલ

  કંડકટર : નો મોર …,

  એક ગુજરાતી બાપા: કા નવરીના …! ઢેલ બધી ચડાવી દીધી અને અમે આવ્યા તો નો મોર ..

કચ્છના હરામી નાળામાંથી બિનવારસી પાકિસ્તાની બોટ મળતાં ખળભળાટ

201420Dec
કચ્છના હરામી નાળામાંથી બિનવારસી પાકિસ્તાની બોટ મળતાં ખળભળાટ

ભુજ, 20 ડિસેમ્બર

પાકિસ્તાનમાં તાજેતરમાં જ આતંકવાદીઓએ મચાવેલા કહેરને અનુલક્ષી સમગ્ર રાજયમાં જાહેર કરાયેલા હાઈએલર્ટ વચ્ચે કચ્છની દરિયાઈ સીમામાં હરામી નાળામાંથી ગઇકાલે બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવતા બીએસએફના જવાનોએ તેને કબજે લઈને આ બોટ કઈ રીતે આવી તેનો સુરાગ મેળવવા સમગ્ર હરામી નાળાના આસપાસના કાંઠાળ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે.

આ અંગે મળતી વિગતો મુજબ કચ્છના સરહદી વિસ્તાર લખપત પાસેના દરિયામાં ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાનોને પીલ્લર નં. ૧૧૭પ નજીક એક બોટ પડી હોવાનું જણાતા કાફલો ત્યાં દોડી ગયો હતો.બીએસએફના જવાનોએ બિનવારસી પડેલી બોટની ચકાસણી કરતા તે પાકિસ્તાની બોટ હોવાનું જણાયું હતું અને બોટમાં કોઈ વ્યક્તિ જોવા નહીં મળતા આસપાસના વિસ્તારમાં તૈનાત જવાનોને એલર્ટ કરીને કાંઠાળ વિસ્તારમાં સઘન ચેકિંગ કરવા આદેશો કરાયા હતા.

હાલમાં પાકિસ્તાનમાં ઉપરાંત કાશ્મીરમાં સરહદ પારથી થઈ રહેલા આતંકી હુમલાઓને પગલે દેશના તમામ સરહદી વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કરાયો છે, એમાંય કચ્છની સરહદ મારફતે ભૂતકાળમાં આતંકવાદીઓએ અનેક વખત વિસ્ફોટક સામગ્રી ઘુસાડી છે ઉપરાંત આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હોવાથી પહેલેથી જ ભારે સંવેદનશીલ મનાય છે. આગામી દિવસોમાં ગુજરાતમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં અનેક દેશોના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેવા આવી રહ્યા હોવાથી તેના અનુલક્ષીને રાજયમાં ભાંગફોડ પ્રવૃત્તિ થવાની શંકા વ્યકત કરાતા સમગ્ર રાજયમાં હાઈએલર્ટ કરાયો છે. આવા સંજોગોમાં કચ્છના અતિ સંવેદનશીલ ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ બિનવારસુ મળતા બીએસએફ સહિતની સુરક્ષા એજન્સીઓ ધંધે લાગી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે બીએસએફના ડીઆઈજી એ.પી.રાઠોડનો સંપર્ક સાધતા તેમણે આ ઘટનાને સમર્થન આપતા જણાવ્યું હતં કે, બિનવારસી મળેલી બોટમાંથી અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી માત્ર માછીમારી માટેનો સામાન મળ્યો છે. બોટ મળ્યાના આસપાસની દરિયાઈ સીમા અને કાંઠાળ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હોવા છતાં કોઈ મળી આવેલું નથી તેમ છતાં જવાનોને સતર્ક કરી સઘન ચેકિંગ ચાલુ રાખવા અને તમામ રીતે બાજ નજર રાખવા સૂચનાઓ અપાઈ છે.
 

Source : Sandesh

કચ્છ/Kutch,View : 2344

  Comments

  • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
  • Supar21/10/2018Jaybhim
  • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • નમ્રતા પત્થર હૃદયનાં માનવીને પણ પીગાળીદે છે.