અક્કલ…..

  • ટીચર

     ટીચર: બોલ પપુ તારી ચડ્ડી ના એક ખીસામાં ૫૦૦ની અને એક ખીસામાં ૧૦૦૦ રૂપિયાની નોટ હોય તો તું શું વિચારે?

    પપુ: સર હું પણ એજ વિચારું કે આ કોની ચડ્ડી પહેરાઈ ગઈ

કચ્છના નાના રણમાં ગેરકાયદેસર ધમધમતા મીઠાના કારખાના

201605Sep
કચ્છના નાના રણમાં ગેરકાયદેસર ધમધમતા મીઠાના કારખાના

વાગડ પંથકમાં વહીવટીતંત્રની બેદરકારીને કારણે ખુલ્લેઆમ ખનીજચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો હતી. હવે, વાગડ સાથે જોડાયેલા કચ્છના નાના રણમાં ગેરકાયદે મીઠાના કારખાના ધમધમી રહ્યા હોવાની ફરિયાદ થઈ રહી છે. અભ્યારણ્ય વિસ્તારમાં મીઠાઉદ્યોગ કાર્યરત થઈ જતા વન્ય પ્રાણીઓનું નિકંદન થઈ રહ્યું હોવા અંગે વનમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

વન્ય પ્રાણીઓના નિકંદનની ફરિયાદો : વન વિભાગ દ્વારા સેવાતી બેદરકારી અંગે વનમંત્રીને રજૂઆત કચ્છના નાના રણ વિસ્તારમાં ઘુડખર, રોઝ, હરણ, સસલા જેવા પ્રાણીઓની સંખ્યા વધુ હોવાથી તેના સંરક્ષણ માટે ૧૯૭૬માં શિકારપુર, માણાબા, ભીમદેવકા, થોરિયારી, ગાગોદર, પલાંસવા, કાનમેર સહિતના ગામોને જોડતી રણની પટ્ટીના વિસ્તારને અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ અભ્યારણ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી વાગડ વિસ્તારના ખનીજચોરીમાં સંકળાયેલા માથાભારે તત્વો નમક ઉદ્યોગ દ્વારા રણમાં પગપેસારો કરી રહ્યા છે.

અભ્યારણ્યમાં મીઠું પકવી તેની ટ્રકો ભરાઈને સૌરાષ્ટ્ર તથા અમદાવાદ સુધી જતી હોય છે. આ ગેરકાયદેસર મીઠાના કારખાનાઓને કારણે વન્ય જીવોનું પણ મોત નીપજી રહ્યું છે. વન્યજીવનું નિકંદન તથા મીઠા માટે ખોદકામ દ્વારા નાનું રણ જ ભુંસાઈ જાય તેવી દહેશત સેવાઈ રહી છે. વન્ય વિસ્તારમાં ઉદ્યોગોનો પગપેસારો થતા વન્ય જીવો ગ્રામ્ય વિસ્તારમાં આવી જતા હોવાથી ખેતીને પણ નુકસાન પહોંચી રહ્યું છે. આ અંગે વનવિભાગને પણ જાણ હોવા છતાં કોઈ પગલા ભરવામાં ન આવતા હોવાને કારણે ગેરકાયદેના મીઠાઉદ્યોગની સંખ્યા વધી રહી છે.

આ અંગે ગાગોદરના વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ દ્વારા વનમંત્રીને રજૂઆત કરી અભ્યારણ્ય વિસ્તારમાં સર્વે કરી જવાબદારો સામે યોગ્ય પગલા ભરવાની માંગણી કરી છે.

source: gujaratsamachar

કચ્છ/Kutch,View : 644

    Comments

    • જયમૈષ શાહ23/06/2018કન્યા રાશિમાં નવા નામ પુત્ર માટે જણવશો
    • સોલંકી દિલીપ23/06/2018તા.22/06/2018 રાશી જણાવજો
    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • દયા એવી ભાષા છે જે બેહરા સાંભળી શકે છે અને મુંગા પણ સમજી શકે છે.